પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)

Meenaben jasani
Meenaben jasani @Meenabenjasani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધી કલાક
  1. 2 મોટાં વાટકા પૌવા
  2. 2 ઝીણા સમારેલાંટામેટાં
  3. 2 ચમચીલીંબુનો રસ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 4 ચમચીતેલ
  6. 2 ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  7. 1 ચમચીકાશ્મીરી મરચું
  8. 1/2 ચમચીરાઈ, જીરું
  9. 4-5લીમડાના પાન
  10. ચમચીહળદર અડધી
  11. 1 ચમચીધાણાજીરૂ
  12. દાડમ ના દાણા ગાર્નિશ માટે
  13. 1 વાટકોકોથમીર
  14. 2 નંગ નાના સમારેલાંબટેટાં
  15. 1 નંગડુંગળી ગોળ સમારેલી

રાંધવાની સૂચનાઓ

અડધી કલાક
  1. 1

    સૌ પ્રથમ ગેસ ચાલું કરી એક કૂકરમાં તેલ ગરમ કરવું.

  2. 2

    તેલ થઈ જાય પછી તેમાં રાઈ, જીરું, આદું મરચાં ની પેસ્ટ, લીમડાના પાન નાખો.

  3. 3

    તે તતડી જાય પછી તેમાં ટામેટાં ઉમેરો.

  4. 4

    હવે તેમાં મીઠું, હળદર, નાખી હલાવી લો.

  5. 5

    હવે તેમાં બટેટાં ઉમેરી દો. તેમાં કાશ્મીરી મરચું, ધાણાજીરૂ નાખી બધું સરખું મિક્સ કરો.

  6. 6

    તેમાં 1 વાટકી પાણી નાખી કૂકર નું ઢાંકણ બંધ કરી 2 સિટી કરી લેવી.

  7. 7

    હવે પૌવા ને સરખાં ધોઈ લેવા અને ચારણી માં કોરા કરવાં રાખી દેવા. અને 2 સિટી થાય એટલે ગેસ બંધ કરી દેવો.

  8. 8

    પૌવા કોરા થઈ જાય એટલે તેને કૂકરમાં નાખી દેવા. લીંબુનો રસ નાખી સરખું મિક્સ કરી લો.

  9. 9

    જરૂર લાગે તો મીઠું, મરચું પાઉડર ઉમેરી દો. હવે એક સર્વિંગ બાઉલ લઈને પૌવને સર્વ કરો.

  10. 10

    તેની ઉપર સેવ, કોથમીર, દાડમના દાણા ભભરાવી દો.

  11. 11

    તો તૈયાર છે આપણાં સ્વાદિષ્ટ બટાકા પૌવા..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meenaben jasani
Meenaben jasani @Meenabenjasani
પર

Similar Recipes