પાણી પૂરી (Pani Poori Recipe In Gujarati)

Shweta Dalal
Shweta Dalal @cook_10984
Mumbai

#SF

પાણી પૂરી (Pani Poori Recipe In Gujarati)

#SF

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 50 નંગ પૂરી
  2. ૧ વાડકીમગ
  3. ૧ વાડકીસફેદ વટાણા
  4. બટાકા
  5. 1/2 કિલો ખજુર
  6. થોડો ગોળ
  7. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  8. 5-6આંબલી પલાળી લી
  9. ૧ ચમચીતજ લવિંગ નો પાઉડર
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. પાણી.જરૂર મુજબ
  12. ૧ વાડકીફુદીનો
  13. 1/2 વાટકી કોથમીર
  14. ૧૦ લીલા મરચા
  15. ૧ ચમચીદાલિયા
  16. ૧ ચમચીજીરૂ
  17. 1/4 ચમચી સંચળ પાઉડર
  18. 4-5બરફ ના ટુકડા
  19. મીઠું સ્વાદ મુજબ
  20. પાણી જરૂર મુજબ
  21. ૧ ચમચીલીંબુ
  22. ૧ ચમચીપાણીપુરીનો. મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મગ માટે
    ફણગાવેલા મગ ને માઇક્રોવેવ ના વાડકા મા મુકી મગ ડુબે એટલું પાણી ભરી ૧૦ મીની માટે મૂકી દો. પાણી નિતારી મગ ને કોરા કરી દો

  2. 2

    ૩ બટાકા ને બાફી દો પછી ઝિણા સમારી લો

  3. 3

    રગડા માટે
    સફેદ વટાણાને રાત્રે ગરમ.પાણીમાં સોડા નાખી પલાળી રાખો સવારે પાણી નિતારી બીજુ પાણી ભરી હળદર નાખી કુકર માં મૂકી દો. ૩,૪ સીટી વગાડી લો કુકર ઠંડુ પડે પછી એમાંથી વધારાનું પાણી નિતારી લો
    કોરા થાય પછી મરચુ અને મીઠું નાખી દો

  4. 4

    કુદીના નું પાણી
    કુદીના પાનને અલગ કરી ધોઈ એના સાથે થોડી કોથમીર, દાલિયા, જીરુ લીલા મરચા, મીઠું, બરફ,લીંબુ રસ પાણી જરૂર મુજબ નાખી ચટણી પેસ્ટ બનાવી લો

  5. 5

    ખજૂર ની ચટણી નું પાણી માટ ખજૂર માંથી બિયા કાઢી લો. એક તપેલી માં ખજૂર દૂબે એટલું પાણી ભરી દો.
    એમાં પલાળી લી આંબલી...લાલ મરચું પાઉડર... તજ લવિંગનો પાઉડર... ગોળ... મીઠું... નાખી કુકર માં મૂકી દો
    ૩ - ૪ સીટી વગાડી લો કુકર થંડુ પડે પછી બફાયેલા ખજુર ને બ્લેન્ડર અથવા મિક્સર જાર માં ફેરવી લો
    તૈયાર છે. ખજૂરની મીઠી ચટણી

  6. 6

    તીખું પાણી માટે
    ઉપર આવેલા ઘટક માં બધુ મીક્સ કરી ચટણી બનાવી લો. એક તપેલી માં થોડી ચટણી નાખી જોઈએ એટલું તપેલીમાં પાણી ભરી સ્વાદ મુજબ મીઠું પાણી પૂરી નો મસાલો સંચળ પાઉડર લીંબુ રસ નાખી ફ્રિઝ માં મૂકી દો.
    તૈયાર છે. તીખું પાણી

  7. 7

    એક પ્લેટ માં પૂરી માં મગ બટાકા રગડો ભરી બંનેવ પાણી ભરી મઝા માણો પાણીપુરી ની
    તૈયાર છે. પાણીપુરી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Dalal
Shweta Dalal @cook_10984
પર
Mumbai
cookpad par join thaya pachi cooking no shok vadhi gyo..tyar thi navu navu banava lagi..
વધુ વાંચો

Similar Recipes