બટેટી નું રસા વાળુ શાક (Baby Potato Rasa Valu Shak Recipe In Gujarati)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
Dwarka ,Gujrat -361335

#SVC
#cookpadindia
#cookpadgujarati
#summer_veg
બધા લીલા શાકભાજી અલગ અલગ સીઝન માં આવતા હોય છે પણ બટાકા તો બારેમાસ હો ..ક્યારેક કોઈ શાક ન હોય તો આ રીતે બટેટી નું રસ વાળુ શાક બનાવી જુઓ ...

બટેટી નું રસા વાળુ શાક (Baby Potato Rasa Valu Shak Recipe In Gujarati)

#SVC
#cookpadindia
#cookpadgujarati
#summer_veg
બધા લીલા શાકભાજી અલગ અલગ સીઝન માં આવતા હોય છે પણ બટાકા તો બારેમાસ હો ..ક્યારેક કોઈ શાક ન હોય તો આ રીતે બટેટી નું રસ વાળુ શાક બનાવી જુઓ ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
4 સર્વિંગ્સ
  1. 500ગ્રામ નાની સાઈઝ ની બટેટી
  2. તળવા માટે તેલ
  3. 1ચમચી મરચું પાઉડર
  4. 1/2ચમચી હળદર
  5. 1/2ચમચી ધાણાજીરું
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 2ચમચી તેલ
  8. 1/2ચમચી રાઈ,જીરું
  9. 1ચપટી હિંગ
  10. 1ડાળખી મીઠો લીમડો
  11. કોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    નાની સાઈઝ ની બટેટી ને ધોઈ,છોલી વચ્ચે થી કાપા પાડવા.ગરમ તેલ માં મીડિયમ આંચ પર તળી લેવી.50 % કુક થાય ત્યાં સુધી તળવી.

  2. 2

    બેબી પોટેટો ને એક બાઉલ માં લઇ તેમાં બધો મસાલો એડ કરી મિક્સ કરી લેવું. મેરીનેટ થવા માટે 5 મિનિટ રહેવા દેવું.

  3. 3

    કુકર માં તેલ ગરમ કરી રાઈ જીરું હિંગ નો વઘાર કરવો. લીમડાના પાન અને મેરીનેટ કરેલી બટેટી ઉમેરી દેવી.1/2 ગ્લાસ પાણી ઉમેરી કુકર માં 2 સિટી વગાડી લેવી.આ રીતે બનાવેલું શાક નો સ્વાદ મસ્ત આવે છે.બટાકા અંદર થી પણ સોફ્ટ થઈ જાય છે.તૈયાર છે બટેટી નું રસા વાળુ શાક.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes