સ્ટફડ હરિયાલી પરવળ (Stuffed Hariyali Parvar Recipe In Gujarati)

સ્ટફડ હરિયાલી પરવળ બનાવવા માટે ફક્ત લીલા મસાલાનો ઉપયોગ કરીને સ્ટફિંગ બનાવવામાં આવે છે જે શાકને ખૂબ જ ફ્રેશ અને ફ્લેવરફુલ બનાવે છે. લીલા મસાલાના ઉપયોગથી શાકનો સ્વાદ એકદમ અલગ આવે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ શાક રોટલી, પરાઠા કે રાઈસ સાથે પીરસી શકાય.
સ્ટફડ હરિયાલી પરવળ (Stuffed Hariyali Parvar Recipe In Gujarati)
સ્ટફડ હરિયાલી પરવળ બનાવવા માટે ફક્ત લીલા મસાલાનો ઉપયોગ કરીને સ્ટફિંગ બનાવવામાં આવે છે જે શાકને ખૂબ જ ફ્રેશ અને ફ્લેવરફુલ બનાવે છે. લીલા મસાલાના ઉપયોગથી શાકનો સ્વાદ એકદમ અલગ આવે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ શાક રોટલી, પરાઠા કે રાઈસ સાથે પીરસી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
પરવળ ને ધોઈને છોલી લેવા. હવે દરેક પરવળ પર ઉભો ચીરો મૂકવો અને જો કઠણ બીજ હોય તો એને કાઢી લેવા. કુમળા પરવળ માંથી બીજ કાઢવાની જરૂર નથી. હવે એક મિક્સર જારમાં લીલા ધાણા, લીલા મરચા, લસણ, આદુ, તલ અને કાંદો ઉમેરી ને કરકરી પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટ બનાવતી વખતે પાણી ઉમેરવું નહીં.
- 2
હવે તેમાં હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, મીઠું અને 1/4 કપ તેલ ઉમેરીને બરાબર હલાવી લેવું. આ સ્ટફિંગને પરવળમાં ભરી લેવું.
- 3
હવે એક પેનમાં બે ટેબલસ્પૂન તેલ ઉમેરીને ભરેલા પરવળ ગોઠવી દેવા. પાંચ મિનિટ માટે હાઈ ફ્લેમ પર ચડવા દેવા. હવે તેમાં વધેલો મસાલો અને પા કપ પાણી ઉમેરીને તાપને મીડીયમ કરીને ઢાંકીને પરવળ ને ચડવા દેવા. વચ્ચે વચ્ચે એક બે વાર હલાવી લેવા.
- 4
બધું પાણી સુકાઈ જાય અને પરવળ ચડી જાય ત્યારે તેમાં ફ્રેશ ક્રીમ ઉમેરીને પાંચ મિનિટ માટે મીડીયમ તાપ પર પકાવવું. હવે ધાણા ઉમેરીને ગેસ બંધ કરી દેવો.
- 5
સ્ટફટ હરિયાલી પરવળ ના શાક ને પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટફડ પરવળ (Stuffed Parvar Recipe In Gujarati)
#AA2#cookpad#cookpadindia#cookpadgujaratiપરવળ ને અંગ્રેજીમાં pointed gourd કહેવાય છે. પરવળમાં ભરપૂર માત્રામાં ફાઇબર છે. પરવળ એક બ્લડ પ્યોરીફાયર ગણવામાં આવે છે. પરવળના સ્વાસ્થ્યવર્ધક અનેક ફાયદાઓ છે. વડી પરવળની મીઠાઈ પણ ખૂબ ટેસ્ટી લાગે છે. પરવળ નું ભરેલું શાક , સાદુ શાક બંને બનતું હોય છે.અહીંયા પરવળમાં થી મેં અંદરનો કુણો ગર અને કુણા બિયા ને મિક્સરમાં પીસી અને ભરવાના મસાલા સાથે મિક્સ કરી દીધા છે. તમે પણ આવી રીતે ટ્રાય કરી જોજો. શાક ખૂબ જ ટેસ્ટી અને ભરવાના મસાલામાં પણ બાઈન્ડીંગ આવી જાય છે. Neeru Thakkar -
-
-
-
સ્ટફડ પરવળ (Stuffed Parvar Recipe In Gujarati)
#AA૨#week_૨#RB20#week_૨૦My recipes EBookસ્ટફ્ડ પરવળ Vyas Ekta -
સ્ટફ પરવળ (Stuffed Parvar Recipe In Gujarati)
#AA2 પરવળ દેખાવે ટીંડોળા જેવું પણ રાંધવા મા જલ્દી બની જાય આ શાક થી ડાયાબિટીસ ને બી. પી. મા ગુણકારી છે HEMA OZA -
-
-
લીલા ચણા નું શાક (Lila chana nu shak recipe in Gujarati)
લીલા ચણા શિયાળા દરમિયાન આસાનીથી મળી જાય છે અને એનો ઉપયોગ કરીને ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ શાક બનાવી શકાય છે. આ શાકમાં ફ્રેશ લીલા મસાલા તેમજ આખા સૂકા મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે જેના લીધે આપણા રોજબરોજના શાક કરતાં એનો સ્વાદ અને સુગંધ એકદમ અલગ પડે છે. આ શાક રોટલી અને રાઈસ સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WLD#MBR7#CWM2#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
પરવળ નુ શાક (Parvar Shak Recipe In Gujarati)
#EB#week2પરવળ વિટામિન્સ થી ભરપુર હોય છે, તેમાં કેટલાક ઔષધીય ગુણો રહેલા છે, ગર્મી ની ઋતુ માં લાંબો સમય સુધી તાજા રહે છે Pinal Patel -
પરવળ નુ ભરેલું શાક (Parval Bharelu Shak Recipe In Gujarati)
#RC4પરવળ શરીર માટે ખૂબ જ ગુણકારી છે, ભરેલા શાક નોસ્વાદ અલગ જ હોય છે Pinal Patel -
સ્ટફ મસાલા પરવળ (Stuffed Masala Parvar Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#AA2 Sneha Patel -
હરિયાલી પરાઠા (Hariyali paratha recipe in Gujarati)
પરાઠા એક હેલ્ધી અને ફીલિંગ બ્રેકફાસ્ટ છે. પરાઠા અલગ-અલગ ઘણી પ્રકારના બનાવવામાં આવે છે. પરાઠા પ્લેન અથવા તો મસાલા અને લીલા શાકભાજી ભેગા કરીને અથવા તો સ્ટફિંગ કરીને બનાવવામાં આવે છે. હરિયાલી પરાઠા શિયાળામાં મળતી ઘણી બઘી લીલી ભાજી ભેગી કરીને બનાવવામાં આવે છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને બનાવવામાં એકદમ સરળ. spicequeen -
-
મલાઈ પરવળ (Malai Parval Recipe In Gujarati)
પરવળ એક આરોગ્યવર્ધક શાક નો પ્રકાર છે જેમાંથી અલગ-અલગ રીતે શાક બનાવી શકાય છે.મલાઈ પરવળ ક્રીમી અને લટપટ ગ્રેવી વાળું શાક છે ખુબ જ સરસ લાગે છે. આ શાક બનાવવાની રીત આપણા રોજબરોજના શાક કરતા એકદમ અલગ છે જેથી આ શાક ખાવાની મજા આવે છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
પનીર સ્ટફડ પરવળ દો પ્યાઝા (paneer stuffed parval do pyaza recipe In Gujarati)
#EB#week2પરવળ માં ખુબજ ખનીજ તત્વો અને ભરપુર વિટામિન રહેલા છે પરવળ અને ઘી ને એકસમાન ગણવામાં આવે છે તે શરીર નો બાંધો વિકસાવવામાં મદદરૂપ છે અહીં મે પનીર ને પરવળ માં સ્ટફડ કરી તેને વધુ પૌષ્ટિક બનાવી છે sonal hitesh panchal -
પરવળ પનીર સબ્જી (Parval Paneer Sabji Recipe In Gujarati)
#EB#week2#cookpadguj#cookpad#cookpadindiaપરવળના શાક ને પૌષ્ટિક સબ્જી માનવામાં આવે છે. પરવળ માં ઘણા બધા વિટામીન્સ હોય છે. પરવળમાં કેલેરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે જેથી કોલેસ્ટ્રોલને પણ નિયંત્રિત કરવામાં મદદ કરે છે. પરવળનું સેવન કરવાથી પાચનશક્તિ વધે છે. મેં અહીં પરવળમાં પનીર એડ કરી અને ઇનોવેટિવ ચટાકેદાર પરવળ પનીરની સબ્જી બનાવેલ છે. Neeru Thakkar -
પરવળ નું ગ્રેવી વાળું શાક (Parvar Gravy Shak Recipe In Gujarati)
#EBWeek 2 પરવળ નું શાક હું અલગ અલગ રીતે બનાવું છું. પણ આજે હું લગ્નપ્રસંગે બનતું હોય છે એની રેસીપી શેર કરી રહી છું.અમારા ઘરે પરવળ નું શાક બધા ને બહુ ભાવે એટલે બનતું જ હોય છે. Alpa Pandya -
પરવળ નું શાક (Parvar Nu Shak Recipe In Gujarati)
પરવળનું શાક આમ તો ચોમાસાની આઇટમ છે. હવે તો બારેમાસ પરવળ મળે જ છે.પરવળ નું ખાસ માતમ એછે. કે તે શાકભાજી નો રાજા કહેવાય છે.તે ગુણ કારી છે.વાત,પિત,કફ, ને તોડે છે.#પરવળ નું શાક Yogita Pitlaboy -
ભરેલા પરવળ ( Stuffed parval Recipe in Gujarati
#EB#week2પરવળ એ ખુબ હેલ્ધી શાક છે એને ઘણી રીતે બનાવી શકાય છે એકલા પરવળ ને છોલી ને ઘી માં બનાવવા માં આવે તો એના ગુણ ઘણા વધી જાય છે. પરવળ બટાકા નું શાક પણ ખુબ ટેસ્ટી લાગે છે. મેં આજે ભરેલા પરવળ બનાવ્યા છે.. સાથે કાજુ નાખ્યા છે જેથી એનો ટેસ્ટ ખુબ સરસ આવે છે. Daxita Shah -
સ્ટફ્ડ શાહી દૂધી (Stuffed shahi dudhi recipe in Gujarati)
દુધી એવું શાક છે જે ઘણા બધા લોકો ખાવાનું પસંદ નથી કરતા પણ દુધી શરીરને ઉપયોગી ઘણી બધી વસ્તુઓ થી ભરપૂર છે અને આરોગ્યવર્ધક છે. 90% પાણીથી ભરપૂર એવું આ શાક હાઈ ફાઈબર અને લો-ફેટ હોવાથી ડાયટ કરવાવાળા લોકો માટે પણ ખૂબ જ સારું શાક છે તેમજ કબજિયાત એન્ડ ગેસ ની તકલીફ માં રાહત આપે છે. દૂધીમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ એકદમ ઓછું હોવાથી ડાયાબિટીક પેશન્ટ માટે ઉપયોગી છે તેમજ સોડિયમનું પ્રમાણ ઓછું હોવાથી કોલેસ્ટ્રોલને અને બ્લડપ્રેશરના લેવલને કાબૂમાં રાખે છે. દૂધમાં રહેલું વિટામીન-સી વાળ અને ચામડી માટે ખૂબ જ ફાયદાકારક છે. દુધી માંથી અલગ અલગ પ્રકારના શાક, થેપલાં, પરાઠા વગેરે બનાવી શકાય. સ્ટફ્ડ શાહી દુધી એક અલગ પ્રકારનું શાક છે જેમાં દૂધી માં પનીરનું સ્ટફીંગ કરવામાં આવે છે અને ટામેટા, કાંદા ની રિચ ક્રીમી ગ્રેવી બનાવવામાં આવે છે. એકદમ અલગ રીત થી બનતુ આ શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#Week21#cookpadindia#cookpad_gu spicequeen -
મશરૂમ મટર મસાલા (Mushroom Matar Masala Recipe In Gujarati)
મશરૂમ મટર મસાલા મીડીયમ સ્પાઈસી અને સ્વાદિષ્ટ કરી છે જે કાજુ, મગજતરી, ખસખસ અને બીજા મસાલા વાટીને બનાવવામાં આવતી પેસ્ટ માંથી બનાવવામાં આવે છે. આ કરી માં ફ્રેશ ક્રીમ અને દહીં પણ ઉમેરવામાં આવે છે જેના લીધે કરી ખુબ જ રીચ અને ક્રીમી લાગે છે. આ ડિશમાં ટામેટાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી જેના લીધે ડીશ એકદમ અલગ અને સ્વાદિષ્ટ લાગે છે. આ ફ્લેવરફૂલ અને ટેસ્ટી કરી રોટી, નાન કે રાઈસ સાથે પીરસી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
દાલ અમ્રિતસરી (Dal Amritsari recipe in Gujarati)
દાલ અમ્રિતસરી લંગર વાલી દાલ તરીકે પણ જાણીતી છે. આ એક પંજાબી રેસીપી છે જે પ્રોટીનથી ભરપૂર છે. દાલ અમ્રિતસરી આખા અડદ અથવા અડદની દાળ અને ચણાની દાળ ભેગી કરીને બનાવવામાં આવે છે. ખૂબ ઓછા મસાલા થી બનતી આ દાળ સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે. આ દાળ રોટલી, નાન કે રાઇસ સાથે પીરસી શકાય. વધેલી દાળ બીજા દિવસે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#AM1#cookpadindia#cookpad_gu spicequeen -
ભરેલા પરવળનું શાક (Stuffed Parvar Shak Recipe In Gujarati)
#EB#week2#GCRપરવળ શાકનો રાજા ગણાય છે અને તેમાં પોષકતત્વોની માત્ર ભરપૂર હોવાથી તેની સીઝનમાંતેનો ફાયદો ભરપૂર ઉઠાવવો જોઈએ ,આયુર્વેદ ની દ્રષ્ટિએ પણ પરવળનું શાક ઉત્તમ મનાય છે ,તહેવાર હોય કે ભોગમાં ધરાવવાનું હોય ત્યારે લસણ ના ઉમેરવું ,અત્યારે ગણપતિ પધાર્યા હોવાથીબાપ્પા ને રોજ અન્નકૂટ ધરાવાય છે ,,જે રસોઈ કરી હોય તે તમામ ધરાવીએ છીએ ,પણ લસણ ડુંગળીવગર ,,,મેં રેસિપિમાં લખ્યું છે લસણ પણ ભોગમાં ઉપયોગ નથી કરતા જે નોંધ માટે ,,આમ તો બાપ્પાનેમીઠી વાનગી પરસાદમાં મુખ્ય હોય છે પણ સંપૂર્ણ થાળ તો ધરાવવો જ જોઈએ રોજ ,,,આ દિવસો દરમ્યાનખાસ ભોગ માટે જ અલગ અલગ shak,સંભાર ચટણીઓ રાયતા વડી પાપડ ફરસાણ બને છે ,, Juliben Dave -
ભરેલા પરવળ
- પરવળ (Pointed gourd), જે Green potato તરીકે પણ ઓળખાય છે.- મહત્વની વાત કરીએ, તો પરવળ ઘણાં બધાં પોષકતત્વો થી ભરપૂર છે, મુખ્યત્વે, "કાર્બોહાઈડ્રેટ, વિટામિન એ અને વિટામિન સી" સારા પ્રમાણમાં રહેલું છે.- આમ તો આ શાક છે, કાકડીનાં સંવર્ગનું જ તે, પણ લોકોમાં કાકડી જેટલું પ્રિય નથી.- તો, ચાલો આજે આ અણગમા ને દૂર કરવા, તમને પરવળ નું એક સ્વાદિષ્ટ ભરેલું શાક શીખવું.#ભરેલી DrZankhana Shah Kothari -
અળવી મસાલા (Arbi masala recipe in Gujarati)
અળવી એ જમીનમાં ઉગતા એક કંદમૂળનો પ્રકાર છે જે શાકભાજી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અળવી થોડું ચીકાશ પડતું કંદમૂળ છે જેના લીધે ઘણા લોકો એને પસંદ કરતા નથી પરંતુ એને જો વ્યવસ્થિત રીતે બનાવવામાં આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ શાક બની શકે છે. મેં અહીંયા અળવી નો ઉપયોગ કરીને સૂકું શાક બનાવ્યું છે જે બિલકુલ ચીકણું લાગતું નથી અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક રોટલી, દાળ અને ભાત સાથે પીરસી શકાય. જો તમને અળવી ની ચિકાશ ના લીધે અળવી બનાવવાનું પસંદ ના હોય તો આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો.#MVF#cookpadindia#cookpad_gu spicequeen -
પરવળ નું શાક (Parvar Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiપરવળ ના શાક ને સૌથી પૌષ્ટિક સબ્જી માનવામાં આવે છે. પરવળમાં ઘણા બધા વિટામિન્સ છે. પરવળમાં કેલેરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. કોલસ્ટ્રોલ ને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. Neeru Thakkar -
લીક એન્ડ પોટેટો સૂપ (Leek Potato Soup Recipe In Gujarati)
લીક એન્ડ પોટેટો સૂપ ખુબ જ સરળ અને સ્વાદિષ્ટ સૂપ નો પ્રકાર છે જે સામાન્ય રીતે બટાકા, લીક, સ્ટોક અને ફ્રેશ ક્રીમ થી બનાવામાં આવે છે. ફ્રેશ ક્રીમ ને બદલે ફુલ ફેટ દૂધ પણ વાપરી શકાય. બટાકા ને લીધે સૂપ એક્દમ ક્રીમી બને છે.#GA4#Week20#cookpadindia#cookpad_gu spicequeen -
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
પાલક પનીર પરાઠા એક હેલ્ધી અને ટેસ્ટી પરાઠા નો પ્રકાર છે જે ઘરમાં ઉપલબ્ધ સામાન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને બની જાય છે. આ રેસિપી લંચ બોક્સમાં પેક કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. પાલક પનીર પરાઠા અથાણા અને દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર ની સબ્જી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ફ્રેશ બને છે કેમકે લીલા વટાણા શિયાળા દરમિયાન માર્કેટમાં આસાનીથી મળી જાય છે અને ખૂબ જ તાજા હોય છે. આ રેસીપી ફ્રોઝન વટાણા નો ઉપયોગ કરીને પણ બનાવી શકાય પરંતુ તાજા વટાણા ની મજા કંઈક અલગ જ છે. મટર પનીર ની સબ્જી રોટી, પરાઠા, નાન કે રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SN2#Vasantmasala#Aaynacookeryclub#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ (6)