ઇન્સ્ટન્ટ લાઇવ ઢોકળા. અમદાવાદ સ્પેશિયલ (Instant Live Dhokla Ahmdava Sp. Recipe In Gujarati)

Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
શેર કરો

ઘટકો

  1. બેટર માટે
  2. 2વાટકા બાફિયા ચોખા
  3. 1/2 વાટકો ચણા ની દાળ
  4. પા વાટકો મગ ની મોગર દાળ
  5. 1વાટકો ખાટી છાશ
  6. જરૂર પ્રમાણે ગરમ પાણી
  7. ઢોકળા ના બેટર મા ઉમેરવા માટે
  8. 2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  9. થોડી કોથમીર
  10. 1/4 ચમચી હળદર
  11. 1/2 ચમચી સાજી ના ફૂલ સાથે બે ચમચી ગરમ પાણી
  12. 2 ચમચીતેલ
  13. સ્વાદ પ્રમાણેમીઠું
  14. ગાર્નિશ માટે
  15. કોથમીર
  16. લાલ મરચુ પાઉડર
  17. ઢોકળા સાથે
  18. તેલ
  19. લીલી ચટણી
  20. લસણ ની ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા અને બધી દાળ ને બે કલાક ગરમ પાણીમાં પલાળી રાખી દો

  2. 2

    બે કલાક પછી ત્રણ પાણી થી ધોઈ મિક્સી થોડી થોડી છાસ અને દાળ ચોખા નુ મિશ્રણ નાખી ઢોકળા ના બેટર જેવુ દળી લો અને એક જ ડાયરેક્સન પાંચ થી સાત મીનીટ ફેંટી લો

  3. 3

    સ્ટીમર મા પાણી નાખી ગેસ ઉપર મૂકી ગરમ કરવા મુકો

  4. 4

    બેટર ની હળદર મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરો ત્યાબાદ સાજી ના ફૂલ નાખી તેની ઉપર ગરમ પાણી નાખી સારી રીતે મિક્સ કરી લો

  5. 5

    હવે તેમાં તેલ ઉમેરી સારી રીતે મિક્સ કરી લો

  6. 6

    આદુ મરચાં ની પેસ્ટ કોથમીર નાખી ફરી થી મિક્સ કરી લો

  7. 7

    એક થાળી મા બેટર ફેલાવી ઉપર કોથમીર અને લાલ મરચુ છાંટી દસ મિનીટ સુધી પકાવો

  8. 8

    હવે થાળી બાહર કાઢી તેના નાના નાના પીસ કરી લો

  9. 9

    તૈયાર છે ગરમા ગરમ ઢોકળા લીલી ચટણી લસણ ની ચટણી તેલ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
પર

Similar Recipes