પુલી ઇન્જી (Puli inji recipe in Gujarati)

પુલી ઇન્જી આદુ ની ચટણી છે જે ફ્રેશ આદુ, લીલા મરચા, આમલી અને ગોળ નો ઉપયોગ કરી ને બનાવવા મા આવે છે. આ એક ખાટી મીઠી અને તીખી ચટણી છે જે ઓણમ સાધ્યા નો એક મહત્વ નો ભાગ છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ ચટણી નો પ્રકાર છે.

રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા તેલ ગરમ કરી રાઈ ઉમેરવી. રાઈ ફૂટે એટલે હિંગ, કરી પત્તા, લાલ મરચા ના ટુકડા, આદુ અને લીલા મરચા ઉમેરવા. આદુ ને સોનેરી રંગ નું સાંતળી લેવું.
- 2
એક કડાઈ મા આમલી નો પલ્પ, ગોળ, હળદર, લાલ મરચું, મીઠું અને પાણી ઉમેરી ગેસ પર મૂકવું. મીડિયમ તાપ પર પકાવવું.
- 3
જયારે ગોળ ઓગળે ત્યારે આદુ નું મિશ્રણ ઉમેરી મીડીયમ તાપ પર પકાવવું. વચ્ચે વચ્ચે હલાવતા રેહવું. જાડું ચટણી જેવું થાય ત્યાં સુધી પકાવવું. એકદમ ઠંડુ થાય પછી એર ટાઈટ ડબ્બા માં ભરી લેવું.
- 4
પુલી ઇન્જી ફ્રિજ મા એક બે અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે. આ ચટણી સાઇડ ડીશ તરીકે પીરસી શકાય. આ ચટણી ઓણમ સાધ્યા નો ખૂબ મહત્વ નો ભાગ છે.
Similar Recipes
More Recipes
- ગુલાબ જાંબુન પ્રિમીકસ દિવાલી રેસિપી (Gulab Jamun Premix Diwali Recipe In Gujarati)
- અમદાવાદ સ્પેશ્યલ દાળવડા (Ahmedabad Special Dalvada Recipe In Gujarati)
- આચારી દમણી ઢોકળા (જૈન લીલોતરી વગરના)
- ઈન્સ્ટન્ટ ગુલાબ જાંબુ ફેસ્ટિવલ સ્પેશિયલ (Instant Gulab Jamun Festival Special Recipe In Gujarati)
- ઘઉં ના લોટ ની નાનખટાઈ (Wheat Flour Nankhatai Recipe In Gujarati)

ટિપ્પણીઓ (4)