ઘટકો

૪૫ મિનિટ
  1. ૧ કપ મેદાનો લોટ
  2. ૧ કપ ખાંડ
  3. ૩ ચમચી તેલ
  4. ૧ ચમચી મીઠું
  5. ૨-૩ નંગ આખી ઈલાયચી
  6. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    ૧.સૌપ્રથમ એક બાઉલમાં મેંદો લઈ લેવું ત્યારબાદ તેમાં મીઠું અને તેલ નાખી લોટને મસળી લેવો. હવે તેને પંદરથી વીસ મિનિટ સુધી સાઈડમાં ટાંકીને મૂકી દેવો.

  2. 2

    હવે બીજી તરફ એક તપેલીમાં ખાંડ નાખી તેમા ૧/૨ કપ પાણી નાખી ઉકળવા માટે મૂકી દેવું.ઊકડે એટલે ચેક કરી લેવું એક તાર જેવી ચાસણી બનાવવાની છે. હવે તેમાં ઈલાયચી આખી જ ખાંડીને ઉમેરી દેવી.ચાસણી તૈયાર છે તેને ઠંડી પાડવા માટે સાઈડ માં મૂકી દેવી.

  3. 3

    હવે લોટમાંથી નાના લુઆ બનાવી તેની રોટલીઓ વણવી. આમ ચારથી પાંચ રોટલી બની જાય એટલે પહેલી રોટલી પર તેલ લગાવી કોરો લોટ છાંટવો.આમ એક પછી એક બધી રોટલી પર આ પ્રોસેસ કરવી

  4. 4

    હવે રોટલી ને ખૂણેથી બરાબર પકડી ધીમે ધીમે તેનો રોલ વાળવો. છેલ્લે રોલ પૂરો થાય ત્યારે થોડું પાણી લગાવી દેવું જેથી પડ ખૂલે નહીં. પૂરો થાય ત્યારબાદ તેના ચાકુની મદદથી મિડિયમ સાઈઝના ના કાપા પાડી લેવા. હવે તેને હથેળીની મદદથી થોડું પ્રેસ કરી વેલણથી ધીમે ધીમે વણી લેવું. આમ બધા ખાજા તૈયાર કરી લેવા.

  5. 5

    હવે એક પેનમાં તેલ ગરમ મૂકો. તેલ થોડું જ ગરમ થાય એટલે ખાજા તેમાં કરવા માટે નાખવા તેલ વધુ ગરમ ન હોવું જોઈએ. ખાજા ધીમે ધીમે ઉપર તરવા લાગશે ત્યારબાદ તેને પલટાવીને બ્રાઉન કલરના કરી લેવા. હવે તે ઠંડા પડે એટલે તેને ચાસણીમાં ડુબાડી એક પ્લેટમાં કાઢી લેવા.

  6. 6

    તો તૈયાર છે બિહારી સ્ટાઇલ ખાજા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Kala Ramoliya
Kala Ramoliya @kala_16
પર
I love cooking very much
વધુ વાંચો

Similar Recipes