ચણા મસાલા રેસ્ટોરન્ટ સ્ટાઇલ (chana masala recipe in Gujarati)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
2 serv
  1. ચણા બાફવા માટે **
  2. 1 કપચણા
  3. 1/4 ટીસ્પૂનબેકિંગ સોડા
  4. 3/4નમક
  5. પાણી જરૂર મુજબ
  6. ચણા મસાલા માટે **
  7. 5-6બ્લેક મરી
  8. 2 ટીસ્પૂનઆખા ધાણા
  9. 3 નંગઈલાયચી
  10. 2 ટીસ્પૂનજીરું
  11. 5-6લવિંગ
  12. 1 ઇંચદલચીની સ્ટીક્સ
  13. 2 ટીસ્પૂનવરિયાળી
  14. 4 નંગઆખા લાલ મરચા ડ્રાય
  15. ચણા મસાલા બનાવવા માટે **
  16. 2 ટેબલ સ્પૂનઘી
  17. 2 ટીસ્પૂનજીરુ
  18. 2-3તેજ પત્તા
  19. 2મોટી ડુંગળી કાપેલી નાની
  20. 1 ટીસ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  21. 2 નંગટામેટા પ્યુરી
  22. નમક સ્વાદ મુજબ
  23. 1 ટીસ્પૂનકસ્તુરી મેથી

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કૂકર માં ચણા લઈ ને તેમાં સોડા અને મીઠું નાખીને તેમાં જરૂર મુજબ પાણી નાખીને તેને બોઇલ કરવા.

  2. 2

    હવે બોયલ થઈ જાય એટલે તેને એક અલગ બોલ માં કાઢી લેવા.

  3. 3

    હવે બધા ખડા મસાલા લઈ ને એક પેન લઈ ને તેમાં બધા ખડા મસાલા ને બરાબર 5 થી 6 મિનિટ સુધી શેકાવા દેવા.

  4. 4

    હવે મસાલા ઠંડા થઇ જાય એટલે તેને મીકસર જાર લઈ ને તેમાં બરાબર ક્રશ કરીને મસાલો રેડી કરી લેવો અને એક અલગ બોલ માં કાઢીને રાખવો.

  5. 5

    હવે એક પેન લઈ ને તેમ ઘી નાખીને તેમાં તેજ પત્તા અને જીરુ નાખીને તેને શેકવું.

  6. 6

    હવે તેમાં ડુંગળી નાખીને તેને 3 થી 4 મિનિટ સુધી શેકવું.

  7. 7

    હવે ડુંગળી થોડી શેકાઈ એટલે તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખીને શેકવું.

  8. 8

    હવે તેમાં ટોમેટો પ્યુરી નાખીને તેને બરાબર બધું મિક્સ કરવું. અને જરૂર મુજબ નમક નાખવું જેથી ટોમેટો જલ્દી શેકાઈ જાય.

  9. 9

    હવે તેમાં બધા મસાલા રેડ ચીલી પાઉડર. ગરમ મસાલો. ધાણા પાઉડર. બધા મસાલા નાખવા.

  10. 10

    હવે તેમાં બાફેલા ચણા એડ કરવા અને બરાબર મિક્સ કરવા. અને તેને 5 મિનિટ માટે ઉકાળવું અને જરૂર પડે તો થોડું પાણી નાખવું.

  11. 11

    હવે તેમાં કસ્તુરી મેથી નાખવી અને મિક્સ કરવું.

  12. 12

    હવે તેમાં ફ્રેશ ધાણા નાખવા અને મિક્સ કરીને ગરમ ગરમ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
મેહુલ પ્રજાપતી કાનુડો
પર
I Love cooking because cooking is my hobby...
વધુ વાંચો

Top Search in

Similar Recipes