સેવ, ગાંઠીયા (sev, gathiya Recipe in Gujarati)

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
Vadodara

#સમર
ઘરમાં નાસ્તા માટે આજે બનાવી સેવ અને ગાંઠીયા.. ઉનાળામાં ગરમી માં પાણી પીને જ પેટ ભરાઈ જાય..તો જમવા માટે બેસીએ તો ભુખ નથી હોતી.. એટલે બપોરે ચા સાથે નાસ્તા માટે બનાવી લીધા સેવ મમરા માટે સેવ અને આ ગાંઠીયા આ તેલ પાણી નાં જ છે.. આમાં મેં સોડા નો ઉપયોગ જરાય કર્યો નથી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 વાટકીપાણી
  2. 1/2 વાટકીતેલ
  3. 1અને 1/2 વાટકી ચણા નો લોટ
  4. 1/4 ચમચીહિંગ
  5. 1/4 ચમચીહળદર
  6. 1 ચમચીઅજમો
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તેલ અને પાણી સરખે ભાગે ભેગાં કરી તેમાં હિંગ અને મીઠું નાખી ને હળદર નાખીને બરાબર મિકસી થી ફેંટી લો.. સફેદ કલરનુ થાય એટલે તેમાં લોટ ચાળી લેવો અને મિક્સ કરી લો હવે લોટ ને પાંચ થી સાત મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો હવે બરાબર દસ મિનિટ માટે મસળી લો...

  2. 2

    હવે એક સંચા માં સેવ ની ચકરી લગાવી ને તેલ ગરમ મૂકી તેમાં સેવ પાડી ને બરાબર તળાઈ જાય એટલે ઉતારી લો..આજ લોટ માં થી ચકરી બદલી ગાંઠીયા પાડી લો..અને પટ્ટી ગાંઠીયા પણ બનાવી લો..

  3. 3

    આ રીતે સરસ સેવ અને ગાંઠીયા ઉતારી લો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
પર
Vadodara

ટિપ્પણીઓ (4)

Similar Recipes