રજવાડી ડ્રાય ફ્રુટ મુરબ્બો (Rajwadi Murabbo Recipe in Gujrati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#કૈરી
અથાણું-૨
આજે તોતાપુરી કેરીની છીણનો ગળ્યો છુંદો જેમાં હું કાજુ-બદામના ટુકડા, કેસર તાંતણા તેમજ પાકી હાફુસ કેરીના ટુકડા ઉમેરીને બનાવું છું જેથી બાળકો પણ સહેલાઈથી ખાય છે. એટલે એનું નામ રજવાડી મુરબ્બો આપ્યું છે જે ખરેખર ખૂબ જ સરસ લાગે છે અને આખું વર્ષ ખાવાની મજા જ આવી જાય છે. આમાં કેરીની છીણ કરતા ખાંડનું પ્રમાણ દોઢ ગણું લેવાનું રહેશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક+30 મિનિટ
  1. 2+1/2 કિ.ગ્રા. તોતાપુરી કેરીની મોટી છીણ
  2. 3.750 કિલોગ્રામ ખાંડ
  3. 5પાકી હાફુસ કેરીના ટુકડા
  4. 10-12લવિંગ
  5. 3 ટુકડાતજ
  6. 15-20બદામના ફાડીયા (વધુ અથવા ઓછી લ‌ઈ શકો)
  7. 15-20કાજુ ટુકડા
  8. 1 ચમચીઈલાયચીના દાણા
  9. 8-10કેસરના તાંતણા

રાંધવાની સૂચનાઓ

1 કલાક+30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કેરી ધોઈને છાલ ઉતારી મોટી છીણી વડે છીણી લો. છીણના વજન કરતાં દોઢ ગણી ખાંડ લઈ જે તપેલીમાં બનાવવું હોય એમાં છીણ અને ખાંડ મિક્સ કરી લો. મેં સાંજે મિક્સ કરી સવારે બનાવવા મૂક્યો હતો એટલે બધી ખાંડ ઓગળી જાય.

  2. 2

    હવે તપેલી ગેસ પર ગરમ કરવા મૂકો અને તજ, લવિંગ ઉમેરો.20 થી 25 મિનિટ સુધી તબડાવો.સતત હલાવતા રહેવું.

  3. 3

    હવે કાજુ ટુકડા,બદામ, ઈલાયચીના દાણા નાખી હલાવી લો. હાફુસ કેરીના ટુકડા ઉમેરીને બરાબર મિક્સ કરી 20 થી 25 મિનિટ સુધી થવા દો. હલાવતા રહો.

  4. 4

    હાફુસ કેરીના ટુકડા ચડી જાય એટલે કેસરના તાંતણા ઉમેરો બરાબર હલાવી લો.20 થી 25 મિનિટ સુધી થવા દો.

  5. 5

    ચાસણી ડીશમા કાઢી જુઓ આ રીતે ધીમે ધીમે નીચે આવે એટલે ગેસ બંધ કરી 10 મિનિટ સુધી હલાવતા રહો.

  6. 6

    ઠંડુ થાય એટલે બીજા દિવસે સવારે એરટાઈટ બરણીમાં આખું વર્ષ માટે ભરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ (11)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
અમે તો ફક્ત કાચી કેરી નો જ મુરબ્બો બનાવીએ ,પાકી કેરી એડ થાય એ પહેલી વાર જોયું 👍 ગ્રેટ 💐

Similar Recipes