મેક્સીકન બરિતો

Manisha Desai
Manisha Desai @manisha12
Surat
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામરાજમા
  2. 2બાફેલા બટાકાં
  3. 1 વાડકીલીલો કાંદો
  4. 1 વાડકીલીલા ધાણા
  5. 1 વાડકીઝીણા સમારેલા સુકા કાંદ
  6. 4ટામેટાં ઝીણા સમારેલા
  7. 1કેપ્સીકમ ઝીણું સમારેલા
  8. 1 વાડકીબાફેલા મક્કાઈ ના દાણા
  9. 15કડી સુકુ લસણ ઝીણું સમારેલ
  10. 5લીલા મરચા ઝીણા સમારેલા
  11. 1 વાડકીકોબીજ ની સ્લાઈસ
  12. 3 ચમચીચિલિફ્લેક્સ
  13. 2 ચમચીરેડ ચીલી સોસ
  14. 4-5 ચમચીટોમેટો કેચપ
  15. 1/2 વાડકીમેયોનિઝ
  16. 2 ચમચીસેજ્વાન ચટણી
  17. 1 ચમચીચાટ મસાલો
  18. 1/2 ચમચીહદદર
  19. 2 ચમચીલાલ મરચું
  20. 1 ચમચીલીંબુ નો રસ
  21. મીઠુ સ્વાદ મુજબ
  22. 3 ચમચીતેલ
  23. ચીઝ જરુરીયાત પ્રમાણે
  24. બરિતો ના લોટ માટૅ
  25. 2 કપમેંદો
  26. 2 ચમચીતેલ
  27. 1 ચમચીમીઠુ
  28. 1 ચમચીખાંડ
  29. 1/2 ચમચીડ્રાઈ યીસ્ટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ખાંડ અને યીસ્ટ ને 1/2વાડકી પાણી મા નાખી ફીણી લ્યો.પછી મેંદો લઈ એમા મીઠુ અને તેલ અને યીસ્ટ વાળુ પણી ઉમેરી રોટલી જેવો લોટ બાંધી લ્યો.પછી ઢાંકી ને એક કલાક રેવા દો.પછી જોસો તો લોટ ફુલી ને ડબલ થઈ ગયો હસે.હવે એને પ્લેટ ફોર્મ પર સુકો મેંદો લય બાંધેલો લોટ લઈ દસ મિનિટ સુધી મસળી ને સરસ હાથ પર ના લાંગૅ એવો સ્મુધ બનાવી એક સરખા લુવા વાડી દો.

  2. 2

    હવે એક લુવો લઈ મોટી રોટલી વણી ફોગ વડે એના પર કાણાં પાડી નોનસ્ટીક તવી પર કાંચીપાકિ સેકી દો.બધી રોટલી આ રીતે બનાવી ને કપડુ ઓઢાડી રહેવા દો.

  3. 3

    હવે એક કઢાઈ માં 3 ચમચી તેલ લઈ એમા 1 ચમચી જેટલુ ઝીણું સમારલુ લસણ નાખી સાતડી એમા 6 થી 7 ઝીણા સમારેલા મરચાં,2 ચમચી ઝીણો સમારલો કાંદો,કેપ્સીકમ એક ચમચી જેટલુ,બે ટામેટા ઝીણા સમારેલા નાખી બરાબર ચડી જાય ત્યાં સુધી થવા દો.હવે એમા રેડ ચીલી સોસ,ચીલી ફ્લેક્સ,ટોમેટો સોસ 3 ચમચી,મીઠુ,હદદર,1 ચમચી લાલ મરચુ નાખી મિક્ક્ષ કરી દો પછી એમા બાફેલા રાજમા અને બાફીને ક્રશ કરેલા બટાકાં ઉમેરી સરસ મિક્સ કરી લીલા ધાણા અને લીલો કાંદો થોડો નાખી ગેસ પર થી ઉતારી બાઊલ માં કઢી થંડુ પડવા દો.

  4. 4

    હવે સાલ્સા બનવી દો કાંદો,ટામેટા,કેપ્સીકમ,1 ચમચી લસણ,લીલો કાંદો,મીઠુ,સેઝવાન ચટણી.લીંબુ નો રસ.ચિલિસોસ,2 ચમચી ટોમેટો સોસ.ચાટ મસાલો બધુ મિક્સ કરી 10 મિનિટ રેહવા દો.

  5. 5

    હવે મેયોનિઝ મા મક્કાઈ ના દાણા.લીલા મરચા ઝીણા સમારેલા,કેપ્સીકમ,લીલો કાંદો,ધાણા ઉમેરી સલાડ બનાવિ લ્યો.હવે કોબીજ ને લાંબી પાતળી સ્લાઈસ માં સમારી દો.બધુ રેડી રાખો.

  6. 6

    હવે બનાવેલ બરિતોના બેઝ પર એક બાજુ 3 ચમચી જેવુ રાજમા નુ મિસરણ મુકો એના પર સલ્સા નુ બે ચમચી જેવુ લેયર મુકો પછી મેયોનિઝ વાળુ સલાડ મુકી ઉપર કોબીજ ની સ્લાઈસ મુકી એક ક્યુબ જેટલી ચીઝ છીણી લ્યો.

  7. 7

    હવે બેઝ ની કિનારી પર મેંદો ની સ્લરિ લગાવી બંને બાજુ થી ફોઇલ્ડ કરી રોલ વાડી લ્યો અને આ રીતે બધાજ બરિતો બનવી લ્યો પછી બેન્કિંગ ટ્રે મા બે રોલ લય 15 મિનિટ માટૅ બેક કરી પછી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes