મગ ની દાળ નો શીરો(mag dal no siro in Gujarati)

Bijal Preyas Desai
Bijal Preyas Desai @Bijal2112
palsana surat
શેર કરો

ઘટકો

૩૫ થી ૪૦ મિનિટ
૩ લોકો
  1. ૧૦૦ ગ્રામ મગ ની દાળ(પીળી)
  2. ૧૫૦ ગ્રામ ઘી
  3. ૧૧૦ ગ્રામ ખાંડ
  4. ૪૦૦ મિલિ દૂધ
  5. ઇલાયચી પાઉડર
  6. બદામ કતરણ
  7. ૧ ચમચીપાણી(દાળ પીસવવા માટે)

રાંધવાની સૂચનાઓ

૩૫ થી ૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાળ ને ૫-૭ કલાક બોળી કોરી કરી જરાક પાણી પીસી લેવું(દરદરું પીલવું)

  2. 2

    હવે એક કઢાઈ માં ધી લો ધી ગરમ થાય એટલે તેમાં પીસેલી દાળ નાંખી ધીમે ધીમે મિક્ષ કરો. હવે કલર બદલાય ત્યાં સુધી ધીમી આંચ પર શેકો.

  3. 3

    હવે બરાબર શેકાય જાય એટલે તેમાં દૂધ નાંખી મિક્ષ કરો.

  4. 4

    હવે બરાબર મિક્ષ થાય એટલે તેમાં ખાંડ નાંખી વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.હવે ઇલાયચી નાંખી કરી ૨ મિનિટ ધીમી આંચ પર સીજાવા દેવુ. બદામ ની કતરણ, પીસ્તા નાંખી સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bijal Preyas Desai
પર
palsana surat

ટિપ્પણીઓ

Similar Recipes