તીખા ધૂધરા(tikha ghughra recipe in gujarati)

Bhavini Naik
Bhavini Naik @cook_20529071

#વેસ્ટ
આ જામનગર માં લોકપ્રિય વાનગી છે જે જામનગર જાય તે આ ખાઈ ને આવે છે.આ ખૂબ સ્વાદિષ્ટ વાનગી છે.

તીખા ધૂધરા(tikha ghughra recipe in gujarati)

#વેસ્ટ
આ જામનગર માં લોકપ્રિય વાનગી છે જે જામનગર જાય તે આ ખાઈ ને આવે છે.આ ખૂબ સ્વાદિષ્ટ વાનગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ મેંદો
  2. ૨ સ્પૂનતેલ
  3. જરૂર મુજબ પાણી
  4. સ્ટફિંગ માટે
  5. ૨ નંગમોટા બાફેલા બટાકા
  6. ૧/૨બાઉલ બાફેલા વટાણા
  7. ૧ સ્પૂનલીલા મરચાં ની પેસ્ટ
  8. ૧ સ્પૂનઆદુ ની પેસ્ટ
  9. મીઠું સ્વાદ મુજબ
  10. ૧ સ્પૂનઆમચૂર પાઉડર ન નાંખવો હોય તો લીંબુ નો રસ નાખી શકાય
  11. ૧ (૧/૨ સ્પૂન)ગરમ મસાલો
  12. ગાર્નિશ માટે
  13. મોળી સેવ
  14. દાડમ ના દાણા
  15. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સવ થી પહેલા એક બાઉલ માં મેંદો લઈ તેમાં તેલ નું મોણ મુઠીયા પડતું મૂકવું પછી પાણી નાખી લોટ બાંધવો લોટ બહુ નરમ કે કઠણ નહિ બાંધવો મિડયમ બાંધવો, હવે લોટ ને પંદર મિનિટ ઢાંકી ને રાખવી એટલે કે રેસ્ટ આપવો.

  2. 2

    હવે એક બાઉલ માં બટાકા લઈ તેને છુંદી લેવા હવે તેમાં વટાણા નાખવા, હવે તેમાં લીલાં મરચાં ની પેસ્ટ, આદુ ની પેસ્ટ, મીઠું, આમચૂર પાઉડર ને ગરમ મસાલો નાખી બઘું બરાબર મિક્સ કરી લેવું

  3. 3

    હવે મસાલા ના લંબગોળ ગોળા બનાવી લેવા, પછી મેંદા ની નાની પૂરી વણી તેમાં મસાલા વાળો લુવો મૂકી તેની બને ધાર ભેગી કરી બંધ કરવી કાંગરી વાળવી આવી રીતે બધા ધૂધરા તૈયાર કરી લેવા.

  4. 4

    હવે પેન માં તેલ ગરમ કરવા મૂકવું ગેસ ની ફલેમ મિડયમ રાખવી તેલ ગરમ થાય એટલે તેમાં ધૂધરા ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળી લેવા હવે ધૂધરા તૈયાર છે.

  5. 5

    હવે એક ડિશ માં ઘૂઘરા તોડી ને મૂકવા પછી તેની ઉપર ખજૂર આમલીની ચટણી,ગ્રીન ચટણી ને લસણ ની ચટણી નાખવી હવે તેની ઉપર સેવ,દાડમ ના દાણા,કોથમીર નાખી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavini Naik
Bhavini Naik @cook_20529071
પર

Similar Recipes