બેક્ડ વેજીટેબલ્સ ઈન વ્હાઇટ સોસ (Baked Vegetables In White Sauce Recipe In Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

Happy World Baking Day

#Cooksnsp

આજે વર્લ્ડ બેકીંગ ડે પર મેં અહીં બેક્ડ વેજીટેબલ ઈન વ્હાઇટ સોસ બનાવ્યા છે.
એકદમ સરળતાથી બની જાય એવી આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. બાળકોથી લઈને ઘરની દરેક વ્યક્તિને પંસદ આવે એવી આ વાનગી છે.

બેક્ડ વેજીટેબલ્સ ઈન વ્હાઇટ સોસ (Baked Vegetables In White Sauce Recipe In Gujarati)

Happy World Baking Day

#Cooksnsp

આજે વર્લ્ડ બેકીંગ ડે પર મેં અહીં બેક્ડ વેજીટેબલ ઈન વ્હાઇટ સોસ બનાવ્યા છે.
એકદમ સરળતાથી બની જાય એવી આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. બાળકોથી લઈને ઘરની દરેક વ્યક્તિને પંસદ આવે એવી આ વાનગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 થી 25 મિનિટ
3 વ્યક્તિ
  1. ➡️ 300 ગ્રામ મિક્સ વેજીટેબલ
  2. લાલ, પીળું, લીલું કેપ્સિકમ, ફણસી
  3. મશરૂમ, ગાજર, બ્રોકલી, મકાઈના દાણા
  4. 1+1/2 ચમચી ચીલી ફ્લેક્સ
  5. 1 ચમચીઓરેગાનો
  6. 1 ચમચીગાર્લિક સોલ્ટ
  7. 1 ચમચીમિક્સ હર્બસ
  8. 1/4 ચમચીમીઠું
  9. 1 ચમચીમરી પાઉડર
  10. 2 ચમચીબટર
  11. 1 ચમચીઓલિવ ઓઈલ
  12. ➡️ વ્હાઇટ સોસ બનાવવા માટે
  13. 50 ગ્રામબટર
  14. 80 ગ્રામમેંદો
  15. 200મિલી દૂધ
  16. 100 ગ્રામચીઝ
  17. 1 ચમચીલસણની પેસ્ટ
  18. 1-1+1/2 ચમચી ચીલી ફ્લેક્સ
  19. 1 ચમચીઓરેગાનો
  20. 1/2 ચમચીમરી પાઉડર
  21. 1/4 ચમચીજાયફળ પાઉડર
  22. 1 ચમચીમિક્સ હર્બસ
  23. સ્વાદાનુસાર મીઠું
  24. ➡️ અન્ય સામગ્રી
  25. જરૂર મુજબ છીણેલું ચીઝ
  26. બ્લેક ઓલિવ
  27. હેલોપેનો
  28. ઓરેગાનો, ચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો અને વેજીટેબલ સમારી લો.

  2. 2

    હવે વ્હાઇટ સોસ બનાવવા માટે એક પેનમાં બટર ઓગળે એટલે તેમાં મેંદો ઉમેરો બરાબર મિક્સ કરી 3 થી 4 મિનિટ સુધી સાંતળો. હવે તેમાં ધીરે ધીરે દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી લો.હવે તેમાં બાકીની સામગ્રી ઉમેરી બરાબર મિક્સ કરી 1 કપ પાણી ઉમેરી 2 થી 3 મિનિટ સુધી થવા દો.

  3. 3

    હવે એક પેનમાં તેલ અને બટર ઉમેરી બધા વેજીટેબલ ઉમેરી બરાબર મિક્સ કરી લો. 2 મિનિટ બાદ તેમાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મરી પાઉડર, મીઠું, મિક્સ હર્બસ, ગાર્લિક સોલ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી 2 થી 3 મિનિટ સુધી થવા દો.

  4. 4

    હવે વેજીટેબલને વ્હાઇટ સોસમા ઉમેરો બરાબર મિક્સ કરી લો.

  5. 5

    હવે ગ્રીસ કરેલી બેકીંગ ડીશ માં વેજીટેબલ ઉમેરી ઉપર ચીઝ પાથરો. બ્રેડ ક્રમ્સ ભભરાવી દો. ઓલિવ, હેલોપીનો ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો. પ્રિહિટેડ ઓવનમા 12 થી 15 મિનિટ માટે 180° તાપમાન પર બેંક કરવા મૂકો. અથવા હેવી બોટમવાળા પ્રિહિટેડ પેનમાં ગેસ પર 12 થી 15 મિનિટ સુધી ઢાંકીને બેક કરો.

  6. 6

    તૈયાર છે બેક્ડ વેજીટેબલ ઈન વ્હાઇટ સોસ જે પાસ્તા કે ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes