સ્ટફડ ભેળ કચોરી (Stuffed Bhel Kachori Recipe In Gujarati)

આપણે ખાવાના શોખીન જીવ😄 એટલે ચટપટુ ખાવા જોયે... ભેળ અને કચોરી બન્ને વાનગી આપણે બનાવતા જ હોય છે પરંતુ બન્ને સાથે મળી જાય તો મજા આવી જાય અને સાથે કચોરી પણ સ્ટફીગ ભરી ને કરીએ એટલે કચોરી નુ પડ પણ બહુ જ સરસ લાગે એકવાર જરુર ટ્રાય કરજો.
સ્ટફડ ભેળ કચોરી (Stuffed Bhel Kachori Recipe In Gujarati)
આપણે ખાવાના શોખીન જીવ😄 એટલે ચટપટુ ખાવા જોયે... ભેળ અને કચોરી બન્ને વાનગી આપણે બનાવતા જ હોય છે પરંતુ બન્ને સાથે મળી જાય તો મજા આવી જાય અને સાથે કચોરી પણ સ્ટફીગ ભરી ને કરીએ એટલે કચોરી નુ પડ પણ બહુ જ સરસ લાગે એકવાર જરુર ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
સુજી, મેંદો અને મીઠુ મીકસ કરી નવશેકા પાણી થી લોટ બાંઘી 20 મીનીટ મુકી દો.
- 2
ચણા ના લોટ મા બેકીગ સોડા, લાલ મરચુ પાઉડર, તેલ ઉમેરી મીકસ કરો.
- 3
લોટ માથી નાની પૂરી વણી બનાવેલુ સ્ટફીગ વચ્ચે મુકી, પેક કરી ફરી કચોરી વણી લો.
- 4
ગરમ તેલ મા ધીમા તાપ પર તળી લો.
- 5
ભેળ માટે ની બધી જ સામગ્રી મિક્સ કરી લો.
- 6
કચોરી ને હાથથી વચ્ચેથી થોડુ તોડી લો. અંદર ખજૂર ની ચટણી, કોથમીર ની ચટણી ઉમેરો. મનપસંદ રીતે ભેળ સ્ટફડ કરી લો.
- 7
સ્ટફડ ભેળ કચોરી તરત જ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભેળ કચોરી (Bhel Kachori Recipe In Gujarati)
ભેળ કચોરી એ ખૂબ જ સ્વાદિષ્ટ ચાટ નો પ્રકાર છે જેમાં મેંદા અને રવા માંથી બનાવવામાં આવતી પ્લેન કચોરીમાં મમરા, બુંદી, સેવ, અલગ અલગ પ્રકારની ચટણીઓ, મીઠું દહીં, ધાણા, કાંદા અને દાડમ ઉમેરવામાં આવે છે. આ બધી વસ્તુઓ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સરળ અને ટેસ્ટી નાસ્તા માં વપરાતી બધી જ વસ્તુઓ અગાઉથી બનાવીને તૈયારી કરી શકાય છે અને પીરસતી વખતે એસેમ્બલ કરીને પીરસી શકાય. ભેળ કચોરી નાસ્તા તરીકે, સ્ટાર્ટર અથવા તો લાઈટ મીલ તરીકે સર્વ કરી શકાય.વડોદરાની પ્યારેલાલની કચોરી ખુબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. એ જ કચોરી મેં બનાવી છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બની છે.#CT#cookpadindia#cookpad_gu spicequeen -
વડોદરાની ફેમસ ભેળ કચોરી (Vadodara Famous Bhel Kachori Recipe In Gujarati)
#CT#મારા સિટી વડોદરા ની ફેમસ વાનગી પ્યારેલાલ ની ભેળ કચોરી આમ જુવો તો વડોદરામાં ઘણી બધી વાનગીઓ ફેમસ છે. એમાં પણ વડોદરા ની જે ફેમસ વાનગીઓ છે તે વિદેશ બહાર પણ એટલી જ પ્રખ્યાત છે. એવી જ રીતે વડોદરા સિટી ની ફેમસ મંગળબજાર ના લહેરીપુરા ના ખાંચા ની ભેળ કચોરી સૌથી વધારે પ્રખ્યાત છે અને એકદમ ટેસ્ટી છે. તેને પ્યારેલાલ ની કચોરી કે ભેળ કચોરી ના નામે પણ ઓળખવામાં આવે છે. આ વડોદરા ની પ્યારેલાલ ની કચોરી તો હું નાનપણ થી ખાતી આવું છું. કારણ કે મારું નેટિવ પ્લેસ જ વડોદરા છે. હું જ્યારે નાની હતી ત્યારે મારી મમ્મી મને શૉપિંગ કરવા સિટી માં લઇ જાય ત્યારે અચૂક થી આ પ્યારેલાલ ની કચોરી ખવડાવે જ. એ કચોરી એટલી મોટી હોય છે કે એ મોંઢા માં પણ આખી જતી નથી...પરંતુ તમે આ ભેળ કચોરી એક જ ખાવ તો પેટ ભરાઈ જાય છે...તો તમે પણ જ્યારે વડોદરા ની મુલાકાત લો તો આ પ્યારેલાલ ની કચોરી અવશ્ય ટેસ્ટ કરજો.. મેં પણ પ્યારેલાલ કચોરી જેવી જ કચોરી બનાવવાનો પ્રયાસ કર્યો છે...જે એકદમ ટેસ્ટી, સ્વાદિસ્ટ ને એકદમ ક્રિસ્પી બની હતી...😋😍🤗 Daxa Parmar -
ભેળ કચોરી (Bhel Kachori Recipe In Gujarati)
#CT#મારુVadodara#Cookpadgujarati#Cookpadindiaઆમ જુવો તો વડોદરામાં ઘણી બધી વાનગીઓ ફેમસ છે.એવી જ રીતે મંગળબજારની ભેળ કચોરી સૌથી વધારે પ્રખ્યાત છે અને એકદમ ટેસ્ટી છે. તેને પ્યારેલાલ ની કચોરી કે બુંદી કચોરી ના નામે પણ ઓળખવામાં આવે છે. Isha panera -
મેંદા ની ભેળ કચોરી (Maida Bhel Kachori Recipe In Gujarati)
#Guess The Word ચટપટી મેંદાની ભેળ કચોરી Jayshree Doshi -
દહીં કચોરી ચાટ (Dahi Kachori Chat Recipe In Gujarati)
#GA4#Week6Keyword: Chat#cookpad#cookpadindiaચાટ નું નામ સાંભળીને જ મોઢા માં પાણી આવી જાય છે. આ ડીશ આપડે સાંજ ના નાસ્તા મા કે ડિનર મા ખાઈ શકીએ છીએ. બહુ ઓછાં ingredients થી અને જલ્દી બની જાય છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26આજે મે ભેળ બનાવી છે,લગભગ બધા ને પસંદ જ હોય છે,ભેળ ને નાસ્તા મા અને સાંજે જમવામા પણ લઈ શકાય છે અમારા ઘરમા તો બધા ને ખુબ જ પ્રિય છે,તો તમે પણ આ રીતે આવી ચટપટી ભેળ જરુર બનાવો. Arpi Joshi Rawal -
-
દહીં કચોરી ચાટ (Dahi Kachori Chaat Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiચટપટી વાનગી ની વાત આવે એટલે ચાટ અપં ને પેહલા યાદ આવે.કચોરી ચાટ રાજસ્થાન ની એક ખુબજ ફેમસ ડીશ છે. આ એક ખુબજ ચટપટી અને ટેસ્ટી ડિશ છે જે સૌ ખાવાનું પસંદ કરે છે. તો ચાલો આજે આપડે જોઈએ એક ખુબજ સરળ સ્વાદિષ્ટ રેસીપી. Mitali Chavda (Mitali Darshan Vala) -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4 #Week26ભેળ નામ સાંભળીને જ મોઢા માં પાણી આવી જાય. ભેળ સામાન્ય રીતે મમરા, બાફેલા બટાકા અને ચટણીઓ વાપરીને બને છે.ભેળ અલગ અલગ પ્રકારની બનતી હોય છે તે જ રીતે અલગ અલગ જગ્યાએથી તેના નામ પણ અલગ છે.જેમકે બેંગ્લોર મા ચુરુમુરી ,કોલકતા મા ઝાલ મુરી. અહીં આપણે રેગ્યુલર ગુજરાતી ભેળ બનાવીશું. Chhatbarshweta -
આલુ કચોરી(Aloo kachori recipe in gujarati)
#આલુકચોરી નું પુરણ અલગ અલગ પ્રાંત પ્રમાણે અલગ હોઈ છે. ઉત્તર પ્રદેશ , આગ્રા ની કચોરી ખૂબ વખણાય છે. અહીંયા બટેટા ની પુરણ ભરી ને ક્રિસ્પી કરકરી એવી કચોરી બનાવેલ છે. બધા ને ખૂબ પસંદ આવશે. આ કચોરી સવારે અથવા સાંજે નાસ્તા માં લઇ શકાય. Shraddha Patel -
ભેળ (Bhel recipe in gujarati)
#GA4#Week26ચટપટું ખાવાનું નામ આવે અને ભેળ યાદ ન આવે એવું બને જ નહીં. ભેળ નાના મોટા સૌ કોઈ ને પ્રિય હોય છે. તેમજ કોઈ પણ સમયે ખાવાની મજા જ આવે. અલગ અલગ વેરીએશન કરી ને ભેળ બનાવી શકાય. Shraddha Patel -
રોટી ભેળ (Roti Bhel Recipe In Gujarati)
#હેલ્થી#GH# ભેળ વધેલી રોટલીને તળીને તેમાંથી બનાવી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે .નાના મોટા સહુને ગમે તેવી આ ભેળ છે. Harsha Israni -
ભેળ સંજોલી કચોરી
#GA4 #Week26 ભેળ સંજોલી પૂરી કડક ફૂલેલી તળી ને એક ડીશ માં મૂકી તેમાં ભેળ ભરી ઉપર ખજુર, ધાણા, અને લસણ ની ચટણી , ઝીણી સેવ અને ડુંગળી, બુંદી સાથે સર્વ કરાય છે Bina Talati -
બોમ્બે સ્ટાઈલ સૂકી ભેળ (Bomabay Style Suki Bhel Recipe In Gujarati)
#GA4 #Week26ભેળ નું નામ સાંભળી ને જ મોમાં પાણી આવી જાય છે. ચાલો આજે હું તમને બોમ્બે ની સૂકી ભેળ શીખવાડું.એમ તો ભેળ સૂકી, ભીની ભેળ, સેવ પૂરી જુદી જુદી બનાવી શકાય છે. પણ આ સૂકી ભેળ બહુ જ ફટાફટ બની જાય છે. બધું રેડી હોય તો 2 મિનિટ માં જ બની જાય છે. Arpita Shah -
ભીનું ભેળ(Bhini Bhel Recipe In Gujarati)
#ફટાફટમેં આજે ભીનું ભેળ બનાવી છે તમે પહેલી વાર સાંભળ્યું હશે કે ભીનું ભેળ શું હોય છે અમારે ત્યાં આ ભેળ મળે છે તેમાં બધા જ સલાડ સાંતળવામાં આવે છે. તેને સોફ્ટ કરી દેવામાં આવે છે પછી ભેળ બનાવવામાં આવે છે જે ખાવામાં બહુ જ સરસ અને સોફ્ટ લાગે છે. મેં આમાં ડુંગળી નથી ઉમેરી તમે આમાં ડુંગળી પણ ઉમેરી શકો છો. Pinky Jain -
પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati)
#RC3આપણે કચોરી મગ દાળની, પ્યાઝ કચોરી વગેરે બનાવીએ છીએ, પણ આજે મૈં બીટની કચોરી એટલે કે પિન્ક ખસ્તા કચોરી બનાવી છે, જે ખુબ જ ટેસ્ટી લાગે છે. નાના મોટા દરેક ને આ પિન્ક ખસ્તા કચોરી ગમશે જ. મૈં મેંદાના લોટ મા બીટની પ્યુરી ઉમેરી લોટ બાંધ્યો છે જે પિન્ક કલરનું છે અને સ્ટફિન્ગમા મગની દાળ જ લીધી છે એટલે જ આ રેસિપીનું નામ પિન્ક ખસ્તા કચોરી છે. Harsha Israni -
ભેળ કચોરી વડોદરા ફેમસ (Bhel Kachori Vadodara Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JWC2 Sneha Patel -
ફતેહ કી કચોરી (Fateh Ki Kachori Recipe In Gujarati)
#નોર્થઆ કચોરી દિલ્હી નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.મેં જ્યારે પેહલી વાર દિલ્હી માં ટેસ્ટ કર્યું ત્યાર થી મારૂં ફેવરિટ છે.એ પછી તો જ્યારે જ્યારે દિલ્હી જવ ત્યારે સૌથી પહેલા કચોરી ટેસ્ટ કરવા જાવ.કચોરી(મઠરી) ઉપર બાફેલા વટાણા અને ચટણી એડ કરી ને બનાવવા માં આવે છે. Avani Parmar -
સુરતી ભેળ (Surti Bhel Recipe in Gujarati)
#GA4#Week26 ભેળ એ એક અમુક પદાર્થો અને ચટણીઓને મિશ્ર કરી બનાવાતી વાનગી છે. જે વાનગી વસ્તુઓની ભેળવણી કરવાથી તૈયાર થઈ જાય તે ભેળ. ભેળ સામાન્ય રીતે મમરા, બાફેલા બટાકા અને ચટણીઓ વાપરીને બને છે. તેના ચટપટા સ્વાદને કારણે તે ચાટ શ્રેણીના ખાદ્ય પદાર્થમાં આવે છે. ભેળપૂરી એક ગુજરાતી વાનગી છે. જે મુંબઈ આવીને અહીંની સાંસ્કૃતિમાં ભળી ગઈ અને મુંબઈની એક ઓળખ બની ગઈ. ભેળ એ એક અમુક પદાર્થો અને ચટણીઓને મિશ્ર કરી બનાવાતી વાનગી છે. જે વાનગી વસ્તુઓની ભેળવણી કરવાથી તૈયાર થઈ જાય તે ભેળ. ભેળપૂરી સમગ્ર ભારતમાં બનાવાય છે અને વિવિધ પ્રદેશોમાં તે વિવિધ નામથી ઓળખાય છે. જેમકે, બેંગલોરમાં ચુરુમુરી, કોલકાતામાં ઝાલ મુરી (મસાલેદારગરમ મમરા). ઝાલ મુરીમાં આમલીની ચટણી નથી હોતી. તેમાં બાફીને સાંતળેલા બટાકા, ધાણા પાઉડર, છટની દાલ, ખમણેલુ નાળિયેર અને રાઈનું તેલ વપરાય છે. આપણા ગુજરાત માં પણ ઘણા બધા શહેરો માં અલગ અલગ ભેળ વખણાય છે. આજે મેં સુરત ના ચૌટા બજાર માં બાબુભાઈ ભેલવાડા ની ભેળ ફેમસ છે તે મેં પણ બનાવી છે. જે એકદમ ચટપટી ને સ્વાદિસ્ટ બની છે. Daxa Parmar -
જૈન ભેળ (Jain Bhel Recipe In Gujarati)
ભેળ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય, ગમે ત્યારે ખાઈ શકીએ એની ટાઈમ એવી રેસિપી છે ભેળ તો ચાલો બનાવીએ ભેળ. Beena Gosrani -
ઇન્સ્ટન્ટ ખસ્તા કચોરી (Instant Khasta Kachori Recipe In Gujarati
દિવાળીનો તહેવાર નજીક હોવાથી ખસ્તા કચોરી નો આ પ્રખ્યાત ભારતીય નાસ્તો મહેમાનો માટે બેસ્ટ ડિશ છે.ફટાફટ બનતી આ કચોરી ને ૮ થી ૧૦ દિવસ સુધી સાચવી ને રાખી શકાય છે.જ્યારે દિવાળી માં કોઈ મહેમાન આવે ત્યારે કચોરી ચાટ ફટાફટ બની જાય છે. ભારતીય વાનગીઓમાં કચોરી વાનગીઓની ઘણી જાતો છે અને મગ દાળ કચોરી એ લોકપ્રિય છે.#કૂકબુક#post1 Nidhi Sanghvi -
ભેળ (Bhel Recipe In Gujarati)
ભેળ ખૂબ જલ્દીથી બની જાય અને ચટપટી વાનગી છે. સુકી ભેળ પણ બનતી હોય છે મેં આજે બધી ચટણી નાખીને મસ્ત ચટપટી ભેળ બનાવી છે.અને ખાવામાં પણ ખૂબ હલકી છે. મેં અહીં આજે ભેળ સાથે પાણીપુરી અને ચટણી પૂરી પણ બનાવ્યા છે. ખજૂર આમલીની ચટણી હું બનાવીને ફ્રીઝમાં ૨-૩ મહિના માટે રાખું છું જેથી આજે મેં ની રેસીપી મૂકી નથી.#GA4#Week26 Chandni Kevin Bhavsar -
ભેળ (bhel recipe in Gujarati)
#GA4#week26#bhelભેળ બનાવવા માટે ની વસ્તુઓ તૈયાર કરવા માં થોડો ટાઈમ લાગે પણ બનાવવા માં ખુબ જ સરળ.જો બધું અગાઉ થી તૈયાર હોય તો 10મિનિટ માં ભેળ તયાર.ભેળ માં તમારી મરજી પ્રમાણે તમે બધી સામગ્રી મિક્સ કરી શકો છો સ્વાદ માં ચટપટી અને બનાવવા માં સરળ ભેળ નાના મોટા પ્રસંગે પણ બનાવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
રવિવાર ના નાસ્તા માં જલેબી ગાંઠીયા અને કચોરી મલી જાય એટલે મજા પડી જાય. Sonal Modha -
ભેળ (Bhel Recipe In Gujarati)
#MBR4#week4 ચટાકેદાર ભેળ બધા ની ફેવરિટ અને ભેળ ઘરે બનાવીએ તો સ્વાદિષ્ટ તો બને જ છે વડી સરળતા થી બની જાય છે.અને સ્વાસ્થ્ય માટે પણ સારી છે Varsha Dave -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26 દુનિયાની દરેક મહિલાઓને ભેળ, પાણીપુરી, અલગ અલગ પ્રકારની chaat સમોસા તો ખૂબ જ ભાવતું હોય છે. જેમાં ભેળ એ એવી વાનગી છે જે નાના-મોટા સૌને પસંદ હોય છે. ચાલો આપણે જોઈએ છે એવી જ એક ભેળ... Khyati Joshi Trivedi -
કચોરી (Kachori Recipe In Gujarati)
#kachori #MRCમોનસુનની ઋતુમાં ચટપટુ અને તળેલું ખાવાની ખૂબ જ મજા આવે છે આજે મેં કચોરી બનાવેલી છે Madhvi Kotecha -
ભેળ (Bhel Recipe in Gujarati)
Aao... zoome 💃Gayeeeee...Milke Dhoom Machaye.... hoooChunle Gamke Kante..... Khushiyo ke Ful 🌺 KhilayeHappy Holika Dahan to Everyone....આજે હોળી ભૂખ્યા રહેવાનું....એટલે આજના દિવસનુ સ્પેશિયલ મેનુ ભેળ રહે છે... Ketki Dave -
ભેળ (Bhel Recipe In Gujarati)
#Sundayspecial#cookpadgujrati#cookpadindiaઆજે કઈક ચટપટુ ખાવાનું મન થઈ ગયુ તો ... Bhavna Odedra -
ભેળ (Bhel Recipe In Gujarati)
ભેળ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે. જેટલા ઘર એટલી જુદી પ્રકાર ની ભેળ. હવે તો ભેળ માં પણ ઘણી વેરાયટી જોવા મળે છે. ચાઈનીઝ ભેળ, મેક્સિકન ભેળ, ફરાળી ભેળ, સૂકી ભેળ વગેરે વગેરે. ભેળ બહુ જ જલ્દી બની જાય છે અને ગમે તેવા variation પણ કરી શકાય છે. બહુ ભૂખ લાગી હોય ત્યારે આ 1 બેસ્ટ ઓપ્શન છે. બધી ચટણી તૈયાર હોય તો બહુ જ ફટાફટ બની જાય છે. ઉનાળા માં ગરમી માં જ્યારે સાંજે થોડું લાઇટ ખાવાની ઇચ્છા હોય ત્યારે ભેળ બેસ્ટ ઓપ્શન છે. આજે મેં અમારા ઘરમાં બનતી ભેળ બનાવી છે. તમે પણ 1 વાર ચોક્કસ ટ્રાય કરજો આવી રીતે ભેળ બનાવવાનો.#GA4 #Week26 #bhel #ભેળ Nidhi Desai
More Recipes
ટિપ્પણીઓ (3)