સુરતી ગોટાળો (Surti Gotalo Recipe In Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

સુરતી ગોટાળો એ કોઈપણ પ્રકારની પૂર્વ તૈયારી વગર જ ઘરમાં જો ચીઝ, પનીર અને ડુંગળી , ટામેટા હાજર હોય તો આટલી સામગ્રી સાથે બનાવી શકાય તેવી અને દરેક વ્યક્તિને પંસદ આવે એવી એકવાર જરૂરથી ટ્રાય કરી શકાય એવી આ વાનગી છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15 થી 20મિનિટ
4 થી 5 વ્યક્તિ
  1. 3-4ટામેટા ની પ્યુરી
  2. 2ઝીણી સમારેલી ડુંગળી
  3. 1/2 કપઝીણું સમારેલું કેપ્સીકમ
  4. 200 ગ્રામછીણેલું પનીર
  5. 100 ગ્રામછીણેલું ચીઝ
  6. 1 ચમચીઆદુની પેસ્ટ
  7. 1 ચમચીલસણની પેસ્ટ
  8. 2 ચમચીકાશ્મીરી મરચું પાઉડર
  9. 1+1/2 ચમચી લાલ મરચું પાઉડર
  10. 1 ચમચીધાણાજીરૂ
  11. 1/2 ચમચીગરમ મસાલો
  12. 2 ચમચીપાવભાજી મસાલો (એવરેસ્ટ)
  13. 1 ચમચીકિચન કિંગ મસાલો
  14. સ્વાદાનુસાર મીઠું
  15. 3 ચમચીતેલ
  16. 3 ચમચીબટર
  17. 2 ચમચીસમારેલી કોથમીર
  18. 1 ચમચીકસૂરી મેથી

રાંધવાની સૂચનાઓ

15 થી 20મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો. એક પેનમાં તેલ અને બટર ઉમેરી એમાં જીરૂં ઉમેરો. હવે સમારેલી ડુંગળી ઉમેરો 3 થી 4 મિનિટ સુધી સાંતળો.

  2. 2

    હવે કેપ્સિકમ અને આદુ- લસણની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરી 2 થી 3 મિનિટ સુધી સાંતળો. હવે ટામેટા ની પ્યુરી ઉમેરો બરાબર મિક્સ કરી 5 મિનિટ સુધી થવા દો. હવે બધા મસાલા ઉમેરો બરાબર મિક્સ કરી લો.

  3. 3

    2 મિનિટ બાદ છીણેલું પનીર અને ચીઝ ઉમેરો બરાબર મિક્સ કરી લો. 1/2 કપ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી 2 થી 3 મિનિટ સુધી થવા દો.

  4. 4

    હવે સમારેલી કોથમીર, કસૂરી મેથી અને 1 ચમચી બટર ઉમેરી બરાબર મિક્સ કરી સર્વીંગ બાઉલમાં કાઢી લો અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ (12)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

દ્વારા લખાયેલ

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes