ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)

Vaidehi J Shah
Vaidehi J Shah @Khrishu_1411

#RC2
White a

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hr
2 સર્વિંગ્સ
  1. ઈડલી બનાવા માટે
  2. 3 કપચોખા
  3. 1 કપઅડદ ની દાળ
  4. 1 ટીસ્પૂનમેથી ના દાણા
  5. 1/2 કપપૌઆ
  6. સાંભર બનાવા માટે
  7. 1 કપતુવેર દાળ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 1 ટીસ્પૂનહળદર
  10. 1સરગવા ને શીંગ
  11. 1ડુંગળી
  12. 1બટાકો
  13. 1ગાજર
  14. 2રીંગણ
  15. 1 ટીસ્પૂનઆંબલી પલળી કે
  16. 3 ટે.સ્પૂન તેલ
  17. 1 ટીસ્પૂનરાઈ
  18. 7-8લીમડો
  19. 1લાલ સૂકા મરચાં
  20. 1તમાલપત્ર
  21. હિંગ
  22. 2 ટે.સ્પૂન મરચું
  23. 1 ટે.સ્પૂન ધાણા જીરું
  24. 2 ટે.સ્પૂન સાંભર મસાલો

રાંધવાની સૂચનાઓ

1 hr
  1. 1

    ઈડલી બનવા માટે
    સૌ પ્રથમ દાળ ચોખા ને અલગ અલગ 5 થી 6 વાર ધોઈ આખી રાત કે 7 થી 8 કલાક સુધી પલાળી રાખો. ચોખા જોડે મેથી ના દાણા પલાળો.

  2. 2

    ત્યાર બાદ મિક્સર માં દાળ ચોખા ગાઈનડ કરી પોઆ નાખી ને ગરમ જગ્યાએ આથો લાવવા 5 થી 6 કલાક સુધી મૂકી રાખો..

  3. 3

    હવે ઈડલી ના કૂકર માં પાણી મૂકી સ્ટેન્ડ ને તેલ થી ગ્રીસ કરી આથા માં મીઠું નાખી મિક્સ કરી ને ઈડલી ના સ્ટેન્ડ માં ખીરું પાથરી 10 થી 15 મિનિટ સુધી મિડિયમ ગેસ થવા દો..

  4. 4

    સાંભર બનાવા માટે
    તુવેર દાળ માં મીઠું અને હળદર નાખી 3 થી 4 સીટી મારો..

  5. 5

    એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાખી મરચાં અને લીમડો ઉમેરી વઘાર કરો.. હવે તેમાં હિંગ અને તમાલપત્ર નાખો..

  6. 6

    હવે ડુંગળી નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દો ત્યાર બાદ બટાકા ઉમેરી ચડવા દો. ત્યાર બાદ તેમાં સરગવો અને રીંગણ, ગાજર ને થોડું પાણી નાખી ચડવો.

  7. 7

    બધા શાક ચડી જાય એટલે ઉપર પ્રમાણે બધા જ મસાલા કરી બરાબર મિક્સ કરી લો ત્યાર બાદ તુવેર દાળ ઉમેરી બરાબર મિક્સ કરી લો

  8. 8

    સાંભર ઉકળી જાય એટલે ઈડલી જોડે સવ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaidehi J Shah
Vaidehi J Shah @Khrishu_1411
પર

Similar Recipes