ઘટકો

30 મિનિટ
4 થી 5 વ્યક્તિ
  1. ➡️ વેજીટેબલ
  2. 1કેપ્સિકમ
  3. 200 ગ્રામશાક (વટાણા, ફણસી, ગાજર પાર બોઈલ્ડ)
  4. 100-150 ગ્રામપનીર
  5. ➡️ ગ્રેવી માટે
  6. 4-5ટામેટાના ટુકડા
  7. 1+1/2 ચમચી લસણની પેસ્ટ
  8. 1+1/2 ચમચી આદુની પેસ્ટ
  9. 1લીલું મરચું
  10. 2આખા લાલ મરચાં
  11. 10-12કાજુ (મેં અહીં 3 ચમચી કાજુ પાઉડર નો ઉપયોગ કર્યો છે)
  12. 2 ચમચીકાશ્મીરી મરચું પાઉડર
  13. 1 ચમચીલાલ મરચું પાઉડર
  14. 1 ચમચીગરમ મસાલો
  15. 1+1/2 ચમચી ધાણાજીરૂ
  16. 1 ચમચીખાંડ
  17. 2-3 ચમચીગ્રેવી મસાલો
  18. 1તમાલપત્ર
  19. 2મોટી ઈલાયચી
  20. સ્વાદાનુસાર મીઠું
  21. 1+ 2 + 5 થી 7 ચમચી તેલ
  22. 1 + 1 ચમચી બટર
  23. 2 ચમચીતાજી મલાઈ
  24. 2 ચમચીસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો. એક પેનમાં 1 ચમચી તેલ મૂકી 2 થી 3 મિનિટ માટે હાઈ ફલેમ પર કેપ્સિકમ સાંતળી કાઢી લો.. હવે એજ પેનમાં 2 ચમચી તેલ અને 1 ચમચી બટર ઉમેરી તમાલપત્ર, આખા લાલ મરચાં, મોટી ઈલાયચી અને ટામેટાના ટુકડા ઉમેરીને બરાબર મિક્સ કરી લો. 2 થી 3 મિનિટ બાદ આદુ - લસણની પેસ્ટ, લીલું મરચું, કાજુ પાઉડર, લાલ મરચું પાઉડર, ખાંડ, ધાણાજીરૂ નાખીને બરાબર મિક્સ કરી લો.

  2. 2

    હવે 1 કપ પાણી ઉમેરી 5 થી 7 મિનિટ સુધી થવા દો. ત્યારબાદ ગ્રેવી મસાલો નાખી બરાબર મિક્સ કરી 2 થી 3 મિનિટ સુધી થવા દો.

  3. 3

    હવે 1 કપ પાણી ઉમેરી 10 મિનિટ સુધી તેલ છુટું પડે ત્યાં સુધી થવા દો. હવે શાક ઉમેરો બરાબર મિક્સ કરી લો.

  4. 4

    હવે 1 ચમચી બટર ઉમેરી બરાબર મિક્સ કરી પનીર અને મલાઈ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

  5. 5

    સર્વીંગ બાઉલમાં કાઢી સર્વ કરો. મેં અહીં ઘઉની નાન સાથે સર્વ કર્યું છે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes