વેજીટેબલ પાસ્તા

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059

#prc
આજકાલ ના યુવાનો કે બાળકો ને પાસ્તા ખુબ ભાવે છે . પાસ્તા નું નામ સાંભળતા જ તેમને ભૂખ ન લાગી હોય પણ પાસ્તા જોઈ ને જ ખાવા લાગે છે .પાસ્તા ઘણા પ્રકાર ના મળે છે .મેં વેજીટેબલ પાસ્તા બનાવ્યા છે .ટેસ્ટ માં બહુ ટેસ્ટી લાગે છે .

વેજીટેબલ પાસ્તા

#prc
આજકાલ ના યુવાનો કે બાળકો ને પાસ્તા ખુબ ભાવે છે . પાસ્તા નું નામ સાંભળતા જ તેમને ભૂખ ન લાગી હોય પણ પાસ્તા જોઈ ને જ ખાવા લાગે છે .પાસ્તા ઘણા પ્રકાર ના મળે છે .મેં વેજીટેબલ પાસ્તા બનાવ્યા છે .ટેસ્ટ માં બહુ ટેસ્ટી લાગે છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ બાઉલ પાસ્તા
  2. નાની ડુંગળી
  3. ૧/૨ લીલું કેપ્સિકમ
  4. ૧/૪ લાલ કેપ્સિકમ
  5. ૧ ચમચો બાફેલા કોર્ન
  6. ૧ ચમચો ગાજર
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ૧ ચમચીલાલ મરચું
  9. ૧ ચમચીપાસ્તા મસાલો
  10. ટામેટું
  11. કળી લસણ
  12. ટુકડોઆદુ
  13. ૧ ચમચો ટોમેટો કેચપ
  14. ૨ ચમચીતેલ
  15. ૧ ચમચીબટર
  16. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધા વેજિસ સમારી લેવા. ટોમેટો ની પ્યુરી રેડી કરવી. એક પેન માં પાણી ગરમ કરી તેમાં પાસ્તા, મીઠું અને તેલ એડ કરી પાસ્તા બાફવા. પાસ્તા બફાઈ જાય પછી કાણા વાળી ચારણી માં કાઢી તેના પર ઠંડુ પાણી નાખવું.

  2. 2

    એક પેન માં તેલ અને બટર ગરમ કરી આદુ અને લસણ સાંતળવું. પછી ડુંગળી એડ કરી સાંતળવી.ડુંગળી સંતળાય પછી ટોમેટો પ્યુરી એડ કરી મિક્સ કરી બધા વેજિસ એડ કરી ઢાંકણ ઢાંકી ને થવા દેવું.

  3. 3

    બધા વેજિસ ચડી જાય પછી પાસ્તા એડ કરી બાકી ના મસાલા એડ કરી મિક્સ કરવું.૫ મિનિટ થવા દેવું.

  4. 4

    તૈયાર છે વેજીટેબલ પાસ્તા.સર્વિંગ ડીશ માં લઈ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes