વેજ.હરિયાલી પુલાવ

#MBR5
#CookpadTurns6
#cookpadindia
#cookpadgujarati
શિયાળો ચાલુ થઈ ગયો છે, લીલોતરી લેવા માટે આ શ્રેષ્ઠ મોસમ છે. મને લીલા શાકભાજી સૌથી વધુ ગમે છે. આ રેસીપીમાં મેં તમામ લીલા શાકભાજીનો ઉપયોગ કર્યો છે.હરિયાલી પુલાવ વિશ્વના વર્તમાન પ્રચલિત ખોરાકમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. દરરોજ ઘણા લોકો તેનો આનંદ માણે છે. તે સરળ છે,ઝડપી છે,સ્વાદિષ્ટ છે,સરસ છે અને અદભૂત દેખાય છે. હરિયાલી પુલાવ એવી વસ્તુ છે જેને મેં આખી જીંદગી પ્રેમ કર્યો છે.વન પોટ ભોજન હંમેશા રાંધવામાં સરળ અને પીરસવામાં ઝડપી હોય છે.એટલે જ શિયાળો આવે એટલે મારી મનપસંદ આ રેસિપી તો હું ખાસ બનાવું જ.
વેજ.હરિયાલી પુલાવ
#MBR5
#CookpadTurns6
#cookpadindia
#cookpadgujarati
શિયાળો ચાલુ થઈ ગયો છે, લીલોતરી લેવા માટે આ શ્રેષ્ઠ મોસમ છે. મને લીલા શાકભાજી સૌથી વધુ ગમે છે. આ રેસીપીમાં મેં તમામ લીલા શાકભાજીનો ઉપયોગ કર્યો છે.હરિયાલી પુલાવ વિશ્વના વર્તમાન પ્રચલિત ખોરાકમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. દરરોજ ઘણા લોકો તેનો આનંદ માણે છે. તે સરળ છે,ઝડપી છે,સ્વાદિષ્ટ છે,સરસ છે અને અદભૂત દેખાય છે. હરિયાલી પુલાવ એવી વસ્તુ છે જેને મેં આખી જીંદગી પ્રેમ કર્યો છે.વન પોટ ભોજન હંમેશા રાંધવામાં સરળ અને પીરસવામાં ઝડપી હોય છે.એટલે જ શિયાળો આવે એટલે મારી મનપસંદ આ રેસિપી તો હું ખાસ બનાવું જ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાસમતી ચોખા ને ધોઈ અડધી કલાક પલાળી રાખો ત્યારબાદ મોટા તપેલામાં પાણી મૂકી ભાતને ઓસાવી લો આ રીતે છૂટો ભાત તૈયાર કરો.
- 2
એક કડાઈમાં ઘી તેલ મિક્સ ગરમ કરી તેમાં જીરું હિંગ આદુ-મરચાની પેસ્ટ સ ડુંગળી કેપ્સીકમ લીલું લસણ ઉમેરી એક મિનિટ માટે ધીમા ગેસે સાંતળો.ત્યારબાદ બાકી રહેલા તૈયાર શાકને ઉમેરી ફરીથી એક મિનિટ માટે ચડવા દો.હવે શાકને કડાઈમાં જ સાઈડ પર કરી વચ્ચે એક ચમચી ઘી ગરમ કરી તેમાં હળદર મરચું ધાણાજીરૂ સાંતળી તૈયાર કરેલી પાલક કોથમીર ફુદીનાની પ્યુરી ઉમેરો અને મિક્સ કરી લો.
- 3
હવે તૈયાર પ્યુરી મિક્સ કરેલા શાકમાં કિચન કિંગ મસાલો બાસમતી ભાત સ્વાદ અનુસાર મીઠું ઉમેરી એકદમ હળવા હાથે મિક્સ કરી ધીમા ગેસે ઢાંકીને પાંચથી દસ મિનિટ ચડવા દો.
- 4
તો તૈયાર છે શિયાળા માટે એકદમ પૌષ્ટિક હરિયાલી પુલાવ જેને આપ બંને સમયના ભોજનમાં દહીં અને પાપડ સાથે અથવા બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ વેજીટેબલ પુલાવ (Mix Vegetable Pulao Recipe In Gujarati)
આ પુલાવ એકદમ સરળ અને ટેસ્ટી છે તથા આ પુલાવ જલ્દીથી બની જાય છે. Vaishakhi Vyas -
ગ્રીન ગાર્લિક તવા પુલાવ (Green Garlic Tawa Pulao Recipe In Gujarati)
#CWT#MBR1#week1#cookpadgujarati#cookpadindia#cookpad પુલાવ ઘણી બધી અલગ અલગ ટાઈપના બનાવી શકાય છે. મેં આજે લીલા લસણ અને લીલી ડુંગળી નો ઉપયોગ કરીને ગ્રીન પુલાવ બનાવ્યો છે. આ પુલાવ ને સરસ મજાનો ગ્રીન કલર આપવા માટે પાલકની પ્યુરી નો ઉપયોગ કર્યો છે. પાલકના નેચરલ ગ્રીન કલર અને ગ્રીન વેજીટેબલ્સ ઉમેરીને બનાવવામાં આવતો આ ગ્રીન ગાર્લિક તવા પુલાવ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી બને છે. Asmita Rupani -
વેજીટેબલ પુલાવ(vegetable pulav Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું વેજીટેબલ પુલાવ જે ખૂબ જ સરળ રીતે બની જાય છે. આ એક હેલ્ધી રેસિપી છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે વેજીટેબલ પુલાવ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week19 Nayana Pandya -
પનીર તવા પુલાવ (Panneer Tava Pulav Recipe In Gujarati)
પુલાવ ની રેસિપી છે જે તમે લંચકે ડિનરમાં લઈ શકો છો એમાં ઘણી વેરાયટીઓ હોય છે આજે મેં ટ્રાય કરી છે પનીર તવા પુલાવ અને ખરેખર સરસ બનાવ્યો છે તમે પણ ટ્રાય કરજો..્્ Shital Desai -
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoપુલાવ જુદી જુદી રીતે બનાવતા હોય છે પુલાવ એ બધા ની મનપસંદ વાનગી હોય છે કે હુ પાલક પુલાવ ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
પાલક ગાર્લિક પુલાવ (Palak Garlic Pulao Recipe In Gujarati)
#AM2એપ્રિલ મિલ પ્લાન ચેલેન્જ ના વીક-૨ ના રાઈસ ચેલેન્જ માટે પાલક ગાર્લિક પુલાવ બનાવ્યો છે. પાલક આમ કોઈ ખાઈ નહીં તો આ રીતે પુલાવ બનાવી ને ખાઈ શકાય છે. Sachi Sanket Naik -
ભાજી પુલાવ (Bhaji Pulao recipe in Gujarati)(Jain)
#GA4#WEEK19#PULAO#COOKPADGUJRATI#COOKPADINDIA પુલાવ તો આપણે જુદી જુદી રીતે અને જુદી જુદી સામગ્રી થી તૈયાર કરતા હોઈએ છીએ. મેં અહીં એકદમ મસાલેદાર અને બહુ જ બધા શાકભાજીનો ઉપયોગ કરીને ભાજી તૈયાર કરી છે અને આ ભાજી સાથે પુલાવ બનાવ્યા છે સાથે અલગથી પણ ભાજી સર્વ કરી છે આવે છે, જે પુલાવ જોડે મિક્સ કરીને ખાવાથી ખૂબ જ સરસ લાગે છે. સાથે પાલક નો સૂપ અને રોસ્ટેડ પાપડ પણ સવૅ કરેલ છે. Shweta Shah -
બટર સ્વીટ કોર્ન પુલાવ(Butter sweet Corn Recipe in Gujarati)
પુલાવ તો જુદી જુદી રીતે બનાવવામાં આવે છે સ્વીટ કોર્ન બાળકોને અને આપણ ને બધા ને ખુબ પસંદ હોય છે હુ આજે બટર સ્રેવીટ કોર્ન પુલાવ ની રેસીપી સેર કરુ છુ. Rinku Bhut -
તવા પુલાવ (Tawa pulao recipe in Gujarati)
#EB#week13#MRC#cookpadgujarati તવા પુલાવ ખૂબ જ સરળતાથી અને ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રી માંથી બનતી વાનગી છે. તવા પુલાવ બનાવવા માટે આપણે આપણી પસંદગીના વેજિટેબલ્સ નો ઉપયોગ કરી શકીએ છીએ. તવા પુલાવ બનાવવા માટે બાસમતી રાઈસ નો ઉપયોગ કરવામાં આવે છે. બાસમતી ચોખા રાંધેલા હોય અને વેજિટેબલ્સને બાફીને તૈયાર કરેલા હોય તો આ વાનગી બનાવતા ફક્ત દસ જ મિનિટ થાય છે. સાંજના જમવામાં કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ આ વાનગીનો ઉપયોગ થાય છે. Asmita Rupani -
વેજ. પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
#GA4 #Week19 શિયાળામાં લીલા શાકભાજી બહુ જ સરસ આવે છે્. નવી નવી વાનગીઓ બનાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે. બાળકો જો શાકભાજી ખાવા મા નખરા કરે તો વેજ. પુલાવ બનાવી ને ખવડાવી દો. Nila Mehta -
ગટ્ટા છોલે પુલાવ (Gatta Chhole Pulao Recipe In Gujarati)
#TRO#cookpad_gujarati#cookpadindiaરાજસ્થાની ભોજન માં બેસન નો મોટો ફાળો છે. રાજસ્થાન નો મોટો હિસ્સો સૂકો અને રણ પ્રદેશ હોવાને લીધે ત્યાં તાજા અને લીલાં શાકભાજી બીજા રાજ્યો ની સરખામણી માં ઓછા ઉપજે છે. તેથી ત્યાં કઠોળ,સુકવણી અને બેસન નો ઉપયોગ વધારે થાય છે. ગટ્ટા એ બેસન માં થી બને છે અને તેના ઉપયોગ સાથે શાક, ખીચડી, પુલાવ વગેરે બનતા હોય છે. આજે મેં પારંપરિક ગટ્ટા પુલાવ માં છોલે ઉમેર્યા છે. Deepa Rupani -
તવા પુલાવ
#RB6જ્યારે આપણે કઈ લાઈટ ખાવું હોય અને ટેસ્ટી ખાવું હોય ત્યારે આ પુલાવ ખૂબ જ ઉપયોગી થાય છે ફટાફટ બની જાય છે Kalpana Mavani -
વેજીટેબલ પુલાવ (Veg Pulao Recipe in Gujarati)
#GA4#Week 19#Pulao#veg Pulaoપુલાવ ,પુલાવ એટલે બધાને જ ભાવતી વાનગી છે તેમાં પણ અત્યારે તો શિયાળામાં દરેક પ્રકારના શાકભાજી મળતા હોય છે આ પુલાવ મારો ફેવરિટ પુલાવ છે વટાણા ગાજર અને ડ્રાય ફુટ નાખીને બનાવવામાં આવતો અને મીઠી કઢી સાથે ખાવામાં આવતો અને એકદમ ઝડપથી બની જતો . જે તમે લંચ અને ડિનર બને માં ખાઈ શકો છો. વેજીટેબલ પુલાવ માં તમે કોઈ પણ શાકભાજી નાખી શકો છો અમે અહી ખાલી વટાણા ગાજર અને કેપ્સીકમ નો યુઝ કર્યો છે. Shital Desai -
હર્બ પનીર વેજ પુલાવ (Herb Paneer Veg Pulao Recipe in Gujarati)
#AM2ફ્રેન્ડ્સ, પુલાવ એક પૌષ્ટિક આહાર છે જનરલી પુલાવ માં વિવિધ પ્રકારના શાકભાજી ઉમેરીને બનાવવામાં આવે છે . આજે મેં અહીં હર્બસ પનીર ઉમેરી ને પુલાવ ને વઘુ રીચ બનાવવા ની કોશિશ કરી છે. જેની રેસીપી નીચે આપેલ છે. asharamparia -
નવરત્ન પુલાવ (Navratna Pulao Recipe In Gujarati)
#GA4#Week19#pulao#navratanpulao નવરતન પુલાવ એક ઇન્ડિયન ટ્રેડિશનલ વાનગી છે. બાસમતી રાઈસ માં પનીર, વેજિટેબલ્સ અને ડ્રાયફ્રૂટ ઉમેરીને બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. પનીર, વેજિટેબલ્સ અને ડ્રાયફ્રૂટ નું પરફેક્ટ કોમ્બિનેશન આ વાનગીમાં જોવા મળે છે. તહેવારોમાં, લગ્ન પ્રસંગમાં કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ આ વાનગીનો ઉપયોગ કરવામાં આવે છે. સ્વાદ અને સુગંધ ની સાથે આ વાનગી પૌષ્ટિક પણ તેટલી જ છે. Asmita Rupani -
કોર્ન-પાલક પુલાવ (Corn Palak Pulao Recipe In Gujarati)
#AM2#cookpadindiaઆ વાનગી મારા બાળકો ને સૌથી વધુ પ્રિય છે.પાલક ની ભાજી સ્વાસ્થ્ય માટે બહુ ગુણકારી હોય છે પણ બાળકો ને પાલક ભાવતી નથી હોતી. પણ આ પુલાવ માં પાલક નો સ્વાદ , કોર્ન અને બધા મસાલા સાથે મીક્સ થઈ બહુ ટેસ્ટી લાગે છે. બાળકો માટે મારી આ રેસીપી જરૂર ટ્રાય કરજો. Rachana Gohil -
કાશ્મીરી પુલાવ
#goldenapron2Week9Jammu kashmir કાશ્મીરી પુલાવ એ કાશ્મીર ની ખૂબ જ ફેમસ રેસીપી છે મિત્રો આજે આપણે ફુલ ડ્રાયફ્રુટ થી ભરેલા કાશ્મીરી પુલાવ ની વાત કરીએ આ પુલાવ બનાવવા માટે કેસરના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તેની સુગંધ અને સ્વાદ બન્ને ખૂબ જ સરસ હોય છે તો ચાલો મિત્રો આપણે શીખીએ કાશ્મિરી પુલાવ Khushi Trivedi -
તવા પુલાવ(tava pulav recipe in Gujarati)
#સુપરશેફ4 #cookpadindia મિત્રો આપડે બધા ને પુલાવ બહુજ પ્રિય છે પણ આજ મે તવા પર બનતો મુંબઈ નો પ્રખ્યાત તવા પુલાવ બનાવ્યો છે જે તવા પર પાવ ભાજી બને છે એજ તવા પર ત્યાં પુલાવ બનાવમાં આવે જે સ્વાદ માં ખુબજ મજેદાર લાગે છે Dhara Taank -
વેજ વર્મિસિલી પુલાવ (Veg Vermicelli pulav recipe in Gujarati)
#GA4#Week19આ એક યુનિક રેસિપી છે.જેમાં મે ઘણા બધા વેજીસ નો ઉપયોગ કર્યો છે.એટલે ખાવામાં હેલધી અને ખુબજ ટેસ્ટી છે .અને બનાવમાં સરળ તો છે જ Pooja Jasani -
કોર્ન પાલક પુલાવ (Corn Palak pulav recipe in Gujarati)
#સુપરશેફ4 #week4#માઇઇબુક #પોસ્ટ20😋😋😋😋😋😋કોર્ન પાલક પુલાવ ખાવા માં ખુબ સરસ લાગે છે. Ami Desai -
મટર પનીર પુલાવ (mutter paneer pulao recipe in Gujarati)
#GA4#Week8ઝડપ થી અને આસાનીથી બનતા પુલાવ માં ખૂબજ વેરાયટી જોવા મળે છે.વેજ પુલાવ, રાજમાં પુલાવ,પાલક પુલાવ વગેરે.. આજે મેં મટર પનીર પુલાવ બનાવ્યો છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
પાલક લસુની ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati)
#WKR બાળકને જો સાદી ખીચડી આપીએ તો તે ખાવા તૈયાર થતા નથી અને પાલકની સબ્જી પણ ખાતા નથી એટલે મેં આ બંને ન ભાવતીવાનગીઓને મિક્સ કરી એક નવા જ પ્રકારની ખીચડી બનાવી છે પાલક લસણની ખીચડી Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
શાહી બ્રેડ રોલ
શાહી બ્રેડ રોલ્સ બનાવવામાં સરળ છે અને તેનો સ્વાદ પણ સરસ છે. તમે તેને તમારા પરિવારના સભ્યો માટે રજાઓ અને સાપ્તાહિક રજાઓ પર બનાવી શકો છો. બ્રેડ રોલ્સ ઘરનો સૌથી વધુ પ્રાધાન્યક્ષમ નાસ્તો માનવામાં આવે છે, વરસાદી વાતાવરણમાં સાંજે આદુવાળી ચાની ચુસ્કી સાથે બ્રેડ રોલ્સ મળે તો મજા બમણી થઈ જાય છે. બ્રેડ રોલ એવી જ એક રેસિપી છે, જેને દરેક લોકો ખૂબ જ શોખથી ખાય છે,તો ચાલો આજે જ બ્રેડ રોલ બનાવીએ અને પરિવારના સભ્યોને ખુશ કરીએ.#RB19#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : વેજીટેબલ પુલાવસાતમ ના દિવસે ખાવા માટે હુ છઠ્ઠ ના દિવસે વેજીટેબલ પુલાવ અને રાયતુ બનાવી ને રાખી દઉ . Sonal Modha -
રોટી પીઝા(Roti Pizza Recipe In Gujarati)
#ફટાફટઆ એક ઝડપી અને સરળ રીતે બનાવી શકાય છે અને સૌને પસંદ આવે છે. Ami Pachchigar -
તવા પુલાવ (Tawa Pulao recipe in Gujarati)
#EBWeek13 આ વાનગીને એક સ્ટ્રીટ ફૂડ પણ કહી શકાય...ખાઉં ગલીમાં ઠેર ઠેર તવા પુલાવ મળતો હોય છે....તો ઘરમાં પણ રાંધેલા ભાત માંથી ખૂબ ઝડપી અને સ્વાદિષ્ટ તેમજ સરળ તવા પુલાવ બનાવવામાં આવે છે...ભાત રાંધીને રાખ્યા હોય અને વેજિટેબલ્સ પાર બોઈલ કરેલા હોય તો 10 મિનિટમાં તવા પુલાવ તૈયાર કરીશકાય છે Sudha Banjara Vasani -
ગ્રીન પુલાવ (Green Pulav Recipe in Gujarati)
શિયાળો ચાલે છે તોલીલા શાકબજી બોવ જ આવે છે તોમે એમાં થી આજે ગ્રીન પુલાવ બનાવ્યો છે જે તમને ગમશે.#GA 4#week 17. Brinda Padia -
-
તવા પુલાવ
#ડિનરતવા પુલાવ મુંબઈ ની પ્રખ્યાત સ્ટ્રીટ વાનગી છે. જે બનાવવામાં ખુબ જ સરળ અને સ્વાદિષ્ટ છે. ખુબ ઝડપથી બની જાય છે. Disha Prashant Chavda
More Recipes
- લીલું લસણ મેથી ના સ્ટફ પરાઠા (Lilu Lasan Methi Stuffed Paratha Recipe In Gujarati)
- મેથીની ભાજીના ફ્રાય મુઠીયા (Methi Bhaji Fry Muthia Recipe In Gujarati)
- મેક્સિકન ટાકોઝ ચટણી (Mexican Tacos Chutney Recipe In Gujarati)
- વેજીટેબલ નુડલ્સ (Vegetable Noodles Recipe In Gujarati)
- રીંગણ મેથી ની ભાજી નું શાક (Ringan Methi Bhaji Shak Recipe In Gujarati)
ટિપ્પણીઓ