મગ ચોખા ના ખાટા ઢોકળા (khatta dhokla recipe in Gujarati)

#west ગુજરાતીઓને હા આ એક બહુ જ કોમન ડીશ છે અહીં મેં આખા મગ ચોખા અને અડદની દાળ લઈ લોટ દળ્યો છે આખા મગ લેવાથી ઢોકળાનું હેલ્ધી વર્ઝન કર્યું છે ગુજરાતીઓના ખાટા ઢોકળા ના લોટ માં ત્રણ ભાગ ચોખા અને એક ભાગ અડદની દાળ લેવાય છે અહીં મેં ત્રણ ભાગ ચોખા એક ભાગ મગ આખા અને એક ભાગ અડદની દાળ લીધી છે ઢોકળા આમ પણ પચવામાં હલકાં હોય છે એમાં મેં અહીં મગ લીધા છે એટલે પચવામાં ખૂબ હલકા રહે છે વળી જૈનના ઘરમાં અમુક તિથિ વખતે લીલા શાકભાજી ન ખાતા હોય એ વખતે આ ખાટા ઢોકળા ખાસ બનાવે છે
મગ ચોખા ના ખાટા ઢોકળા (khatta dhokla recipe in Gujarati)
#west ગુજરાતીઓને હા આ એક બહુ જ કોમન ડીશ છે અહીં મેં આખા મગ ચોખા અને અડદની દાળ લઈ લોટ દળ્યો છે આખા મગ લેવાથી ઢોકળાનું હેલ્ધી વર્ઝન કર્યું છે ગુજરાતીઓના ખાટા ઢોકળા ના લોટ માં ત્રણ ભાગ ચોખા અને એક ભાગ અડદની દાળ લેવાય છે અહીં મેં ત્રણ ભાગ ચોખા એક ભાગ મગ આખા અને એક ભાગ અડદની દાળ લીધી છે ઢોકળા આમ પણ પચવામાં હલકાં હોય છે એમાં મેં અહીં મગ લીધા છે એટલે પચવામાં ખૂબ હલકા રહે છે વળી જૈનના ઘરમાં અમુક તિથિ વખતે લીલા શાકભાજી ન ખાતા હોય એ વખતે આ ખાટા ઢોકળા ખાસ બનાવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં દળેલો ઢોકળા નો લોટ લો તેમાં ખાટી છાશ અથવા દહીં નાખી લોટને ૬ થી ૮ કલાક પહેલા પલાળો આ લોટમાં સાથે અથવા જુદી વાટકીમાં 1/2મુઠી જેટલી ચણાની દાળ પલાળો ઢોકળા મૂકતી વખતે વેસર માં આદુ મરચાં કોથમરી નાખવા અહીં મેં નાખ્યા નથી અમારે અત્યારે પર્યુષણ ચાલતા હોય લીલોતરી ન ખાવાની હોય આદુ મરચાં કોથમરી નાખ્યા નથી
- 2
વેસર માં મીઠું નાખી મિક્સ કરો બધું બરાબર મિક્સ થાય પછી કૂકરમાં અથવા પહોળા વાસણમાં પાણી નાખી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા માંડે પછી વેસરમાં સાજીના ફૂલ નાખી ફરીથી મિક્સ કરો અને ગ્રીસ કરેલી થાળી માં નાખી ઉપર મરચું અને મરી નો અધકચરો કરેલો ભૂકો નાખો અને આ થાળી સ્ટીમ કરવા મૂકો
- 3
થાળીમાં વેસર બે થી ત્રણ ચમચા જેટલું જ નાખો આ થાળીને સ્ટીમરમાં પાંચ મિનિટ માટે ઢાંકીને મૂકો પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ઢોકળાની ડિશમાં ચપ્પુ અડાડો ચપ્પુ જો ક્લિયર નીકળે તો ઢોકળુ થઈ ગયું માનવું અને થાળી ને બહાર કાઢી લેવી ગરમ ગરમ ઢોકળાના પીસ કરી તેલ અને અથાણા સાથે બોળીને ખાવું ઢોકળા જ્યારે ગરમ હોય ત્યારે જ ભાવે છે વળી તેલ-ઘી નો ઓછામાં ઓછો ઉપયોગ હોય પચવામાં પણ હળવું છે
- 4
કોઈ વાર જો ઢોકળા વધે તો એને રાઈ જીરુ અને તલનો વઘાર કરીને પણ ખાઈ શકાય છે ઢોકળા ફરી ગરમ થઈ જાય છે અને જુદી જ ડીશ બની જાય છે જે પણ ખાવામાં એટલી જ ટેસ્ટી લાગે છે જૈનોના ઘરમાં routinely ઢોકળા સાંજે જ બનતા હોય છે એ વખતે જો સવાર ની દાળ હોય તો તેમાં સંભાર મસાલો નાખી દાળ ને ફરીવાર વઘારી અને ઢોકળા સાથે સર્વ કરી શકાય તો ઇડલી સંભાર જેવું બની જાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખાટા ઢોકળા(khatta dhokla recipe in gujarati)
#નોર્થખાટા ઢોકળા તો બધા લોકો ના ફેવરીટ હોય છે આપણા ગુજરાતી લોકોને તો ખાટા ઢોકળા ખૂબ જ પ્રિય હોય છે તૈયાર છે ગરમા ગરમ ખાટા ઢોકળા...😋 Shivangi Raval -
વઘારેલા ખાટા મગ (Vagharela Khatta Mag Recipe In Gujarati)
#GA4#Week7#Butter Milk / છાશએ વાત તો જગજાહેર છે કે મગ અને છાશ એ પોષક તત્વોનો ભંડાર છે. મગ પચવામાં ખુબ હલકા અને પૌષ્ટિક છે જ્યારે ખટમીઠી છાશ ત્રિદોષશામક કહેવાય છે.... એટલે આજે મેં મગ અને છાશનો ઉપયોગ કરીને વઘારેલા ખાટા મગ બનાવ્યા છે. Harsha Valia Karvat -
-
-
ખાટા ઢોકળા(khata dhokala in Gujarati)
આપણા ગુજરાત માં જાત જાત નો ઢોકળા બને છે..નાયલોન, વાટી દાળ, ખાટા ઢોકળા...#વિકમીલ૩ # સ્ટિમઅનેફ્રાઇડ #માઇઇbook#પોસ્ટ ૧૬ Bansi Chotaliya Chavda -
સફેદ ઢોકળા(white dhokla recipe in gujarati)
ઢોકળા એ દરેક ગુજરાતીઓને ભાવે છે. તે સવારે નાસ્તા માં અને સાંજે પણ બનાવી શકાય છે. લસણની ચટણીની સાથે તેલ સાથે ખવાય છે. મારી દીકરી સોસ સાથે સેન્ડવીચ ઢોકળા બનાવીને ખાય છે. ઢોકળા એક ફરસાણ છે.#GA4#week8#steam Priti Shah -
ખાટા ઢોકળા(khatta dhokla recipe in Gujarati)
#વેસ્ટ #ગુજરાતઆ ઢોકળા ગુજરાતમાં ખૂબ જ ફેમસ છે તેને લસણની ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે... Kala Ramoliya -
તળેલા ખાટા ઢોકળા (Fried Khata Dhokla Recipe In Gujarati)
મારા સાસુ ગરમ ગરમ ખાટા ઢોકળા સરસ બનાવે મિક્સ દાળ ચોખા મકાઈ જુવાર બધું દળાવી ને આથો નાખી ને ખાટા ઢોકળા બનાવે . બીજા દિવસે ખાટા ઢોકળાં તળી આપે જે નાસ્તામાં ખાવાની મજા આવે.મને મારા સાસુ ના હાથના ઢોકળા બહું જ ભાવે 😋 Sonal Modha -
ખાટા અડદ (Khata Adad recipe in Gujarati)
ઘણા ખરા ગુજરાતીઓના ઘરમાં શનિવારે અડદ ,અડદ દાળ કે કાળી અડદની દાળ કંઈ પણ સ્વરૂપે બનાવે છે. તો મેં પણ આજે ખાટા અડદ બનાવ્યા છે Sonal Karia -
ખાટા ઢોકળા
#ટ્રેડિશનલહેલ્લો ,મિત્રો કેમ છો બધા ખાટા ઢોકળા ખાવા ચાલો. આજે મેં ટ્રેડિશનલ ગુજરાતી ડીશમાં ખાટા ઢોકળા બનાવ્યા છે. જે એકદમ સોફ્ટ અને જાળીવાળા બન્યા છે. આપણા ગુજરાતી લોકો ને ઢોકળા મળી જાય એટલે બીજું કંઇ ખાય નહીં .એમાં જો ખાટા ઢોકળા હોય તો મજા જ મજા આવી જાય . ઢોકળા એવી વસ્તુ છે જે ખાધા પછી પણ સંતોષ ના થાય. તો આ ઢોકળા ની રેસીપી હું તમારી સાથે કરું છું. Falguni Nagadiya -
ખાટા ઈદડા
#RB9#week9# ઈદડાચોખા અને એક ભાગ અડદની દાળ પલાળી લે તેને દહીં સાથે મિક્સરમાં પીસી લો 5 છ કલાક પછી આથો આવી પછી ખાટા ઢોકળા બનાવી છે એટલે કે ઇદડા બને છે જે રસ પૂરી સાથે સરસ લાગે છે Jyoti Shah -
-
ગુજરાતી ખાટા ઢોકળા(Gujarati khatta dhokla recipe in gujarati)
ટ્રેં ડિંગ રેસીપીWeek -2પોસ્ટ - 4 આખા વર્લ્ડ માં ગુજરાતી રસોઈ અને વાનગીઓ પ્રખ્યાત અને લોકપ્રિય છે...એમાંય ગુજરાતી ઢોકળા નું સ્થાન સૌથી ટોચ પર છે....ચોખા સાથે અડદ ની અથવા તુવેર ની અથવા ચણાની દાળ ને પીસીને ખીરું બને છે અને તેમાંથી સ્ટીમ કરીને ઢોકળા બનાવવામાં આવે છે જે બ્રેકફાસ્ટ...લંચ કે ડીનર...દરેક સમયે ઉપયોગ માં લઇ શકાય છે... Sudha Banjara Vasani -
ચીઝ ઢોકળા(cheese dhokla recipe in gujarati)
#ફટાફટ #cookpadindia#cookpadgujratiખાટા ઢોકળા તો આપણા દરેક ગુજરાતીનાં ઘરમાં બનતા જ હોય છે મેં અહીં તેને મેક્સિકન ટચ આપ્યો છે Bansi Chotaliya Chavda -
માર્બલ ઢોકળા
ઢોકળા એક લોકપ્રિય ગુજરાતી વાનગી છે અને આખા વિશ્વ માં જ્યાં જ્યાં ગુજરાતી ઓ વસ્યા ત્યાં ત્યાં ઢોકળા પણ પહોંચ્યા છે અને બધા ને પસંદ આવ્યા છે. આજે અહીં આપણે ઢોકળા ને વિવિધ પ્રકારની રીત થી બનાવસું. તો પેશ છે માર્બલ ઢોકળા જે બે કલર ના અથા થી બને છે અને વિવધતા લાવવા એમાં બીટરૂટ જેવા ફળ વાપરી ને વધુ કલર ના બનાવી શકાય છે. Tanvi Lodhia -
બીટ પાલક ના ખાટા ઢોકળા
ખાટા ઢોકળા દરેક ગુજરાતી ઘરોમાં થાતા જ હોયછે તે લગભગ ને ભાવતાજ હોય તેની સાથે ચટણી પણ હોય છે તો આજે મેં પાલક ને બીટના ઢોકળા બનાવ્યા છે Usha Bhatt -
બીટ ગાજર ટોમેટો સુપ (Beet, Carrot,Tomato Soup Recipe In Gujarati)
આ સુપ સ્વાદ માં ખૂબ સરસ લાગે છે અને હેલ્ધી પણ છે Pina Chokshi -
-
-
વાટી દાળના ખાટા ઢોકળા (Vati Dal Khata Dhokla Recipe In Gujarati)
ઢોકળા રેસીપી ચેલેન્જ#DRC : વાટી દાળના ખાટા ઢોકળાઢોકળા એ ગુજરાતીઓની મનપસંદ અને અતિ પ્રિય ટ્રેડિશનલ ડીશ છે જેને આપણે અલગ અલગ રીતે બનાવી શકીએ છીએ જેમ કે વાટી દાળના ઢોકળા, ઇન્સ્ટન્ટ ખમણ, ફરાળી ઢોકળા , નાયલોન ખમણ એમાંના એક આજે મે વાટી દાળના ખાટા ઢોકળા બનાવ્યા . જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. મિક્સ લોટ ના ખાટા ઢોકળા મારા સાસુ બહુ જ સરસ બનાવે . મે એમની સ્ટાઈલ થી બનાવ્યા છે . Sonal Modha -
-
ખાટા ઢોકળા(Khatta Dhokla Recipe In Gujarati)
#સાઇડજમણવાર માં લાડુ કે એવું ભારે મેનુ હોય તો સાથે પચવામાં હળવું એવું ફરસાણ રાખી શકાય Jyotika Joshi -
ખાટા ઢોકળા (Khata Dhokla recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ1 #સ્નેક્સ #post3 આજે બધાની ઘરે અને સ્પેશ્યલ ગુજરાતી ની ઘરે બનતા એક હેલ્ધી સ્ટીમ ઢોકળા બનાવેલ છે... Bansi Kotecha -
ચોખા ના લોટ ના ખાટીયા ઢોકળા
ગુજરાતી ઓનાં સ્પેશિયલ છે ઢોકળા,આ ઢોકળા ખરેખર બનાવવા ખૂબ સરળ અને ટેસ્ટી છે.Heena Kataria
-
ખાટા ઢોકળા
#ઇબુક #day21. ખાટા ઢોકળા ગુજરાતીઓ ની પ્રિય વાનગી છે સ્વાદ મા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
ખાટા ઢોકળા (Khatta Dhokla Recipe In Gujarati)
#GA4 #Week4ગુજરાતી વાનગીઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે. બીજા રાજ્યના લોકો પણ ગુજરાતીઓની આ વાનગી સ્વાદથી માણે છે. પરંતુ ખાટા ઢોકળામાં બરાબર ખટાશ ન આવે અથવા તો તે પોચા ન બને તો ખાવા માં મજા આવે નહિ. આ રેસિપી પ્રમાણે તમે ખાટા ઢોકળા બનાવશો તો તેમાં પ્રમાણસર ખટાશ પણ આવશે અને ઢોકળા પોચા પણ બનશે. Chhatbarshweta -
સાબુદાણા બટેટાની ખીચડી(sabudana bataka khichdi recipe in Gujarati)
આપણા ગુજરાતીઓની મોસ્ટ ફેવરિટ એવી સાબુદાણાની ખીચડી આપણે દરેક ઉપવાસમાં બનાવતા હોઈએ છીએ પરંતુ બધાની ઘર પ્રમાણે રીત જુદી-જુદી હોય છે મેં અહીં આજે ટ્રાય કરી અને એક અલગ રીતે સાબુદાણાની ખીચડી બનાવવાનો પ્રયત્ન કર્યો છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે#આઇલવકુકિંગ#ઉપવાસ#માઇઇબુક Nidhi Jay Vinda -
ખાટા મગ (Khatta Moong Recipe In Gujarati)
#SFR#SJR#khattamoong#khatamag#બોળચોથ#cookpadgujaratiશ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો. શ્રાવણ માસની ચોથ એટલે બોળ ચોથ તરીકે ઓળખાય છે. મહિલાઓ આ દિવસે વ્રત કરે છે. આ દિવસે સમારેલું શાક અને ઘઉંની વાનગી નહીં ખાવાની તેવી માન્યતા છે. પૌરાણિક કથા મુજબ મંદિરે દર્શન કરવા જતી વખતે સાસુ વહુને ઘઉંલો ખાંડીને બનાવવાનો આદેશ આપી ગયા. ગાયના વાછરડાનું નામ ઘઉંલો માનીને વહુએ એને ખાંડીને એની રસોઈ બનાવી દે છે તેવી માન્યતાના આધારે એ સમયે થયેલી ભૂલ હવે કયારેય ન થાય એ માટે આ દિવસે શાકભાજી અથવા કોઈ પણ ચીઝ સમારવી નહીં અને સમારવાની વસ્તુને હાથ પણ લગાડવો નહીં એ માન્યતા આજ સુધી ચાલી આવે છે. તે ઉપરાંત આજના દિવસે મહિલાઓ ઘઉંના લોટની બનાવેલી કોઈ વાનગી પણ જમતી નથી. પરિણામે મોટા ભાગની મહિલાઓ આજના દિવસે મગ અને બાજરીના રોટલા જમવાનુ પસંદ કરે છે.અમારા ઘરે પણ ચોથનાં દિવસે ખાટા મગ અને રોટલા બનાવે છે. Mamta Pandya -
-
ફોતરાવાળી મગની દાળ ના ઢોકળા (Fotravali Moong Dal Dhokla Recipe In Gujarati)
આ ઇન્સ્ટન્ટ ઢોકળા છે જેમાં આથો લેવાની જરૂર નથી. દાળ પલાળી ને વાટીને તરત જ ઢોકળા ઉતારી શકો છો. આ ઢોકળા માં ઈનો ફ્ર્ર્ર્રટ સોલ્ટ કે સોડા ની જરુર ઔનથી પડતી ,તો પણ એકદમ સોફ્ટ બને છે. આ વાનગી બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે. Bina Samir Telivala
More Recipes
ટિપ્પણીઓ (2)