અમૃતસરી કુલચા (amritsari kulcha recipe in Gujarati)

Gita Tolia Kothari
Gita Tolia Kothari @cook_20784954

#North અમૃતસરી કુલચા એ ઉત્તર ભારતની એક ખૂબ જ ફેમસ અને સ્ટ્રીટ ફૂડ પણ છે ગુજરાત અને મહારાષ્ટ્રમાં સ્ટફ્ડ પરાઠા ખૂબ ફેમસ છે એ જ રીતે આ અમૃતસરી કુલચા નોર્થ ભારતમાં ખૂબ ખવાય છે અને એટલા જ હેલ્ધી પણ છે

અમૃતસરી કુલચા (amritsari kulcha recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#North અમૃતસરી કુલચા એ ઉત્તર ભારતની એક ખૂબ જ ફેમસ અને સ્ટ્રીટ ફૂડ પણ છે ગુજરાત અને મહારાષ્ટ્રમાં સ્ટફ્ડ પરાઠા ખૂબ ફેમસ છે એ જ રીતે આ અમૃતસરી કુલચા નોર્થ ભારતમાં ખૂબ ખવાય છે અને એટલા જ હેલ્ધી પણ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. કુલચા બનાવવા માટે
  2. 1વાટકો મેંદો
  3. 1/2ચમચી દળેલી ખાંડ
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. 1/4 ચમચી બેકિંગ પાઉડર
  6. ૩ ચમચીદહીં
  7. શરૂઆતમાં 1/2ચમચી અને પછી પડ કરતી વખતે ૨ ચમચી ઘી
  8. સ્ટફિંગ બનાવવા માટે
  9. ૨ નંગબાફેલા કાચા કેળા
  10. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  11. 1/2ચમચી મરી નો અને ધાણાનો અધકચરો ભૂકો
  12. મીઠું સ્વાદ પ્રમાણે
  13. ફુદીનો કોથમીર
  14. કસુરીમેથી
  15. 1/2ચમચી જીરું નો પાઉડર
  16. 1/2ચમચી અધકચરા વાટેલા ધાણા
  17. કુલચા શેકીને ઉપર લગાવવા ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણમાં મેંદો લો તેમાં મીઠું દળેલી ખાંડ બેકિંગ પાઉડર અને 1/4 ચમચી ઘી નાખો સાથે દહીં પણ નાખો એ પછી પાણી લઈ એકદમ ઢીલો લોટ બાંધો લોટ ચીકણો લાગે એટલો ઢીલો બાંધવો એ પછી 1/4 ચમચી ઘી લઇ લોટને વ્યવસ્થિત કેળવી લો

  2. 2

    લોટ વ્યવસ્થિત કેળવાયેલો હોવો જોઈએ તેને માટે ત્રણથી ચાર મિનિટ લોટને બરાબર મસળવો લોટ ની ચિકાસ ઓછી થાય અને હાથમાં ના ચોંટે ત્યારે લોટ ઉપર થોડું ઘી અથવા તેલ લગાવી ઢાંકીને 1/2કલાક માટે રાખી દો

  3. 3

    અહીં લોટને રેસ્ટ આપવાથી બેકિંગ પાઉડર અને દહીંના મિશ્રણથી લોટ થોડો ફૂલશે અને એને કારણે કુલચા સોફ્ટ થશે

  4. 4

    હવે સ્ટફિંગ માટે બાફેલા કેળા અથવા પનીર લો તેને બરાબર મસળી અને માવો તૈયાર કરો આ માવામાં કોથમરી કસુરી મેથી ફુદીનો આદુ મરચાની પેસ્ટ જીરુંનો ભૂકો અધકચરા ભુક્કો કરેલા ધાણા અને મરી નાખો છેલ્લે લીંબુ નીચોવો બધું બરાબર મિક્સ કરી એના એક સરખા ભાગ કરી ગોળા બનાવો

  5. 5

    હવે રેસ્ટ આપેલા લોટ ને લઈ તેને ફરીથી 1/4 ચમચી ઘી લઇ કેળવી લો લોટનો મોટો લુવો બનાવી ડીશ પર મૂકી હાથેથી જ પહેલા ફેલાવી લો એ પછી એના પર થોડું ઘી લઇ સ્પ્રેડ કરો એના ઉપર કોરો લોટ છાંટો અને એના ત્રણ ભાગ થાય એ રીતે પહેલા એક ભાગ અને એની ઉપર બીજો ભાગ એ રીતે ફોલ્ડ કરો આ રીતે fold કરવાથી ત્રણ પડ થશે આ ફોલ્ડ થયેલા લોટને ફરીથી ડીશ માં હાથથી ફેલાવો અને ફરીથી અગાઉની જેમ ઘી લગાવી કોરો લોટ છાંટી ફરીથી ફોલ્ડ કરો આમ ફરીથી બીજીવાર ના ફોલ્ડ થી સાત પડ થશે

  6. 6
  7. 7

    આ રીતે તૈયાર થયેલા લોટને ફરી પાછી 10 મિનિટ માટે રેસ્ટ આપો અને દસ મિનિટ પછી એમાંથી ચપ્પુ લઈ કટ કરી ત્રણ ભાગ કરો એમાંથી એક ભાગ લઈ તેનો ગોળ લૂઓ બનાવી સ્ટફિંગ નો એક ગોળો મૂકી ફરીથી ગોળ લુવો બનાવવો આ લુવા ને ફરીથી ડીશ પર મૂકી હાથેથી થેપી કુલચા બનાવો

  8. 8

    આ કુલચા ઉપર કોથમરી અને કસૂરી મેથી નાખી સહેજ ભીનો હાથ કરી દબાવી દો આ બધું હાથેથી જ કરવું ફરી સહેજ ભીનો હાથ કરી કુલચા ઉપર પાણી છાંટવું

  9. 9

    હવે લોખંડની તવી ગરમ કરવી એકદમ ગરમ થાય એટલે કુલચા નો પાણી છાંટેલો ભાગ તવી ઉપર આવે એ રીતે કુલચા ને તવી પર નાખો મીડીયમ તાપ રાખી કુલચા ને એક બાજુથી વ્યવસ્થિત ચડવા દો એ પછી તવિને ગેસ પર ઉંધી કરી કુલચા ને ડાયરેક્ટ હિટ આપો કુલચા પર વ્યવસ્થિત ભાત પડી જાય એટલે તવેથાથી ઉખાડી કુલચા ને ડીશમાં લો અને ઉપર ઘી લગાવો અને કુલચા ને બે હાથમાં લઇ થોડા ભાંગી નાખો આથી એનાથી એના બધા પડ છુટા પડશે તો આ જ છે અમૃતસરી ચુર ચુર કુલચા

  10. 10

    જે ઉપરથી એકદમ ક્રિસ્પી થાય છે અને અંદરના પડ છૂટા પડવાથી સોફ્ટ લાગે છે વળી સ્ટફિંગ એકદમ ટેસ્ટી હોવાથી સાથે કંઇ ન હોય તો પણ ખાવાની બહુ જ મજા આવે છે જો છોલે હોય તો એનાથી પણ વધુ મજા આવે છે તો રેડી છે અમૃતસરી ચુર ચુર કુલચા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gita Tolia Kothari
Gita Tolia Kothari @cook_20784954
પર

ટિપ્પણીઓ

Similar Recipes