હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)

Rachana Shah
Rachana Shah @Rachana1985
Nadiad

#GA4 #Week18
French beans
ફણસી
હરા ભરા કબાબ એ રેસ્ટોરન્ટ માં સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે એમાં બધા ગ્રીન વેજીસ એડ કરીને કટલેસ જેવું બનાવવામાં આવે છે અને તેને એક યુનિક ચટણી સાથે ખાવામાં આવે છે એમાં તેની ગ્રીન બનાવવા માટે પાલક નો ઉપયોગ થાય છે મેં પાલખની સાથે ફણસી અને ગ્રીન વટાણાનો પણ ઉપયોગ કરેલો છે થોડી તૈયારી કરી લઈ એ તો આ ખૂબ જ ઝડપથી રેડી થઈ જાય છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું જરૂરથી ટ્રાય કરશો ખૂબ જ ટેસ્ટી બને છે

હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)

#GA4 #Week18
French beans
ફણસી
હરા ભરા કબાબ એ રેસ્ટોરન્ટ માં સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે એમાં બધા ગ્રીન વેજીસ એડ કરીને કટલેસ જેવું બનાવવામાં આવે છે અને તેને એક યુનિક ચટણી સાથે ખાવામાં આવે છે એમાં તેની ગ્રીન બનાવવા માટે પાલક નો ઉપયોગ થાય છે મેં પાલખની સાથે ફણસી અને ગ્રીન વટાણાનો પણ ઉપયોગ કરેલો છે થોડી તૈયારી કરી લઈ એ તો આ ખૂબ જ ઝડપથી રેડી થઈ જાય છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું જરૂરથી ટ્રાય કરશો ખૂબ જ ટેસ્ટી બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5વ્યકિત
45 મિનિટ
  1. 1 ઝૂડી પાલક
  2. 500 ગ્રામબાફેલા બટાકા
  3. 1 બાઉલ ફણસી
  4. 1/2 બાઉલ વટાણા
  5. નાની વાટકીધાણા
  6. નાની વાટકીફુદીના
  7. લીલા મરચા ટેસ્ટ પ્રમાણે
  8. લીલું લસણ optional
  9. જરૂર પડે તો ટોસ્ટ નો ભૂકો અથવા શેકેલા પૌંઆ નું ભૂકો
  10. શેલો ફ્રાય કરવા માટે ઘી
  11. 10-15ગાર્નિશીંગ માટે કાજુ
  12. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

5વ્યકિત
  1. 1

    સૌથી પહેલાં પાલકમાં વધારે પડતો ક્ષાર આવતો હોવાથી તેને ચારથી પાંચ વાર ખુલ્લા વાસણમાં ધોઈ લેવી પછી તેને સમારી લો અને ઉકળતા પાણીમાં મીઠું અને તેલ નાખી ને જસ્ટ પાંચ મિનિટ ઉકાળી લો પછી તેમાંથી બધું પાણી હાથથી લાડવો વાળીને કાઢી લો ત્યારબાદ તેને મિક્સરમાં પેસ્ટ બનાવી લો પાણી નાખ્યા વગર

  2. 2

    હવે ફણસીને ધોઈને સમારી લો વટાણા પણ ધોઈ લો આ બંને પણ પલકની જેમ બ્લાંચકરી લો મિક્સર માં મરચાં અને લસણ વાટી લો ફણસી અને વટાણા ની પણ અલગ અલગ પોસ્ટ કરી લો

  3. 3

    બટાકાને પણ બાફી લો અને તેને મેશ કરી લો હવે એક પેનમાં ચાર-પાંચ ચમચી ચોખ્ખું ઘી મુકો અને તેમાં લસણ અને મરચાની પેસ્ટ ઉમેરો સાંતળીને પછી તેમાં ફણસી વટાણા અને પાલકની પેસ્ટ ઉમેરો થોડીવાર સાંતળો પછી તેમાં બટાકા બાફેલા મેશ કરેલા ઉમેરો હવે તેમાં મીઠું અને ધાણા અને ફુદીનો એકદમ ઝીણા ચોપ કરેલા એડ કરો

  4. 4

    પાંચ મિનિટ જેવું ચડવો અને પછી સ્ટફિંગ ને ઠંડુ થવા દો હવે જો લાગે કે સ્ટફિંગ લૂઝ છે પેટીસ નહીં વળે તો આ સમયે ટોસ્ટ નો ભૂકો થોડો ઉમેરી શકાય હું વઘારેલા નાયલોન પૌવા નો ભૂકો એડ કરું છુ પછી બધી પેટીસ એકસરખા શેપ ની વાળી ઉપર કાજુના ટુકડા મૂકીને ગાર્નિશ કરો પછી એક નોનસ્ટીક માં ઘી મુકી ને સાંતળો અથવા શેલો ફ્રાય કરો અને સાંતળવા માટે ઘીનો જ ઉપયોગ કરો જેનાથી ટેસ્ટ ખુબ જ સરસ આવે છે તેલ મૂકશો તો ટેસ્ટ બદલાઈ જશે યુનિટ ટેસ્ટ માટે ઘી જરૂરી છે

  5. 5

    રેડી છે આપણા હરાભરા કબાબ જેને સ્ટાર્ટર સાથે ની ચટણી સાથે સર્વ કરી શકાય સ્ટાતરની ચટણી કેવી રીતે બનાવવી તેની રેસિપી મેં અગાઉ મૂકેલી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rachana Shah
Rachana Shah @Rachana1985
પર
Nadiad
I love to Cook....I like to Cook different types of recepieI always try new causing recipei never become tired..to Cook.
વધુ વાંચો

Similar Recipes