ચોકલેટ કૂકી કેક(Chocolate Cookie Cake Recipe In Gujarati)

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA

#GA4
#Week10

આ વીક માં મારી દિકરી નો જન્મદિવસ હતો, અને એને કોઈ અલગ કેક ખાવી હતી. ચોકલેટ ચીપ એનાં સૌથી વધારે ફેવરેટ કૂકી છે, એટલે મેં ચોકલેટ ચીપ કૂકી કેક બનાવવા નું નક્કી કર્યું. પહેલી વાર બનાવી, પણ બહુ જ સરસ બની હતી. ઘરે બધાને ખુબ જ ભાવી અને મારી દિકરી તો આ જોઈ ને જ ખુબ ખુશ થઈ ગઈ, કૂકી અને કેક બંને જોડે. આ કૂકી કેક ને જો આઈસીંગ ના કરી એ અને ગરમ ગરમ કૂકી કેક પર વેનીલા આઈસકી્મ મુકી ને આપડે ખાઈએ તો પણ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. બનાવવી પણ ખુબ જ ઈઝી છે. તમે પણ જરુર થી ટા્ય કરજો અને જણાવજો કેવી કૂકી કેક બની છે.

#CHOCOLATE

#Cookpad
#CookpadIndia
#Cookpadgujarati

ચોકલેટ કૂકી કેક(Chocolate Cookie Cake Recipe In Gujarati)

#GA4
#Week10

આ વીક માં મારી દિકરી નો જન્મદિવસ હતો, અને એને કોઈ અલગ કેક ખાવી હતી. ચોકલેટ ચીપ એનાં સૌથી વધારે ફેવરેટ કૂકી છે, એટલે મેં ચોકલેટ ચીપ કૂકી કેક બનાવવા નું નક્કી કર્યું. પહેલી વાર બનાવી, પણ બહુ જ સરસ બની હતી. ઘરે બધાને ખુબ જ ભાવી અને મારી દિકરી તો આ જોઈ ને જ ખુબ ખુશ થઈ ગઈ, કૂકી અને કેક બંને જોડે. આ કૂકી કેક ને જો આઈસીંગ ના કરી એ અને ગરમ ગરમ કૂકી કેક પર વેનીલા આઈસકી્મ મુકી ને આપડે ખાઈએ તો પણ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. બનાવવી પણ ખુબ જ ઈઝી છે. તમે પણ જરુર થી ટા્ય કરજો અને જણાવજો કેવી કૂકી કેક બની છે.

#CHOCOLATE

#Cookpad
#CookpadIndia
#Cookpadgujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૭-૮
  1. કુકી ના લોટ માટે
  2. ૨ કપમેંદો (all-purpose flour)
  3. ૮ ચમચીઅનસોલ્ટેડ બટર
  4. ૧/૪ કપબા્ઉન ખાંડ (મેં થોડી ઓછી લીધી છે. બહુ ગળ્યું નો તું કરવું, તમારે આ ખાંડ થોડી વધારે લેવી હોય તો લઈ શકો છો)
  5. ૧/૨ કપખાંડ
  6. ૧ ચમચીવેનીલા એસેન્સ
  7. ૧/૪ ચમચીસોલ્ટ
  8. ૧/૨બેકીંગ પાઉડર
  9. ૧/૪ ચમચીબેકીંગ સોડા
  10. ૧ કપસેની સ્વીટ ચોકલેટ ચીપ
  11. ૩-૪ ચમચી દૂધ
  12. ૧/૨ ચમચીઘી કે કુકીંગ spray
  13. વેક્ષ પેપર
  14. વેનીલા આઈસીંગ (frosting)
  15. ૪-૫ ચમચી અનસોલ્ટેડ બટર
  16. ૨ નાની ચમચીદૂધ
  17. ૧/૪ ચમચીવેનીલા એસેન્સ
  18. ૧ કપદળેલી ખાંડ
  19. ૪ ચમચીચોકલેટ ચીપ (ઉપર ડેકોર કરવા)
  20. ૧૦-૧૨ હર્શીઁ કિસીસ ચોકલેટ (Hershey's Kisses chocolate) ઓપ્સન્લ છે
  21. Note : ચોકલેટ આઈસીંગ બનાવવું હોય તો આમાં ૨ નાની ચમચી કોકો પાઉડર ઉમેરી મીક્ષ કરી લેવું

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌથી પહેલા એક પહોળા વાસણ માં બટર માં બા્ઉન ખાંડ અને વ્હાઈટ ખાંડ ઉમેરી હેન્ડ મીક્ષર થી એકદમ સરસ ફેંટી લો. હવે, એમાં ચાળેલો મેંદા નો લોટ ઉમેરો. જેમાં બેકીંગ પાઉડર અને બેકીંગ સોડા અને સોલ્ટ લોટ ચાળલી વખતે ઉમેરી લેવો એટલે કોઈ પણ ગાંગડા ના રહે. હવે, વેનીલા એસેન્સ ઉમેરો અને ચોકલેટ ચીપ ઉમેરો. દૂધ ૧-૧ ચમચી કપી ને સરસ લોટ બાંધી લો. મારે ૩ ચમચી દૂધ ની જ જરુર પડી છે.

  2. 2

    હવે, લોટ ને સરસ મસળી લો. બધું જ સરસ મીક્ષ કરી લો. કેક ના પેન માં મેં જરા ઘી લગાવી વેક્ષ પેપર કટ કરી ને મુક્યું છે. હવે, બનાવેલાં કુકી માં માળ ને થોડો થોડો લઈ પેન માં પાથરી લો. બહુ જ જાડું નથી કરવાનું. સરસ રીતે હાથ થી દબાવી ને એક સરખું એક લેયર કરી લો.

  3. 3

    મેં થોડું બાકી રાખ્યું હતું અને અને ૭ જેવાં નાનાં ના લુઆ કરી કપ કેક નાં મોલ્ડ માં મુકી ને બેક કર્યાં છે. એની ઉપર આઈસીંગ કરી ચોકલેટ મુકી છે. એને બેક થતાં ૧૩ મીનીટ જેવું થયું હતું.

  4. 4

    હવે, અને ઓવનમાં ૧૮૦ °C પર ૨૦-૩૦ મીનીટ જેવું બેક કરો. આ કુકી ની કેક છે એટલે બહુ કડક નથી કરવાનું ખાલી સરસ બેક થઈ જવું જોઈએ. બધા ઓવન અલગ હોય છે, એટલે ટાઈમ થોડો અલગ લાગે છે. મારે ૨૭ મીનીટ જેવો ટાઈમ થયો હતો. ટુથપીક નાંખી ને ચેક કરી લેવું કે બરોબર કુક થયું છે કે નહિ. એને ઓવનમાથી કાઢી ૧-૨ કલાક માટે ઢંડુ પડવા રાખો. પછી કેક પેન માંથી કાઢી કેક સ્ટેન્ડ પર મુકો, અને ગમતી ડિઝાઈન કરી frosting કરી લો. જો ના કરવું હોય તો એકલી પણ આ કુકી કેક સરસ લાગે છે. ગરમ ગરમ કુકી કેક જોડે વેનીલા આઈસકી્મ પણ બહુ જ સરસ લાગે છે.

  5. 5

    વેનીલા આઈસીંગ બનાવવા માટે બટર ને સરસ ફેંટી લો, તેમાં ખાંડ, વેનીલા એસેન્સ અને ૨ ચમચી દૂધ નાંખી સરસ હેન્ડ મીક્ષર થી એકદમ સરસ સ્મુધ થાય ત્યાં સુધી મીક્ષ કરો. મેં એને મીક્ષ કરી ૧૦ મીનીટ ઠંડુ કરવા મુક્યું હતું, એટલે થોડું ટાઈટ થઈ જાય. પછી એને પાઈપીંગ બેગ માં ભરી કૂકી કેક પર ગમતી ડિઝાઈન કરો.

  6. 6

    કુકી કેક પર વેનીલા આઈસીંગ કરી ચોકલેટ ચીપ અને હશીઁ કીસીસ ચોકલેટ થી ડેકોર કર્યું છે.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suchi Shah
Suchi Shah @SuchiShah13
પર
USA

Similar Recipes