શેર કરો

ઘટકો

  1. ૧ કપ મેંદો
  2. ૧/૨ કપ ઘી
  3. ૧ કપ ખાંડ
  4. ટુકડા૪-૫ બરફ ના
  5. ૨ કપ ઠંડુ પાણી
  6. ૧ ચમચી ઈલાયચી પાવડર
  7. ૨ ચમચી લીંબુ નો રસ
  8. બદામ ની કતરણ
  9. પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ૧/૨ કપ ઘી અને ૪-૫ બરફ ના ટુકડા ને મિક્સરમાં લઇ ક્રશ કરવું. આ પ્રોસેસ કરવા થી ઘી ગટ્ટ બનશે.

  2. 2

    હવે તેમા એક કપ મેંદો અને એક કપ ઠંડુ પાણી ઉમેરી ફરી થી મિક્સર ચલાવવું. આ મિશ્રણને એક બાઉલ માં કાઢી લો.તેમા ૧ કપ ઠંડુ પાણી ઉમેરી હલાવવું.ખીરા ની કનસેસ્ટન્સી પાણી જેવી જ રાખવાની છે.હવે આ ખીરુ ૧૫ મીનીટ માટે ફ્રીઝ માં મૂકવું.

  3. 3

    હવે એક મીડિયમ સાઇઝ ની તપેલી (તમારે જે સાઇઝ ના ઘેવર બનાવા હોય એ સાઇઝ ની તપેલી) માં ઘી ગરમ કરવા મૂકો. અડધી તપેલી ભરાય તેટલુ જ ઘી લેવું, એના થી વધારે લેવુ નઇ.

  4. 4

    ૧૫ મીનીટ પછી ખીરુ બહાર કાઢી લેવું. તેમાં ૨ ચમચી લીંબુ નો રસ નાખી હલાવવું. હવે મધ્યમ તાપે ઘી ગરમ થાય એટલે તેમાં ૧ ચમચો ખીરુ રડવું.ખીરુ ઠંડુ હોવાના કારણે ઘી માં પરપોટા થશે, અને જાળી પડશે. જ્યારે પરપોટા ઓછા થઇ જાય એટલે ફરી થી એમા ૧ ચમચો ખીરુ રડવું. આ રીતે લગભગ ૧૦-૧૨ વખત કરવું. તેમા વચ્ચે નાનો હોલ બનાવતા જવું.ઘેવર નો થોડો રંગ બદલાય ત્યાં સુધી ફ્રાય કરો, ત્યારબાદ તેને ચાકુ ની મદદ થી કિનારી થી છુટો પાડવો. ઘેવર કાઢી ને સ્ટેન્ડ પર મુકો, જેથી વધારાનું ઘી નીકળી જાય.આ રીતે બધા ઘેવર બનાવી લો.

  5. 5

    હવે ચાસણી માટે એક કઢાઈ માં એક કપ ખાંડ લેવી, તેમા ૧/૨ કપ પાણી નાખીને ઉકળવા દેવું.
    તેમા ૨-૩ ટીપા પીળો ખાવાનો રંગ અને એક ચમચી ઈલાયચી પાવડર નાખવો. એક તાર ની ચાસણી તૈયાર કરવી.ચાસણી થોડી ઠંડી થાય એટલે ઘેવર તેમા મૂકી, ચાસણી થી કોટ કરવું.

  6. 6

    ચાસણી વારો ઘેવર સ્ટેન્ડ પર મુકો જેથી વધારાની ચાસણી નીકળી જાય.હવે તેને બદામ - પિસ્તા ની કતરણ થી સજાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinku Nagar
Rinku Nagar @cook_15812608
પર

ટિપ્પણીઓ

Similar Recipes