સફેદ બિન્સ બર્ગર

Vibha Desai
Vibha Desai @cook_17498020

કઠોળ , શાક,ચીઝ પ્રોટીન, વિટામિન અને ફાઇબર થી ભરપુર બર્ગર બાળકો નું પ્રિય વળી ખવડાવવા માટે મનાવવા ન પડે બીજીવાર બનાવવા ની ફરમાઈશ આવે એવી વાનગી

સફેદ બિન્સ બર્ગર

કઠોળ , શાક,ચીઝ પ્રોટીન, વિટામિન અને ફાઇબર થી ભરપુર બર્ગર બાળકો નું પ્રિય વળી ખવડાવવા માટે મનાવવા ન પડે બીજીવાર બનાવવા ની ફરમાઈશ આવે એવી વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મીનીટ
  1. ૧કપ સુકા સફેદ બિન્સ, પલાળીને ૨ કપ થશે
  2. ૩ટમેટા,૧ મોટો કાંદો બંને ઝીણા સમારેલા
  3. ૧ ચમચી આદુ અને લસણ કૃશ કરેલું
  4. ૨ ચમચા ટોમેટો કેચઅપ,૨ ચમચા સ્વીટ ચીલી સોસ,૨ ચમચી મિક્સ હબૅસ
  5. ૨ ચમચી ચીઝ સ્પ્રેડ
  6. ૬બગૅર બન
  7. ૫૦ગ્રામ બટર
  8. ૧૦૦ ગ્રામ કેબેજ,૫૦ગ્રામગાજર૧૦૦ ગ્રામ કેપ્સીકમ બધું લાંબી ચીરી માં સમારેલું
  9. ૨ચમચા વેજ મેયોનાઈઝ,૧ ચમચો મસ્ટર્ડ સોસ
  10. સ્વાદ પ્રમાણે મીઠું,૨ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    પહેલા બધી સામગ્રી તૈયાર કરી લો પછી સફેદ બિન્સ પલાળીને ૬ કલાક પછી મીઠું નાખી ને બાફી લો

  2. 2

    એક નોનસ્ટિક પેનમાં ૨ ચમચી તેલ ગરમ કરી ને એમાં કાંદા નાખી સાંતળો પછી એમાં આદું અને લસણ નાખી સાંતળો ૫ મીનીટ પછી એમાં સોસ, ચીલી સોસ,હબૅસ, મીઠું, લાલ મરચું,ચીઝ સ્પ્રેડ મીક્સ કરી લેવું

  3. 3

    બીન્સ વાળું મીક્સ તૈયાર છે હવે સમારેલી શાક માં માપ પ્રમાણે મેયો અને મસ્ટર્ડ સોસ મીક્સ કરી લેવી

  4. 4

    હવે બન નો ઉપર નો ભાગ કાઢી લો અને અંદરથી સ્કૂપ કરી લો બટર લગાવી ઓવન મા થોડું બેક કરી લો પછી એમાં પહેલાં શાક નું મીક્સ મુકી ઉપર બીન્સ નું મીક્સ મુકી ઉપર બંને ચીઝ મીક્સ કરી છીણી લેવું અને પ્રી હીટ ઓવન મા ૨૦૦ ડીગ્રી પર ૫ મીનીટ માટે બેક કરી લો

  5. 5

    સજાવી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vibha Desai
Vibha Desai @cook_17498020
પર

ટિપ્પણીઓ

Similar Recipes