તીખા ગાંઠિયા

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#ફેવરેટ
ગાંઠિયા... પછી એ તીખા, મોળા, ભાવનગરી કે ફાફડા ,આપણા સૌ ના પ્રિય જ... હું મૂળ સૌરાષ્ટ્ર ની, એટલે ત્યાં ના ફાફડીયા ગાંઠિયા તો પ્રિય છે જ ,પણ એ ઘરે નથી બનાવતી. પણ તીખા ગાંઠિયા પણ એટલા જ પ્રિય. સૌરાષ્ટ્ર માં તીખા ગાંઠિયા થી જાણીતા એવા આ ફરસાણ ને, જાડી તીખી સેવ, બેસન સેવ, મસાલા સેવ જેવા વિવિધ નામ થી ઓળખાય છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 મિનિટ
8 વ્યક્તિ
  1. 500 ગ્રામચણા નો લોટ
  2. 2ચમચા અજમો
  3. 4ચમચા લાલ મરચું પાવડર
  4. 1/4 ચમચીહિંગ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    બધી સામગ્રી ભેગી કરી, મધ્યમ લોટ તૈયાર કરો.

  2. 2

    તેલ ગરમ મુકો, સંચા માં જાળી મૂકી તૈયાર કરેલો લોટ ભરો અને ગરમ તેલ માં ગાંઠિયા પાડી, બંને બાજુ થી બરાબર તળી લો.

  3. 3

    ઠંડા થાય એટલે હવાચુસ્ત ડબ્બા માં ભરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes