ગુવાર મેથી વડી શાક

SURBHI VYAS
SURBHI VYAS @cook_18506045
Veraval
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૫૦ ગ્રામ ગુવાર
  2. ૧ કપ ઘઉં નો લોટ
  3. ૧ કપ ચણાનો લોટ
  4. ૧ કપ મેથી ઝીણી સમારેલી
  5. સ્વાદ અનુસાર મીઠું
  6. ૨ ચમચી લાલ મરચું
  7. ૧ ચમચી હળદર
  8. ૨ ચમચી ધાણજીરૂ
  9. ૬ ચમચી તેલ
  10. ૧ ચમચી અજમો
  11. ૧ ચમચી ખાંડ
  12. ૧ ચમચી આમચૂર પાઉડર
  13. ૫ ૬ કડી લસણ ઝીણું સમારેલું
  14. ચપટીહિંગ
  15. પાણી જરૂર મુજબ
  16. વડી તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ વડી બનાવવા માટે એક વાસણ માં ૧ કપ ઘઉં નો લોટ ૧ કપ ચણાનો લોટ લો. તેમાં મેથી નાખી દો. સ્વાદ અનુસાર મીઠું ૧ ચમચી લાલ મરચું ૧/૨ ચમચી હળદર ધાણજીરું ૧ ચમચી ખાંડ ૧ ચમચી આમચૂર પાઉડર ૧ ચમચી તલ ૧ ચમચી અજમો ૪ ચમચી તેલ નાખો. થોડું પાણી લય ને થોડો કઠણ લોટ બાંધવો.

  2. 2

    હવે લોટ માંથી નાની નાની ગોળ વડી તૈયાર કરો. હવે એ વડી ને તેલ માં તળી લો.

  3. 3

    હવે એક કુકર મા ૨ ચમચી તેલ લો. તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી અજમો નાખો. હવે ચપટી હિંગ નાખો. ઝીણું સમારેલું લસણ નાખો. લસણ કકડે એટલે ગુવાર નાખો. હવે સ્વાદ અનુસાર મીઠું ૧ ચમચી લાલ મરચું ૧/૨ ચમચી હળદર નાખી દો. હવે જરૂર મુજબ પાણી નાખો ને વડી તેમાં નાખો. હવે ૩ સીટી કુકર ની પડી બાફી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
SURBHI VYAS
SURBHI VYAS @cook_18506045
પર
Veraval
મને રસોઈ બનાવી ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes