ગ્રીન ગ્લોરી સૂપ

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#લીલી
#ઇબુક૧
#૭
શિયાળા ની મોસમ એટલે આપણી આખા વર્ષ ની સ્વાસ્થ્ય માટે ની જડીબુટ્ટી મળતી મોસમ. બજાર માં હરિયાળા શાકભાજી ની લેહર ચાલતી હોય છે. જાત જાત ની ભાજીઓ, તથા શાક થી બજાર અને ગૃહિણીઓ નું રસોડું ધમધમેં છે. વસાણા ની સાથે સાથે તાજા રસ તથા ગરમ ગરમ સૂપ ની માંગ પણ વધી જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 30પાંદડા પાલક
  2. 20પાંદડા ફુદીનો
  3. 1 કપકોથમીર
  4. 1 કપલીલી ડુંગળી ના પાન
  5. 2ચમચા ઘી/ માખણ
  6. 1ચમસાજો મેંદો
  7. 1 ચમચીમરી પાવડર
  8. 3ચમચા ક્રીમ
  9. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    બધા પાન -ભાજી ને ધોઈ ને એક મોટા વાસણ માં 5 કપ પાણી ગરમ કરી 5 મિનિટ માટે બ્લાન્ચ કરો.

  2. 2

    ઠંડી થાય એટલે પાણી નિતારી પ્યૂરી બનાવો.

  3. 3

    હવે ઘી/માખણ ગરમ કરી મેંદો સાંતળો. સંતળાઈ જાય એટલે પ્યૂરી અને એક કપ પાણી નાખો. સતત હલાવતા રહેવું.

  4. 4

    મીઠું, મરી અને ક્રીમ નાખી 3-4 મિનિટ ઉકળવા દેવું. તમને જાડું-પાતળું જેવું ગમે એ પ્રમાણે પાણી નાખવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes