લીલવાની કચોરી

Hetal Patel
Hetal Patel @cook_18894501
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ તુવેર
  2. ૧ વાટકી મેદાનો લોટ
  3. ૧ વાટકી ઘઉં નો લોટ
  4. ૫,૬ કડી લસણ
  5. અડધી વાટકી ટોપરાનું છીણ
  6. ૧ ટુકડો આદુ
  7. ૨ લીલા મરચાં
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ચપટીઅજમો
  10. તેલ તળવા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મેદો અને ઘઉં બંને લોટ ને મિક્સ કરી તેમાં મીઠું સ્વદાનુસાર, ચપટી અજમો અને વ્યવસ્થિત તેલ નાખીને ભાખરી કરતા થોડો કાંઠો લોટ બાંધો

  2. 2

    ત્યારબાદ, તુવેરના દાણાને ધોઈને ચોખા કરી હવે તેને એક મિક્સરમાં ૨ મોટા લીલા મરચા, એક આદુનો નાનો ટુકડો અને તુવેરના દાણા સાથે અધકચરા પીસી લો.હવે એક નોનસ્ટિક પેનમાં બે ચમચી તેલ લો, તેલ થોડું ગરમ થઈ જાય એટલે તેમાં ક્રશ કરેલું મિશ્રણ પાંચ મિનિટ સુધી હલાવતા રહો. હવે તેમાં બારીક સમારેલું લીલું લસણ એડ કરો. બે-ત્રણ મિનિટ સુધી હલાવતા રહો ધીમા તાપે હવે તેમાં ટોપરાની છે ઉમેરીને સાંતળો. પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દો.

  3. 3

    હવે આ મિશ્રણને થોડું ઠંડુ થવા દો. હવે તેના અલગ અલગ બોલ બનાવી અને લોટ ના પણ એટલા જ બનાવી દો અને લોટ લઈને પુરી વણવી તેમાં સ્ટફિંગ વચ્ચે મૂકીને તેને હાથ થી બરાબર પ્રેસ કરી ને ઉપર ના ભાગ થી બંધ કરી દો. હવે તેને તેલ આવે એટલે ધીમા તાપે તળી લો. થોડી લાલ અને ક્રિસ્પી થાય એટલે કાઢી લેવી. આને ગ્રીન ચટણી સાથે અથવા કેચપ કાંતો ખજૂર આમલીની ચટણી સાથે ખાઈ શકાય છે.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Patel
Hetal Patel @cook_18894501
પર

ટિપ્પણીઓ

Similar Recipes