લીલવાની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)

Varsha Bhatt
Varsha Bhatt @vrundabhatt

લીલવાની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૫૦૦ ગ્રામ લીલી તુવેર
  2. 2 નંગબાફેલા બટાકા
  3. ૨ વાટકીમેંદો
  4. 2લીલાં મરચાં કોથમીર
  5. ૨ ચમચીલીંબુનો રસ
  6. મીઠું સ્વાદ અનુસાર મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો સર્વ કરવા સોસ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તાસકમાં મેંદો લો તેમાં મોણ નાખી મીઠું નાખી લીંબુ નો રસ નાખી કણક બાંધો.

  2. 2

    હવે લીલવાને ધોઈ તેને કુકરમાં મીઠું નાખી એક સીટી કરો.

  3. 3

    હવે આ બાફેલી લીલવામા લીલાં મરચાં નાખી મિક્સરમાં ક્રશ કરો.

  4. 4

    હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં હિંગ નાખી આ ક્રશ કરેલાં લીલવા ને સાંતળો.

  5. 5

    તેમાં બાફેલા બટાકા મીઠું લીંબુ નો રસ મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો નાખી મિક્સ કરો.

  6. 6

    હવે આ પુરણમાથી નાનાં બોલ્સ વાળો. કણકમાંથી પણ નાનાં લુવા વાળો.

  7. 7

    હવે એક લુવો લઈ તેની પૂરી વણો. તેમાં લીલવાના પુરણનો બોલ્સ મુકી કચોરી વાળો. હાથેથી હલકાં હાથે દબાવો.બધી કચોરી આ રીતે તૈયાર કરો.

  8. 8

    હવે એક નોનસ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો. મિડિયમ તાપે બધી કચોરી તળો.

  9. 9

    કચોરી આછી ગુલાબી તળાઈ જાય એટલે સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Bhatt
Varsha Bhatt @vrundabhatt
પર

Similar Recipes