લાલ મરચાં નુ અથાણું

Khushi Dattani
Khushi Dattani @cook_21123323
Khambhaliya
શેર કરો

ઘટકો

  1. 250ગ્રામ લાલ મરચાં
  2. 50ગ્રામ રાઇ ના કુરીયા
  3. 25ગ્રામ મેથી ના કુરીયા
  4. 1/4ચમચી હીંગ
  5. 1/2ચમચી હળદર પાઉડર
  6. 1મોટી ચમચી મીઠું
  7. 1/2વાટકી તેલ
  8. અડધા લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મરચાં નુ રાઈ વારુ અથાણું બનાવવા માટે સૌ પ્રથમ મરચાં ને ધોઈ નાખવા અને કોરા કરી લેવા. હવે અેક થાળી મા મરચાં માથી બી કાઢીને લાંબા કટકા કરી લેવા.

  2. 2

    હવે આપણે તેનો મસાલો તૈયાર કરીશું. તેના માટે અેક બાઉલમાં પેલા રાઈ ના કુરીયા પછી મેથી ના કુરીયા, હળદર પાઉડર, મીઠું, હિંગ,લીંબુ નો રસ મિક્સ કરીને અેક કડાઇ મા તેલ ગરમ કરો તેલ મા ચપટી કુરીયા નાખી ઉપર આવે અેટલુ જ ગરમ કરવા, તેલ ગરમ થાય એટલે મસાલા મા નાખી મિક્સ કરી લેવું. મસાલો મિક્સ થઇ જાય અટલે તેમા મરચાં નાખીને બરાબર મિક્સ કરી લેવું આ અથાણું 1 દિવસ પછી ખાઇ શકો છો. આ અથાણું કાચ ની બરણી મા ભરીને 15/20 દિવસ ફરીજ મા સ્ટોર કરી શકાય છે. તો તૈયાર છે આપણું લાલ મરચાં નુ અથાણું.

  3. 3

    લાલ મરચાં નું અથાણું એક વાર જરૂર ટ્રાય કરજો આ રીત પરફેક્ટ માપ સાથે છે એટલે પહેલી વાર બનાવતા હોય તો પણ પરફેક્ટ જ બનશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khushi Dattani
Khushi Dattani @cook_21123323
પર
Khambhaliya

ટિપ્પણીઓ

Similar Recipes