અંગૂરી રસ મલાઈ

Leena Lathigara
Leena Lathigara @cook_22264140

#MC
#એપ્રિલ

અંગૂરી રસ મલાઈ

#MC
#એપ્રિલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ પ્લેટ
  1. અંગૂરી રસગુલ્લા બનાવવા માટે :
  2. 1લીટર ગાય નું દૂધ,
  3. 2લીંબૂ નો રસ
  4. 3 ચમચીપાણી
  5. ચાસણી માટે:
  6. 2 કપખાંડ,
  7. ૩.૫ કપ પાણી,
  8. કેસર થોડું
  9. રબડી બનાવવા માટે :
  10. 1લીટર ફેટ વાળું દૂધ,
  11. ૨/૩કપ ખાંડ,
  12. કેસર થોડું અને
  13. 8થી ૧૦ નંગ કાજુ બદામ ના ટુકડા
  14. ગાર્નિશિંગ માટે : કાજુ બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગાય ના દૂધ ને ગેસ પર મૂકી ઉકાળવું. એક વાટકી માં લીંબુ નો રસ અને પાણી મિક્સ કરી રાખવું. દૂધ નો એક ઉકાળો આવી જાય પછી ગેસ પર થી ઉતારી ને તેમાં થોડો લીંબુ નો રસ ઉમેરવો. દૂધ ફાટી જાય ત્યાં સુધી થોડું થોડું કરી ને લીંબુ નો રસ ઉમેરતા જવું. આ રીતે પનીર બનાવવું. ગેસ પર થી ઉતારીને જ લીંબુ નો રસ નાખવો કે જેથી પનીર કડક ન થઇ જાય. પછી તેને પાણી થી ખુબ જ ધોવું કે જેથી તેની ખટાશ નીકળી જાય. ત્યારબાદ મલમલ ના કપડાં માં બાંધી ને પાણી સાવ નિતારી લેવું. ૨0 મિનિટ પછી તેને છોડીને ડીશ માં લઇ ને ખુબ જ મસળવું.

  2. 2

    એક પેન માં ખાંડ અને પાણી નાખી ચાસણી ઉકાળવી. તેમાં થોડું કેસર નાખવું. ચાસણી એકદમ ઉકાળવી. મસળેલા પનીર ના તિરાડ ન રહે તેમ રસગુલ્લા વાળવા. ઉકળતી ચાસણી માં રસગુલ્લા નાખવા. પેન ઢાંકી ને ૧૫ થી ૨૦ મિનિટ થવા દેવું. રસગુલ્લા એકદમ ફૂલી ને સોફ્ટ થઇ જાશે.

  3. 3

    ફેટ વાળું ૧ લીટર દૂધ અડધું થાય ત્યાં સુધી ઉકાળવું. તેમાં ખાંડ કેસર અને સૂકો મેવો નાખવો. ઉકળી જાય પછી તેમાં સોફ્ટ અને સ્પોનજી બનાવેલા રસગુલ્લા નાખવા. ઉપર સૂકા મેવા નું કતરણ નાખી પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Leena Lathigara
Leena Lathigara @cook_22264140
પર

ટિપ્પણીઓ

Similar Recipes