ફરાળી ગ્રીન સૂકી ભાજી (Farali GreenSukiBhaji Recipe in Gujarati)

#goldenapron3 week18
Puzzle Word - Chili
ફરાળી ગ્રીન સૂકી ભાજી (Farali GreenSukiBhaji Recipe in Gujarati)
#goldenapron3 week18
Puzzle Word - Chili
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટાકાને છોલીને મધ્યમ સમારી લો. એક ફ્રાય પેનમાં મધ્યમ આંચે તેલ ગરમ કરી તેમાં જીરું ઉમેરો. જીરું તતડે પછી તેમાં સીંગદાણા ઉમેરી એક મિનિટ માટે ફ્રાય કરો. પછી તેમાં કાજુનાં ટુકડા અને કિશમિશ ઉમેરો.
- 2
ત્યારબાદ તેમાં મીઠાં લીમડાનાં પાન ઉમેરી મિક્સ કરો. સીંગદાણાનો પાવડર ઉમેરો જેના લીધે ક્રન્ચી ટેસ્ટ આવે. બધું બરાબર સાંતળી લો. ત્યારબાદ તેમાં સમારેલા બાફેલા બટાકા ઉમેરો.
- 3
બટાકામાં બધો મસાલો મિક્સ થાય તે રીતે મિક્સ કરો. ત્યારબાદ તેમાં લીલા મરચાં અને કોથમીરની પેસ્ટ ઉમેરો. તેમાં સિંધવ અને ખાંડ ઉમેરી મિક્સ કરો.
- 4
ત્યારબાદ તેમાં લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી ઢાંકણ ઢાંકીને 2 મિનિટ ધીમી આંચે કુક કરો. ઢાંકણ ખોલી સમારેલી કોથમીર ભભરાવી મિક્સ કરો. ગેસની ફ્લેમ બંધ કરી તૈયાર ગ્રીન સૂકી ભાજીને દહીં અને રાજગરાની પુરી સાથે સર્વ કરો.
- 5
આ સૂકીભાજી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ચોક્કક્સ બનાવજો.
Similar Recipes
-
સ્પાઈસી ફુદીના આલુ (spicy mint aalu recipe in gujarati)
#goldenapron3 #week18 #chili #puzzle world contest challenge Suchita Kamdar -
-
સાબુદાણાનાં પાપડ (Sabudana Papad Recipe in Gujarati)
#goldenapron3 week23 puzzle word - papad #માઇઇબુક પોસ્ટ10 Nigam Thakkar Recipes -
ફરાળી સૂકી ભાજી (Farali Suki Bhaji Recipe In Gujarati)
#SJR#શ્રાવણ સ્પેશયલ#cookpadindia Bharati Lakhataria -
-
-
-
-
ગ્રીન ગાર્ડન સાબુદાણા ખીચડી
#નાસ્તો #લીલીઆજે એકાદશી (અગિયારસ) નિમિત્તે ફરાળી રેસીપી પોસ્ટ કરું છું. જ્યારે પણ કોઈ વ્રત/ઉપવાસ હોય ત્યારે જે લોકો વ્રત રાખતા હોય છે તેઓ ફરાળ કરે છે. ફરાળ શબ્દ એ ફળાહાર શબ્દ પરથી બન્યો છે. વ્રત/ઉપવાસનો સાચો અર્થ એ છે કે આપણી ઈન્દ્રિયોને કંટ્રોલ કરીને શક્ય હોય તેટલું વધારે પ્રભુની સેવા કે નામ સ્મરણ કરવું. જીભ એ એક પ્રકારની સ્વાદેન્દ્રિય છે. એટલે શક્ય હોય ત્યાં સુધી વ્રતનાં દિવસે જળ, ફળ તથા દૂધનું સેવન કરીને રહીએ તો સૌથી શ્રેષ્ઠ છે. જે લોકોને બપોરે સૂવાની ટેવ હોય તેઓએ ઉપવાસ રાખ્યો હોય તો તે દિવસે સુવાનું ટાળવું જોઈએ અને શક્ય હોય તેટલું વધુ પ્રભુપરાયણ રહેવું જોઈએ. પરંતુ અત્યારનાં આધુનિક સમયમાં બધા લોકોથી બધા નિયમો પાળવા અને જીભને વશમાં રાખવી શક્ય નથી. એટલે વ્રતનાં દિવસે મોરૈયો, સાબુદાણા, શીંગોડાનો લોટ, રાજગરાનો લોટ, બટાકા, સૂરણ, સિંધવ વગેરેનો ઉપયોગ કરીને કાંઈક ને કાંઈક ફરાળી વાનગી બનાવીને ખાતા હોય છે. અત્યારે તો મોટા શહેરોમાં દરેક વિસ્તારમાં ફરાળી સાબુદાણાની ખીચડી, વડા, ભેળ, ચીપ્સ, ફ્રાયમ્સની લારી કે દુકાન જોવા મળે છે. એટલે કે ફરાળી વાનગીઓ હવે સ્ટ્રીટ ફૂડ તરીકે પણ મળતી થઈ ગઈ છે. જે લોકો ઉપવાસ નથી કરતા હોતા તેઓ પણ હવે આ ફરાળી સ્ટ્રીટ ફૂડ ખાવાનું પસંદ કરે છે. તો આજે હું સાબુદાણાની ખીચડી જે બધાની ફેવરિટ તો છે સાથે સાથે તે ઈંદોરની પ્રખ્યાત પણ છે તેને કંઈક અલગ રીતે પ્રસ્તુત કરીશ. જે રેગ્યુલર સાબુદાણાની ખીચડી કરતાં દેખાવમાં અલગ અને સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
હરાભરા ભૂંગળા બટાકા (Harabhara Bhungra Bataka Recipe in Gujarati
#આલુ #goldenapron3 week21 puzzle word - spicy Nigam Thakkar Recipes -
-
-
-
ગ્રીન સાબુદાણા ખીચડી
#ff1ફ્રેન્ડસ, સાબુદાણા ની ખીચડી માં એક જ પ્રકારના ટેસ્ટ થી જો તમે કંટાળી ગયા હોવ તો આ રીતે જરુર ટ્રાય કરજો એકદમ ટેસ્ટી બનશે. હેલ્ધી સાબુદાણા ની ગ્રીન ખીચડી બનાવવા ની રીત નીચે આપેલ છે. asharamparia -
-
ફરાળી થાલીપીઠ (Farali Thalipeeth Recipe In Gujarati)
#SJRશ્રાવણ મહિના નો સોમવાર બહુ જ પવિત્ર દિવસ, લગભગ બધાં જ તે દિવસે ફરાળી વાનગી બનાવતા હોય છે.મેં આજ ના દિવસે સ્પેશ્યલ ફરાળી થાળીપીઠ બનાવી છે. Bina Samir Telivala -
-
શક્કરિયા બટાકાની સૂકીભાજી
#goldenapron3Week5Puzzle Word - Sabziઆજે એકાદશી (અગિયારસ) નિમિત્તે ફરાળી રેસિપી પોસ્ટ કરું છું.અગિયારસ કે કોઈ ઉપવાસ હોય ત્યારે સૂકી ભાજી, મોરૈયો, સાબુદાણાની ખીચડી વગેરે દરેકનાં ઘરમાં બનતી હોય છે. અત્યારે મહાશિવરાત્રિ નજીક હોવાનાં લીધે માર્કેટમાં શક્કરિયા સરસ મળે છે, શક્કરિયામાં મીઠાશ ખૂબ જ સારા પ્રમાણમાં રહેલી છે. તો આજે આપણે બનાવીશું શક્કરિયા બટાકાની સૂકી ભાજી જે બટાકાની સૂકીભાજી કરતાં વધુ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી Nigam Thakkar Recipes -
-
-
રતાળુ નું ફરાળી શાક - ફરાળી કંદ ની સૂકી ભાજી - પર્પલ કંદ નું ફરાળી શાક
#ઉપવાસ #ફરાળીચેલેન્જ #રતાળુ #પર્પલકંદકંદ અને સૂરણ બંને કંદમૂળ છે. ઉપવાસ માં ફરાળ માં ઘણીબધી અલગ પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે. રાજસ્થાનમાં આની ઉપજ ખૂબ જ છે. શ્રીનાથજી નાથદ્વારા માં તળેલા કંદ ખાવાની મજા જ કંઇક અલગ જ આવે છે. Manisha Sampat -
-
ફરાળી બટાકા ની સુકી ભાજી અને બટાકા ની કઢી (Farali Bataka Suki Bhaji Bataka Kadhi Recipe In Gujarati)
અમારા ઘરે આ બંને શાક અને કઢી ઉપવાસ માં બને છે.આજે દેવપોઢી એકાદશી ના દિવસે મેં બંને વાનગી બનાવી છે જે હું અહીંયા મુકું છું. Bina Samir Telivala -
ફરાળી કટલેસ(farali cutlet recipe in Gujarati)
ફ્રેન્ડ્સ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને અત્યારે ઘણા બધા વ્રત અપવાસ કરતાં હોય છે તૉ ચાલો આપને ફરાળી રેસિપી બનાવીઍ# સુપરશેફ૩#ઉપવાસ#આઈલવકુકિંગ#માઈઈબુક Nidhi Jay Vinda -
-
હરિયાળી સાબુદાણા ની ખીચડી (Hariyali Sabudana Khichdi Recipe In Gujarati)
નવીન, ટેસ્ટી અને આંખ ને ગમી જાય એવી ફરાળી વાનગી. સાદી સાબુદાણા ની ખીચડી તો બહુ ખાધી, આજે કંઇક નવું ટ્રાય કરી જોઈએ, જે તમને ચોકકસ ભાવશે.#ff1 Bina Samir Telivala -
પાણીપૂરીનું પાણી(panipuri mint flavour pani recipe in gujarati)
#goldenapron3 #week24 #mint #puzzle word contest #માઇઇબુક #પોસ્ટ_૧૬ Suchita Kamdar -
ફરાળી કાચા કેળા નું શાક
#શ્રાવણઆજે જન્માષ્ટમી પર મેં મેંગો ડિલાઈટ ની સાથે પુરી અને ફરાળી કેળા નું શાક બનાવ્યું છે. બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
ફરાળી સૂરણનું શાક
#માસ્ટરક્લાસસૂરણ એ એક કંદમૂળ છે. જેનો ઉપયોગ આપણે ફરાળમાં કરતા હોઈએ છીએ. બધા કંદમૂળમાં સૂરણ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. હરસ-મસાની જે લોકો પીડાતા હોય તેના માટે સૂરણનું સેવન ઉત્તમ છે, તેથી સંસ્કૃતમાં તેને 'અર્શોધ્ન" કહે છે. ગુજરાતમાં સુરત તથા તેની આજુબાજુનાં વિસ્તારમાં સૂરણની ખેતી સારી થાય છે. સૂરણનાં ટુકડા બાફી ઘીમાં તળીને ખાવાથી હરસ-મસા મટે છે, તથા પ્રસૂતિ બાદ પણ મહિલાઓ આ રીતે સૂરણનું સેવન કરે તો ખૂબ જ ગુણકારી છે. Nigam Thakkar Recipes
More Recipes
ટિપ્પણીઓ (5)