મિલ્ક મેડ (Milk made Recipe In Gujarati)

Hemali Gadhiya
Hemali Gadhiya @cook_20953822

ઘરે કોઈ મીઠાઈ બનવા કે cake બનાવા કે કઈ મીઠી વસ્તુ બનાવા માટે આપણે બહાર થી અમુલ નું મીઠાઈ મેટ લાવતા હોઈ છીએ. જેની કિંમત 400 ગ્રામ ના કંઈક (Rs 95 થી 100 હોઈ છે) નાનું ટીન 200 ગ્રામ (58 રૂપિયા નું કદાચ આવે છે) પણ આજે હું તમને ફક્ત 3 વસ્તુ થઈ 20 મિનિટ માં 40 રૂપિયા જેટલા માં 300 ગ્રામ હોમમેડ અમુલ જેવું જ મીઠાઈ મેટ ની રેસીપી જણાવીશ..તો એના માટે આપણે જોશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1) 500 ml દૂધ (મેં અમુલ gold use કર્યું છે)
  2. 2) 170 ગ્રામ ખાંડ
  3. 3) એક નાની ચપટી ખાવાનો સોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક નોનસ્ટિક પેન અથવા કોઈ પણ જાડા તળિયા વાળું વાસણ લો, એમા દૂધ ઉમેરી ગરમ કરવા મુકો અને ખાંડ પણ ઉમેરી દો, હોવી એક ઉફાણ આવે એટલે ગેસ થોડો સ્લો કરી દો,એન્ડ એકધારા હલાવતા રહો, બાકી સાઈડ પર દૂધ જામી જશે ને તળિયે બેસવા લાગશે.

  2. 2

    10/12 મિનિટ થતા આપ જોશો દૂધ માં મોટા બબલ્સ થવા લાગશે(મતલબ દૂધ જાડું થવા ની પ્રોસેસ ચાલુ થવા લાગી છે) એન્ડ 15/17 મિનિટ પછી નાના બબલ્સ થવા લાગશે મતલબ દૂધ જાડું થઇ ગયું છે અલમોસ્ટ,અને કલર લાઈટ ક્રિમ લાગશે બસ તો આ એક હિંટ છે, ત્યાર બાદ 1 મિનિટ પછી આપ એક નાની ચપટી ખાવાનો સોડા (બેકિંગ સોડા) ઉમેરી હાલવી 1 મીનિટ માટે અને ગેસ બંદ કરી દો.

  3. 3

    તૈયાર છે 20 મિનિટ માં હેલ્થી હોમમેડ એકદમ અમુલ જેસા મીઠાઈ મેટ (40 રૂપિયા માં 300 ગ્રામ જેટલું).
    ઠંડુ થયા બાદ બને તો કાચની બરણી કે કાચ નો એર ટાઈટ ડબ્બા માં ફ્રીઝ માં 20/25 દિવસ સુદી આરામ થી સ્ટોર કરી શકો છો.

  4. 4

    Tip ; જો તમને ડાઉટ હોઈ ક બન્યું કે નહીં તો ઉકડ્યા બાદ એક ટીપું ડીશ માં નાખી આંગળી થી જેમ ચાસણી ના તાર ચકાશીએ એમ જોવા આંગળી ની મદદ થી ચેક કરવા થી તમને આઈડિયા આવી જશે.
    સેમ કલર, સેમ કૅનસિસ્ટનસી અને ખૂબ ઓછા ઈંગરીડીયન્ટસ સાથે તૈયાર છે મિલ્ક મેડ.
    એકદમ જાડું નથી કરવાનું તમને લાગશે હજુ પાતળું છે પણ એ ફ્રિજ માં એક વાર મુકશો એટલે એક્ટયુલ જેવું જાડું હોઈ છે એવુ જ થઈ જશે, અને છતાં કોઈ જુ બહુ જાડું થઈ ગયું તો ચિંતા ના કરો 1/2 ચમચી દૂધ ઉમેરી મિક્સ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemali Gadhiya
Hemali Gadhiya @cook_20953822
પર

Similar Recipes