ખાટીયા  ઢોકળા (khatia Dhokla recipe in gujarati)

Dhara Patoliya
Dhara Patoliya @cook_23330745
Rajkot
શેર કરો

ઘટકો

20-25મિનિટ
2serving
  1. 1 કપચોખા
  2. 1 કપચણા ની દાળ
  3. 1 ગ્લાસગરમ પાણી
  4. 1 કપખાટી છાશ
  5. 1 ચમચીઆદું મરચા, લસણ ની પેસ્ટ
  6. 1/2 ચમચીહળદર
  7. કોથમીર
  8. ચપટીસોડા
  9. સ્વાદ મુજબ નમક
  10. તેલ
  11. લસણ ની વાટેલી લાલ ચટણી

રાંધવાની સૂચનાઓ

20-25મિનિટ
  1. 1

    પહેલા દાળ ને ચોખા ના લોટ માં ખાટી છાશ ને ગરમ પાણી ચપટી સોડા નાખી એક આટે હલાવવુ, ગઠ્ઠા ન રહે એનું ધ્યાન રાખવું, પછી તેને 5 કલાક ખીરાને ઢાંકી ને આથો આવવા માટે મૂકી દેવું. પછી જોય લેવું જો બરાબર આથો આવી જાય પછી ઢોકળા ની તૈયારી કરવી.

  2. 2

    ગેસ ઉપર ઢોકળીયુ મુકો, હવે ખીરામાં થોડુંક તેલ, હળદર, નમક ને ચપટી સોડા ને આદું -મરચા ને લસણ ને પેસ્ટ નાખી ફીણી નાખી, ઢોકળાની ડીશ માં તેલ લગાવો ને ખીરું પાથરો, તેમાં ઉપર લાલ મરચું પાવડર છાંટો તો આવી રીતે બધી ડીશ મુકો.

  3. 3

    10મિનિટ પછી ચપ્પુ ની મદદથી ચેક કરો ચડી જાય એટલે નીચે ઉતારી થોડીવાર ઠંડુ થવા દેવું જેથી કરી સહેલાઇ થી ઢોકળા નીકળશે, તો તૈયાર છે ખાટીયા ઢોકળા ને લસણ ની ચટણી.આ વાનગી તમે સવાર ના નાસ્તામાં પણ લઈ શકો ને dinner ના પણ જે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhara Patoliya
Dhara Patoliya @cook_23330745
પર
Rajkot

ટિપ્પણીઓ (4)

Similar Recipes