બોમ્બે સ્ટાઈલ વડાપાવ (Bombay vadapav recipe in Gujarati)

Kumud Thaker
Kumud Thaker @cook_19868789
શેર કરો

ઘટકો

બે વ્યક્તિ
  1. 250 ગ્રામબટેટા
  2. 100 ગ્રામચણાનો લોટ
  3. 1 ચમચીહળદર
  4. 1 ચમચીહીંગ
  5. ૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 200 ગ્રામતેલ
  8. 6 નંગપાવ
  9. 25 ગ્રામઅડદની દાળ
  10. 1/2ચમચી રાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાટાને ધોઈને ત્રણ સીટી કરીને બાફી લો.. જ્યાં સુધી બટેટાનુ કુકર ઠંડુ થાય ત્યાં સુધી આપણે ઘોર તૈયાર કરી લઈ તેના માટે એક બાઉલમાં ચણાનો લોટ લો ત્યારબાદ સ્વાદ મુજબ હિંગનાખો મીઠું નાખો ચપટી ખાવાનો સોડા નાખી તેના પર એક લીંબુ નીચવો. હવે તેમાં જરૂર મુજબ પાણી નાખીને ઘોર પતલો કરી લો

  2. 2

    હવે વડા નો વઘાર કરી લઈએ. એક કડાઈમાં બે ચમચી તેલ મૂકો તેમાં 1/2ચમચી રાઈ થોડા લીમડાના પાન 1/2ચમચી અડદની દાળ નાખી તેને શાતળો. હવે તેમાં બે ચમચી આદુ મરચાની પેસ્ટ નાખો આ વઘારને બટેટા ઉપર છાંટી મિક્સ કરી તેને વડા જેવો શેપ આપો

  3. 3

    હવે કઢાઈમાં તેલ ગરમ મૂકી વડાને ચણાના લોટના ઘોરમા ડીપ કરી તળવા મૂકો. વડાને મીડિયમ આચે તળો

  4. 4

    હવે પાવ લઇ તેને વચ્ચેથી કટ કરી તેમાં લસણની સૂકી ચટણી ભભરાવો તેની વચ્ચે વડુ મુકી તેને ડુંગળી અને મરચા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kumud Thaker
Kumud Thaker @cook_19868789
પર

Similar Recipes