ચણાની દાળ (Chana Dal Namkeen Recipe in Gujarati)

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

#માઇઇબુક પોસ્ટ3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 વ્યક્તિ
  1. 1 કપચણાની દાળ
  2. 1/4 ચમચીકુકિંગ સોડા
  3. જરૂર મુજબ પાણી
  4. તળવા માટે તેલ
  5. 2 ચમચીલાલ મરચું
  6. 1/4 ચમચીહળદર
  7. સ્વાદ પ્રમાણેસંચળ
  8. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ નવશેકા પાણીમાં ચપટી કુકિંગ સોડા ઉમેરીને ચણાની દાળને 6-7 કલાક પલાળી રાખો. દાળ સરસ પલળીને ફૂલી જાય પછી તેમાંથી પાણી નિતારીને તેને કોટન કપડા પર પાથરી છૂટી કરીને 30 મિનિટ માટે કોરી કરો.

  2. 2

    એક કઢાઈમાં મધ્યમ આંચે તેલ ગરમ કરો, સ્ટીલની ગળણીમાં ચણાની દાળ થોડી કાઢી તેને ગરમ તેલમાં ડીપ કરો. દાળ તળાતી હશે ત્યારે તેમાં પરપોટા થશે. વચ્ચે-વચ્ચે ચમચીથી હલાવતા રહો જેથી દાળ એકબીજા સાથે ચોંટે નહીં. પરપોટા થવાનાં બંધ થાય એટલે દાળ તળાઈ ગઈ એમ સમજવું.

  3. 3

    તળેલી ચણાદાળને એક પ્લેટમાં કાઢો. આ રીતે બધી દાળ તળાઈ જાય પછી સહેજ ઠરે ત્યારે તેમાં હળદર, લાલ મરચું, સંચળ અને મીઠું ઉમેરી મિક્સ કરો.

  4. 4

    આ રીતે તૈયાર કરેલી દાળ એરટાઈટ કન્ટેનરમાં લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે અને નાસ્તામાં ખાઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
પર
Ahmedabad, Gujarat
માફ કરશો હવે હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ નહીં રહી શકું.
વધુ વાંચો

Similar Recipes