મલ્ટી ફ્લેવર્ડ મીની માઉસ કાર્ટુન થીમ વનિલા ફ્રૂટ કેક

AroHi Shah Mehta
AroHi Shah Mehta @cook_24336314

બસ મારી બે વર્ષ ની દીકરીને કેક બહુ ભાવે તો તેના ઓનલાઇન સ્ટડી શરૂ થઈ એટલે એ બહાને બનાવી જ લીધી

મલ્ટી ફ્લેવર્ડ મીની માઉસ કાર્ટુન થીમ વનિલા ફ્રૂટ કેક

બસ મારી બે વર્ષ ની દીકરીને કેક બહુ ભાવે તો તેના ઓનલાઇન સ્ટડી શરૂ થઈ એટલે એ બહાને બનાવી જ લીધી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૫-૬
  1. ૧ (૧/૪ કપ) મેંદાનો લોટ
  2. ૧ (૧/૨ ટીસ્પૂન) બેકીંગ પાઉડર
  3. ૧/૨ ટીસ્પૂન ખાવાની સોડા
  4. ૩/૪ કપ કન્ડેન્સ્ડ મીલ્ક
  5. ૪ ટેબલસ્પૂન પીગળાવેલું માખણ
  6. પીગળાવેલું માખણ, ચોપડવા માટે
  7. મેંદાનો લોટ, કેક પર છાંટવા માટે
  8. ૧ ટી ચમચી વેનીલા એસૅન્સ
  9. ૧ ટી ચમચી સ્ટોબેરી સિરપ
  10. ૧ લીટર મલાઈ
  11. ૧.૫ કપ બૂરું
  12. ડેકોરેશન માટે ડ્રાયફ્રુટ - ફ્રૂટ્સ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    મેંદાનો લોટ, બેકીંગ પાઉડર અને ખાવાની સોડા ભેગા કરી ચારણી વડે ચાળી લીધા પછી તેને બાજુ પર રાખો.
    હવે એક ૧૭૫ મી. મી. (૭”)ની ગોળ કેકના ટીનમાં થોડું માખણ ચોપડી તેની પર થોડો મેંદાનો લોટ સરખી રીતે પથરાઇ જાય તે રીતે ભભરાવી લો. તે પછી જો ટીનમાં વધુ લોટ રહી ગયો હોય તો ટીનને હલાવીને કાઢી લો.
    હવે એક ઊંડા બાઉલમાં કન્ડેન્સ્ડ મીલ્ક, પીગળાવેલું માખણ અને વેનીલા એસૅન્સ મિક્સ કરીને ચપટા ચમચા (spatula) વડે મિક્સ કરી લો.તે પછી તેમાં ચાળેલા લોટનું મિશ્રણ અને ૫ ટેબલસ્પૂન પાણી ઉમેરી હળવેથી તેને ચપટા ચમચા વડે મિક્સ કરી

  2. 2

    હવે આ મિશ્રણને માખણ ચોપડેલી કેકની ડીશમાં રેડી લો.
    આમ તૈયાર થયેલા ટીનને આગળથી ગરમ કરેલો ઑવનમાં ૧૮૦° સે (૩૬૦° ફે) તાપમાન પર ૪૦ થી ૪૫ મિનિટ સુધી બેક કરી લો.
    તે પછી ખાત્રી કરી લો કે ટીનની કીનારીઓ પરથી કેક છુંટું થઇને ફુલી ગયેલું લાગે છે.
    કેકના ટીનને સ્ટેન્ડ પર ઉલટાવીને સ્ટેન્ડને થપથપાવીને કેકને કાઢી લો.
    કેકને ઠંડું થવા બાજુ પર રાખો

  3. 3

    હવે એક લીટર ઘર ની એકદમ ઠંડી મલાઈ લો અને બૂરું, વનિલા એસે્ન્સ ઉમેરો ક્રીમ ની થીકનેસ સુધી બીટ કરી લો સ્પોન્જ ના આડા વચ્ચે થી કાપી સ્ટો્બેરી સિરપ બન્ને સ્પોન્જ પર લગાવી ક્રીમ સાથે ટીન્ડ મિક્સ ફ્રુટ ફેલાવી દો તેના પર બીજો ભાગ મુકી આખી કેક ને ક્રીમ થી કવર કરી લો

  4. 4

    હવે તમને ગમતા ફ્લેવર્સ ડિઝાઇન થી કેક ડેકોરેટ કરી શકો મેં આહી મીની માઉસ કાર્ટૂન નુ ડિઝાઇન આપ્યું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
AroHi Shah Mehta
AroHi Shah Mehta @cook_24336314
પર

ટિપ્પણીઓ

Similar Recipes