ફરાળી આલું રોલ વિથ ફરાળી ચટપટી આલું સેવ(farali alu roll in Gujarati)

Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
Junagadh

#વિકમીલ૩
#સ્ટીમ
#ફ્રાઈ
# માઇઇબુક
#post21

ફરાળી આલું રોલ વિથ ફરાળી ચટપટી આલું સેવ(farali alu roll in Gujarati)

#વિકમીલ૩
#સ્ટીમ
#ફ્રાઈ
# માઇઇબુક
#post21

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. રોલ બનાવવા માટે
  2. ૩ નંગબાફેલા બટેટા
  3. ૧ વાટકીસામ્બો
  4. ૩ નંગઝીણા સમારેલા મરચાં
  5. ૩-૪ ચમચી ફોલેલા શીંગદાણા નો ભુક્કો
  6. ૧ ચમચીનાળિયેરનું ખમણ
  7. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  8. 1/2ચમચી હળદર
  9. 1/2ચમચી ધાણાજીરૂ
  10. નાનો ટુકડો ખમણેલું આદુ
  11. 1/2ચમચી મરી પાઉડર
  12. ૧-૨ ચમચી તેલ
  13. 1/2ચમચી કાળા તલ
  14. 1/2ચમચી લીંબુનો રસ
  15. થોડાં મીઠા લીમડાના પાન
  16. ૪-૫ ચમચી ઝીણી સમારેલી કોથમીર
  17. મીઠું સ્વાદાનુસાર
  18. ફરાળી આલું સેવ બનાવવા માટે:-
  19. ૩-૪ નંગ બાફેલા બટેટા
  20. દોઢ વાટકી રાજગરાનો લોટ
  21. 1/2ચમચી હળદર
  22. 1/2ચમચી લાલ મરચું પાઉડર
  23. 1/2ચમચી ધાણાજીરૂ
  24. 1/2ચમચી સંચળ પાઉડર
  25. ૧ ચમચીલીંબુનો રસ
  26. ૧-૨ ચમચી બારીક દળેલી ખાંડ
  27. મીઠું સ્વાદાનુસાર
  28. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રોલ બનાવવા માટે:- સામ્બા ને મિક્સરમાં એકદમ સરસ રીતે ક્રશ કરી લોટ બનાવી લો. હવે એક તપેલીમાં એક વાટકી થી થોડું વધારે પાણી લઈ તેમાં થોડું મીઠું નાખી ઉકાળી લો.

  2. 2

    પાણી ઉકળી જાય એટલે તેમાં સામ્બા ના લોટ ને થોડો થોડો નાખી ને બરાબર મિક્સ કરો અને ઠંડુ થવા દો. ઠંડુ થાય એટલે તેલ વાળો હાથ કરી બરાબર મસળી લો પછી ઢાંકીને રહેવા દો.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં જીરું નાખી જીરું તતડે એટલે તેમાં મરચાં અને આદુ નાખી દો પછી હળદર નાખી ને બટેટા ને છુંદી તેમાં નાખી દો પછી બધાં જ મસાલા નાખી દો અને બરાબર મિક્સ કરો

  4. 4

    હવે એક પ્લાસ્ટિકની સીટ પર સામ્બા ના લોટ ને રોટલી થી થોડો જાડો વણી લો પછી તેના પર લીલી ચટણી લગાવીને પછી બટેટા નો મસાલો પાથરવો અને પ્લાસ્ટિક ની મદદથી ટાઈટ રોલ વાળી લો.

  5. 5

    હવે કુકકર માં જારી રાખી તેના પર આ રોલ કોટન ના કપડા માં વીંટી બાફી લો પછી ઠંડા થાઈ એટલે તેના નાના ટુકડા કરી લો. હવે એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરો તેમાં કાળા તલ નાખી દો અને લીમડાના પાન નાખી દો.

  6. 6

    હવે એક સર્વિગ પ્લેટમાં કાઢી તેનાં પર આ વધાર નાખી દો અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો

  7. 7

    સેવ બનાવવા માટે:- બટેટા ને ઝીણી ખમણી વડે ખમણી નાખો પછી તેમાં બધા મસાલા નાખી દો અને બરાબર મિક્સ કરો હવે તેમાં રાજગરાનો લોટ નાખી રોટલી જેવો લોટ બાંધવો. પછી સેવ પાડવાના સંચામાં ભરી લો.

  8. 8

    એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં સેવ પાડી લો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો પછી તેને સર્વિગ પ્લેટમાં કાઢી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
પર
Junagadh

Similar Recipes