આલું સમોસા(alu samosa in Gujarati)

nikita rupareliya
nikita rupareliya @cookniki1107
India - Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
૩-૪ લોકો
  1. ૪-૫ મિડીયમ સાઈઝ ના બાફેલા બટેટા
  2. ૨-૩ ટેબલસ્પૂન તેલ
  3. ૧½ ટેબલસ્પૂન કસૂરી મેથી
  4. 1/2‌ સંચળ પાઉડર
  5. ૨-૩ ટેબલસ્પૂન લીંબુનો રસ
  6. ૧ ટેબલસ્પૂન‌લાલ મરચું પાઉડર
  7. ૧ ટેબલસ્પૂનધાણાજીરું પાઉડર
  8. 1/2 ટેબલસ્પૂનગરમ મસાલો
  9. ૧ ટેબલસ્પૂનશેકેલ જીરૂં પાઉડર
  10. ૧ ટેબલસ્પૂનમરી પાઉડર
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. ૧ ટેબલસ્પૂનચીલી ફ્લેક્સ
  13. પેસ્ટ બનાવવા માટે:-
  14. થોડોક ફુદીનો ડાંડલી સાથે
  15. થોડી કોથમીર ડાંડલી સાથે
  16. ૨-૩ લીલી મરચી
  17. નાનો ટુકડો આદુ
  18. ૧ ટેબલસ્પૂનઆખા ધાણા
  19. પાણી જરૂર મુજબ
  20. લોટ બાંધવા માટે:-
  21. ૧ કપમેંદો
  22. ૧ કપઘઉંનો લોટ
  23. ૩-૪ ટેબલસ્પૂન તેલ મોણ માટે
  24. મીઠું સ્વાદ અનુસાર
  25. 1/2 ટેબલસ્પૂનઅજમો વાટેલા
  26. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌપ્રથમ એક જારમાં ફુદીનો, કોથમીર, મરચા, આદું અને આખા ધાણા લઈ થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવી લો.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં ઉપર નાં બધાં મસાલા ઉમેરીને બરાબર ધીમી આંચ પર શેકી લો.

  3. 3

    મસાલા શેકાય જાય એટલે તેમાં ફુદીના કોથમીર વાળી પેસ્ટ ઉમેરો. આ પેસ્ટ માં ફુદીનો ઉમેરવાથી મસાલા નો કલર કાળો આવે છે. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવું. "As a lady we have a habit of do not waste any thing...😇"

  4. 4

    બરાબર બધું મિક્સ થઈ જાય એટલે તેમાં બાફેલા બટાકા નો અતકચરો છુંદો કરી ને ઉમેરીને મિક્સ કરી લો,તો તૈયાર છે આલું મસાલો.

  5. 5

    હવે એક બાઉલમાં મેંદો અને ઘઉં નો લોટ લઈ તેમાં તેલ, મીઠું અને અજમો ઉમેરી પરોઠા થી સહેજ કડક લોટ બાંધી લો.

  6. 6

    હવે એક લુઓ ‌લઈ મોટી રોટલી વણી વચ્ચે થી બે પાર્ટ કરી સમોસા નો શેપ આપી સ્ટફિંગ ભરી સમોસા તૈયાર કરો.

  7. 7

    હવે સ્ટફિંગ બનાવેલી કડાઈમાં તેલ લઇ ગરમ કરવા મૂકો. એટલે વાસણ ઓછા સાફ કરવા ના થશે અને વહેલા નવરા થઈ જાશું.😜😝😜😝

  8. 8

    તેલ ફુલ તાપે ગરમ થાય એટલે સમોસા તળી લેવા. તો તૈયાર છે આલું સમોસા. તેને ગરમા ગરમ ટોમેટો કેચઅપ અને ખજૂર ની‌ ચટણી જોડે સર્વ કરો.😋😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
nikita rupareliya
nikita rupareliya @cookniki1107
પર
India - Ahmedabad

Similar Recipes