પાન લાડુ

Dimpal Patel
Dimpal Patel @cook_9966376

#goldenapron3
#week-25
#milkmaid
#ખૂબ જ ટેસ્ટી અને એકદમ જ અલગ લાડુ.

પાન લાડુ

#goldenapron3
#week-25
#milkmaid
#ખૂબ જ ટેસ્ટી અને એકદમ જ અલગ લાડુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 થી 5 સર્વિંગ્સ
  1. બહારના પડ માટેની સામગ્રી :
  2. 1 કપકોપરાનું ખમણ
  3. 1/2 કપમિલ્કમેઈડ
  4. 3-4પાન
  5. 3-4લીલાં ફૂડ કલરના ટીપાં
  6. સ્ટફિંગ માટેની સામગ્રી :
  7. 3 મોટી ચમચીગુલકંદ
  8. 2 મોટી ચમચીકાપેલા ડ્રાયફ્રુટ
  9. 2 મોટી ચમચીટૂટી ફ્રુટી
  10. 1 નાની ચમચીવરિયાળી
  11. 1/2 નાની ચમચીલચ્છા સોપારી
  12. 3 ચપટીપાન બહાર પાઉડર
  13. 1/2 નાની ચમચીકાપેલી ચેરી
  14. 3-4 મોટી ચમચીકોપરાનું ખમણ (સજાવવા માટે)

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક નોનસ્ટિક પેણીમાં બહારના પડ માટેની બધી સામગ્રી લઈને મીડિયમ ગેસ પર થવા દેવું. મિશ્રણ પેણીની ધાર છોડે ત્યાંસુધી થવા દેવું.

  2. 2

    ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢી લેવું અને ઠંડુ પડવા દેવું.

  3. 3

    એ જ પેણીમાં સ્ટફિંગ માટેની સામગ્રી લઈને ધીમા ગેસ પર 2 મિનિટ થવા દેવું.

  4. 4

    ત્યારબાદ તેને પણ બીજા બાઉલમાં કાઢી લેવું અને ઠંડુ થવા દેવું.

  5. 5

    બહારના પડ માટેના મિશ્રણમાંથી અને સ્ટફિંગના મિશ્રણમાંથી નાના નાના ગોળા વાળી દેવા.

  6. 6

    બહારના પડ માટેના ગોળાને હથેળીમાં દબાવી દેવું અને વરચે સ્ટફિંગનો ગોળો મૂકી દેવો. પછી તેને કચોરીની જેમ બંધ કરી દેવું. આ રીતે બધા ગોળા તૈયાર કરી દેવા.

  7. 7

    આ ગોળાને કોપરાના ખમણમાં રગદોળી લેવા. આ રીતે બધા લાડુ તૈયાર કરી દેવા.

  8. 8

    આ લાડુને ફ્રીજમાં મૂકીને ઠંડા કરવા પછી પીરસવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimpal Patel
Dimpal Patel @cook_9966376
પર

Similar Recipes