ઝીંગા બિરયાની

Dimpal Patel
Dimpal Patel @cook_9966376

#ખીચડી
#એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જતી બિરયાની....

ઝીંગા બિરયાની

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

#ખીચડી
#એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જતી બિરયાની....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ થી ૫
  1. આથવા માટેની સામગ્રી :
  2. ૫૦૦ ગ્રામ ઝીંગા
  3. ૧ મોટી ચમચીઆદુ લસણની પેસ્ટ
  4. ૧ મોટી ચમચીલીલાં મરચાંની પેસ્ટ
  5. ૧ નાની ચમચીહળદર
  6. ૨ મોટી ચમચીલાલ મરચાંની ભૂકી
  7. ૧ મોટી ચમચીગરમ મસાલો
  8. ૨ મોટી ચમચીધાણા જીરું પાવડર
  9. ૨ મોટી ચમચીબિરયાની મસાલો
  10. ૨ મોટી ચમચીલીંબુનો રસ
  11. ૧ નાની ચમચીમીઠું
  12. ગ્રેવી માટેની સામગ્રી :
  13. કાંદા (ઝીણા સમારેલા)
  14. ટામેટાં (ઝીણા સમારેલા)
  15. કેપ્સીકમ (ઝીણું સમારેલું)
  16. ૧/૪ કપતળેલા કાંદા
  17. ૧/૪ કપકાપેલી કોથમીર
  18. ૧/૪ કપફુદીનો
  19. ૧/૪ કપતેલ
  20. ભાત માટેની સામગ્રી :
  21. ૩૫૦ ગ્રામ ચોખા
  22. તમાલપત્ર
  23. એલચી
  24. ૧ ટુકડોતજ
  25. લવિંગ
  26. ૧ મોટી ચમચીમીઠું
  27. ૨ મોટી ચમચીતેલ
  28. સજાવવા માટેની સામગ્રી :
  29. ૨-૩ટીપાં લીલો ફૂડ કલર
  30. ૨-૩ટીપાં કેસરી ફૂડ કલર
  31. ૨ મોટી ચમચીલીલાં કાંદા
  32. ૧ મોટી ચમચીબિરયાની મસાલો
  33. ૩ મોટી ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બાસમતી ચોખાને ૨૦ મિનિટ માટે પલાળી દેવા.

  2. 2

    એક મોટા વાસણમાં ૫ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકવું. તેમાં તમાલપત્ર, એલચી, તજ અને લવિંગ નાંખવું. પાણી ઉકળે પછી તેમાં પલાળેલા ચોખા નાંખીને થવા દેવું. ચોખા ૮૦ % જેટલા ચઢી જાય એટલે તેને ઓસાવી દેવા.

  3. 3

    ઝીંગાને સારી રીતે છોલીને બરાબર ધોઈ લેવા. પછી તેમાં આથવાની બધી સામગ્રી મિક્સ કરી દેવી પછી ઝીંગાને ૨૦ મિનિટ માટે ઢાંકીને બાજુ પર મૂકી દેવા.

  4. 4

    એક પેણીમાં તેલ મૂકવું. પછી તેમાં ઝીણા કાપેલા કાંદા સાંતરવા. કાંદા બદામી થાય પછી તેમાં કાપેલા ટામેટાં નાંખીને સાંતરવા.

  5. 5

    તેલ છૂટું પડે પછી તેમાં આઠેલાં ઝીંગા નાંખવા. ૧૦ મિનિટ થવા દેવું. પછી તેમાં કેપ્સીકમ, તળેલો કાંદો, કોથમીર અને ફુદીનો નાંખીને બરાબર મિક્સ કરવું.

  6. 6

    એક જાડા તળિયાવાળું વાસણ લેવું. તેમાં ઘી ચોપડવું. પછી થોડો ભાત પાથરવો. તેની ઉપર તળેલો કાંદો અને કોથમીર ભભરાવવી. પછી ઝિંગાની ગ્રેવી પાથરવી.

  7. 7

    ફરી ભાત પાથરવો. અને બધા પડ પાછા એ જ રીતે પાથરવા. સૌથી ઉપર ભાત નું પડ આવવું જોઈએ.

  8. 8

    લીલાં અને કેસરી ફૂડ કલરને થોડા પાણીમાં મિક્સ કરવા.

  9. 9

    સૌથી ઉપરના ભાત ની ઉપર બંને ફૂડ કલરના ટીપાં નાંખવા. તેની ઉપર તળેલા કાંદા, લીલાં કાંદા, ઘી, બિરયાની મસાલો અને કોથમીર ભભરાવવી.

  10. 10

    બિરયાનીને ઢાંકીને ધીમા ગેસ પર ૨૦ મિનિટ માટે થવા દેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimpal Patel
Dimpal Patel @cook_9966376
પર

ટિપ્પણીઓ

Similar Recipes