સ્પાયસી સોજી-વેજ બન :

#સુપરશેફ3 વિક3 ....બહુજ સ્ટ્રીટ ફુડ તરીકે ફેમસ એવા સ્પાયસી સોજી-વેજ બન આપણા રસોડામાંથી જ મળી જતી મોટાભાગની સામગ્રીમાંથી બની જતા હોવા ઉપરાંત બનાવવા ખૂબજ સરળ છે. અગાઉથી થોડી તૈયારી કરી, રિમઝિમ વરસતા વરસાદમાં, ઘરના બાળકો - લોકો સાથે અથવા તો ફ્રેંડ્સ સાથે નાની નાની પાર્ટીમાં સ્પાયસી સોજી-વેજ બન એંજોય કરવા માટે નાશ્તા માટેનો એક બેસ્ટ એન ગ્રેટ ઓપ્શન છે. લેટ્સ ટ્રાય ઇટ .....
રાંધવાની સૂચનાઓ
- 1
બેટર બનાવવા માટેની રીત : એક મિક્ષિંગ બાઉલમાં 1 કપ સોજી લ્યો. તેમાં ½ કપ કર્ડ અને સોલ્ટ ઉમેરી મિક્ષ કરી લ્યો. હવે તેમાં 6-7 ટેબલ સ્પુન પાણી ઉમેરી બરાબર મિક્ષ કરી બેટર બનાવો. 15 મિનિટ ઢાંકીને રેસ્ટ આપો.
- 2
15 મિનિટ બાદ બેટરમાં સુજી સરસ ફુલી ગયેલી દેખાશે.
એ દરમ્યાનમાં ફ્રેશ લીલા વટાણાને બાફીને, તેમાંથી પાણી નિતારી તેને મેશરથી મેશ અધકચરા મેશ કરી લ્યો. - 3
20 મિનિટ બાદ રવાનું બેટર બનાવેલા મિક્ષિંગ બાઉલમાં 4 ટેબલ સ્પુન ગાજરનું જીણું ખમણ, 4 ટેબલ સ્પુન બાફીને મેશ કરેલા લીલા વટાણા, 1 બારીક કાપેલું મરચું, 1 બારીક સમારેલી, નાની ઓનિયન, 1 ટી સ્પુન રેડ ચીલી ફ્લેક્ષ, 1 ટેબલ સ્પુન જિંજર ચિલી પેસ્ટ, સોલ્ટ (આ મસાલા પુરતુ), પિંચ હળદર પાઉડર અને 1 ટેબલ સ્પુન ચીઝ ઉમેરી મિક્ષ કરી લ્યો.આ સ્ટેપ પર બેટર સેટ કરવા માટે થોડું પાણી ઉમેરી મિક્ષ કરી લ્યો.
- 4
હવે એક બન લઈ તેના ચપ્પુ વડે બે આડા ભાગ કરો. આ પ્રમાણે બાકીના બધા બન કાપી તૈયાર રાખો. કાપેલા બનમાંથી એક ભાગ લઈ અંદરના જાળીવાળા બધા વ્હાઇટ ભાગ પર બનાવેલું સોજી – વેજ બેટર 2 ટેબલ સ્પુન જેટલું સ્પ્રેડ કરી થીક લેયર બનાવો. એ રીતે બધા બનના કાપેલા ભાગ પર સોજી-વેજ બેટર લગાવી, એક પ્લેટમાં મૂકો.
હવે મિડિયમ સ્લો ફ્લૈમ પર નોન સ્ટીક ફ્રાયપેન ગરમ મૂકી તેમાં 2 ટેબલ સ્પુન બટર મૂકી મેલ્ટ થવા દ્યો. મેલ્ટેડ બટરથી પેન સારી રીતે ગ્રીસ કરી લ્યો. - 5
ત્યારબાદ બેટર લગાવેલો ભાગ બટર પર આવે એ રીતે મૂકી, મિડિયમ ફ્લૈમ કરો.
મિડિયમ ફ્લૈમ પર બનને ક્રીસ્પી, ગોલ્ડન બ્રાઉન થઈ, સોજીનું બેટર બરાબર કૂક થઈ જાય ત્યાં સુધી રોસ્ટ કરો. ત્યારબાદ બનની ઉપરની બાજુ થોડું બટર લગાવીને ફ્લીપ કરી લ્યો. - 6
બન્ને બાજુ બરાબર ક્રીસ્પી, ગોલ્ડન બ્રાઉન થઈ, સોજીનું બેટર બરાબર કૂક થઈ જાય એટલે એકદમ સ્લો ફ્લૈમ કરી તેના પર 1 ટી સ્પુન ટોમેટો કેચપ સ્પ્રેડ કરો. તેના પર 1 ટેબલ સ્પુન જેટલું ચીઝ ખમણી લ્યો. હવે તેનાં પર પિંચ ઓરેગાનો સ્પ્રિંકલ કરો.
ત્યારબાદ ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી તેના પર ઢાંકણ ઢાંકી રાખો. ઢાંક્યા પછી બન ગરમ હોવાથી ચીઝ જલ્દી મેલ્ટ થઈ જશે. - 7
ચીઝ મેલ્ટ થઈ જાય એટલે 2 સ્પાયસી સોજી-વેજ બનને સર્વ કરવા માતે એક સર્વિંગ પ્લેટમાં મૂકી, ગાર્નિશ કરો. પ્લેટ્માં ફરતે ટમેટાની રીંગ્સ ગોઠવો. સ્પાયસી સોજી-વેજ બન વધારે સ્પાયસી બનાવવા માટે ગાર્નિશ કરો. તેના પર થોડું ખમણેલું ચીઝ મૂકો, ત્યારબાદ તેના પર ½ ટી સ્પુન જેટલો ટોમેટો કેચપ અને નાના નાના ઓનિયનના પીસ મૂકો. તેના પર થોડો ચાટ મસાલો અને કોથમરી સ્પ્રીંકલ કરો. માઉથ વોટરીંગ સ્પાયસી સોજી-વેજ બન સર્વ કરવા માટે રેડી છે..........
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes

મસૂરદાળ કટલેટ્સ :(masur dal cutlet recipe in gujarati)


ક્રીસ્પી વેજ અપ્પે


મટર છોલે ટીક્કી


વેજ ચીઝ પિઝા(Veg Cheese Pizza Recipe in Gujarati)


વેજીટેબલ ચીઝ બન સેન્ડવીચ (Vegeetable Cheese ban Sandwich Recipe In Gujarati)


મસ્કા બન (Maska Bun Recipe In Gujarati)


વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)


વેફર મસ્કા બન (Chips Maska Bun Recipe In Gujarati)


મટર છોલે ટીક્કી :(matar chole tikki in Gujarati)


ચણાના લોટના વેજીટેબલ પુડલા(Chana Na Lot Na Vegetable Pudla recipe In Gujarati)


સ્ટીમ્ડ રસમલાઈ કેક :(steam rasmalai in Gujarati)


ચીઝી સમોસા (Cheesy Samosa Recipe in Gujarati)


વેજ ચીઝી-ગાર્લિક બન (Veg. Cheese Garlic Bun Recipe In Gujarati)


બૉમ્બ રોલ સેન્ડવિચ (Bombay Roll Sandwich Recipe in Gujarati)


મિનિ ગાર્લિક બન(mini garlic bun recipe in Gujarati)


કેરટ - કેબેજ સ્ટફ્ડ પરાઠા (Carrot Cabbage Stuffed Paratha Recipe In Gujarati)


વેજ. બ્રેડ આમલેટ (Veg. Bread Omelette Recipe In Gujarati)


મસ્કા બન (Maska Bun Recipe In Gujarati)


ચીઝ મસાલા બન(Cheese masala Bun Recipe in Gujarati)


મેયો પિઝા 🍕🍕🍕🍕(mayo pizza recipe in Gujarati)


થીન ક્રસ્ટ પિઝા (thin crust pizza recipe in Gujarati)


વેજ સ્ટફ પફ રોલ (Veg Stuffed Puff Roll Recipe In Gujarati)


વેજ આલુ ટીક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)


ચિઝી વેજ બન


સોજી મલાઈ ઓપન સેન્ડવિચ


ચીઝ કોર્ન પીઝા(cheese corn pizza recipe in Gujarati)


તવા વેજ ધમાકા


સ્ટફ્ડ વેજ બેક પોટેટો


વેજ ચીઝ તવા પીઝા (Veg. Cheese Tava Pizza Recipe In Gujarati)


વેજિટેબલ પાસ્તા (Vegetable Pasta Recipe In Gujarati)

ટિપ્પણીઓ