સાંભાર મેઁદુ વડા

mansi unadkat
mansi unadkat @cook_21931069
Junagadh

આજ ના સમય માં લેડીઝ ને રોજ સવારે ઉઠી ને નાસ્તા થી લય ને રાતે જમવા માં શુ નવું બનાવું એજ મગજ માં ચાલતું હોય છે. તો આપણે એક એવી વાનગી બનાવીએ કે નાસ્તામાં અને જમવામાં બન્ને રીતે બનાવી શકીયે. તો ચાલો આપણે મસ્ત સાંભાર મેઁદુ બનાવીએ.

સાંભાર મેઁદુ વડા

આજ ના સમય માં લેડીઝ ને રોજ સવારે ઉઠી ને નાસ્તા થી લય ને રાતે જમવા માં શુ નવું બનાવું એજ મગજ માં ચાલતું હોય છે. તો આપણે એક એવી વાનગી બનાવીએ કે નાસ્તામાં અને જમવામાં બન્ને રીતે બનાવી શકીયે. તો ચાલો આપણે મસ્ત સાંભાર મેઁદુ બનાવીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
1 સર્વિંગ
  1. 👉 ખીરું બનાવવા માટે
  2. 3 કપઅળદ ની દાળ
  3. આદુ મરચા ની પેસ્ટ
  4. 1 ચમચીછીણેલું ટોપરુ
  5. થોડી ધાણાભાજી
  6. 1/4 ટી સ્પૂનહિંગ
  7. 1/4 ટી સ્પૂનજીરું
  8. 2 ચમચીચોખા નો પાઉડર
  9. 34 લીંબળા ના પાન
  10. સ્વાદનુશાર મીઠું
  11. 👉 સાંભાર બનાવવા માટે
  12. 1 કપતુવેર દાળ
  13. 1 નંગટમેટું
  14. 3 ચમચીઆંબલીનું પાણી
  15. 3-4 ચમચીતેલ
  16. 1/4 ટી સ્પૂનજીરુ
  17. 1/4 ટી સ્પૂનરાઈ
  18. 1/4 ટી સ્પૂનહિંગ
  19. 1/4 ટી સ્પૂનહળદર
  20. 1 ઇંચઆદુ નો ટુકડો
  21. 1 નંગમરચું
  22. 2 નંગલાલ સુકા મરચાં
  23. 3 નંગડુંગળી
  24. 2 ચમચીમરચું પાઉડર
  25. 2 ચમચીકિચન કિંગ મસાલો
  26. કોથમીર
  27. સ્વાદનુશાર મીઠું

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    સૌ પ્રથમ અળદ ની દાળ ને 3 4 કલાક પલાળો. ત્યારબાદ તુવેર દાળ અને સાથે એક નંગ ટમેટું નાખી બાફી લો.

  2. 2

    ત્યારબાદ વઘાર માટે તેલ ગરમ કરવા મુકો. ગરમ થાય એટલે રાઈ, જીરું,હિંગ નાખો. ત્યારબાદ સુકા લાલ મરચાં અને લીલું મરચું એડ કરો.

  3. 3

    ત્યારબાદ તેમાં ડુંગળી એડ કરો. થોડીવાર સાંતળી તેમાં આંબલી નું પાણી એડ કરો. પછી આદુ અને સ્વાદનુશાર મીઠું એડ કરો. થોડીવાર ચળવા દો. ત્યારબાદ તેમાં બાફેલી દાળ(ક્રશ ન કરવી) એડ કરો.

  4. 4

    ત્યારબાદ તેમાં મરચું પાઉડર, કિચન કિંગ મસાલો, અને હળદર એડ કરો. થોડીવાર ચળવા દો. તો તૈયાર છે સાંભર.

  5. 5

    ત્યારબાદ અળદ ની દાળ ને ક્રશ કરી લો. (જરૂર પડે તો 1/2વાટકી પાણી એડ કરવુ.) પછી તેમાં જીરું, આદુ,મરચા, ચોખા નો લોટ,લીંબળો, કોથમીર,ટોપરું,હિંગ, સ્વાદનુશાર મીઠું, એડ કરી ખીરું તૈયાર કરો. ત્યારબાદ તેલ ગરમ કરવા મુકો.

  6. 6

    ત્યારબાદ ભીના હાથ કરી હાથમાં ખીરું લય ગોળ ગોળ વાળો. પછી વચમાં કાણું પાડી તેલ માં તળો.

  7. 7

    ગોલ્ડન થાય ત્યાં સુધી તળો. પછી તેને પાણી માં નાખો. પછી તેમાં થોડુ મીઠું નાખી 10 મિનિટ સુધી વડા ને પલાળો.

  8. 8

    પછી સર્વ કરવા માટે વડા ને પ્લેટ માં નાખો. અને સાંભાર એડ કરી સર્વ કરો. તો તૈયાર છે સાંભાર મેઁદુ વડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
mansi unadkat
mansi unadkat @cook_21931069
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes