કેસરિયા સાબુદાણા ખીર (Kheer recipe in gujarati)

Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26

#ઉપવાસ
ઉપવાસમાં ફરાળ સ્વીટ વગર અધૂરું લાગે છે. મોટે ભાગે ફરાળી સ્વીટમાં દૂધીનો હલવો,શિરો, માંડવી પાક તેમજ બરફી પેંડાનો સમાવેશ થાય છે. પૂરી સાથે ખીર હોય તો પરફેક્ટ ફરાળની મજા આવે છે.

કેસરિયા સાબુદાણા ખીર (Kheer recipe in gujarati)

#ઉપવાસ
ઉપવાસમાં ફરાળ સ્વીટ વગર અધૂરું લાગે છે. મોટે ભાગે ફરાળી સ્વીટમાં દૂધીનો હલવો,શિરો, માંડવી પાક તેમજ બરફી પેંડાનો સમાવેશ થાય છે. પૂરી સાથે ખીર હોય તો પરફેક્ટ ફરાળની મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપપલાળેલા સાબુદાણા
  2. 3 કપદૂધ
  3. 1/2 કપખાંડ
  4. 1/2 ચમચીઘી
  5. કાજુ, બદામ અને પિસ્તાની કતરણ
  6. ઇલાયચી પાઉડર
  7. કેસરના તાંતણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સાબુદાણાને પાણીથી ધોઈ,1/2કલાક પલાળો.એક વાસણમાં દૂધ ગરમ કરી લો. સાબુદાણા પલળી ગયા બાદ એક નોનસ્ટીક કડાઈમાં ઘી લગાડી, ગેસ પર મૂકો.

  2. 2

    ત્યારબાદ તેમાં તરત જ પલાળેલા સાબુદાણા ઉમેરી, 1-2 મિનિટ હલવો.ત્યારબાદ તેમાં ગરમ કરેલ દૂધ ઉમેરો.સાબુદાણા ચળવા દો, વચ્ચે વચ્ચે હલાવતા રહો. ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી, બરાબર મિક્ષ કરો. ધીમા તાપે હલાવતા રહો.1 વાટકીમાં કેસરના તાંતણા લઈ તેમાં 1-2 ચમચી દૂધ ઉમેરી, બરાબર હલાવો.કેસર મિક્સ કરેલ દૂધ આ ખીરમાં ઉમેરો.ત્યારબાદ તેમાં ઇલાયચી પાઉડર તેમજ કાજુ બદામ ઉમેરી, હલાવો.

  3. 3

    ઘટ થયેલી ખીરને સર્વિંગ બાઉલમાં કાઢી, ડ્રાયફ્રૂટસથી ગાર્નિશ કરી ગરમ/ઠંડી સર્વ કરો. તપ તૈયાર છે કેસરિયા સાબુદાણા ખીર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26
પર
👉 Subscribe my youtube channel for more recipes - K's Kitchen👩‍🍳Home chef👩‍🍳Home baker
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes