ફરાળી થાળી વિથ ડેઝર્ટ

Badal Patel
Badal Patel @cook_21975328
Rajkot

#ઉપવાસ અગિયારશ ના ઉપવાસ મા અને શ્રાવણ માસ નિમિત્તે મે આજે ફરાળ મા ફૂલ ડિશ આલુ પૂરી, બટેકા નું રસા વાળુ શાક, ચટણી, ઢોકળા,પેટીસ,શીંગ પાક,ડ્રાય ફૂડ સલાડ, કઢી ખીચડી, ચેવડો, દહીં વળા બનાવ્યા છે આ બધુ સરળતા થી બની જાય છે તો તમે પણ જરૂર બનાવજો....

ફરાળી થાળી વિથ ડેઝર્ટ

#ઉપવાસ અગિયારશ ના ઉપવાસ મા અને શ્રાવણ માસ નિમિત્તે મે આજે ફરાળ મા ફૂલ ડિશ આલુ પૂરી, બટેકા નું રસા વાળુ શાક, ચટણી, ઢોકળા,પેટીસ,શીંગ પાક,ડ્રાય ફૂડ સલાડ, કઢી ખીચડી, ચેવડો, દહીં વળા બનાવ્યા છે આ બધુ સરળતા થી બની જાય છે તો તમે પણ જરૂર બનાવજો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 🌸ફરાળી ઢોકળા
  2. 200 ગ્રામમોરૈયો
  3. 1/4 ભાગસાબુદાણા
  4. 1 કપદહીં
  5. 2મરચા (તીખી મરચી)
  6. ટેસ્ટ મુજબ નમક
  7. 1 નાની ચમચીસાદો ઇનો
  8. તલ, મરી પાઉડર, મરચું પાઉડર છા છાટવા માટે.
  9. 🌸ફરાળી પેટીસ
  10. 7 નંગબટેકા બાફેલા
  11. 5 ચમચીટપકિર લોટ
  12. નમક ટેસ્ટ મુજબ
  13. સ્ટફિંગ માટે....
  14. 1 કપમગફળી ભુકો
  15. 1 કપકોપરા પાઉડર
  16. 1 કપકોથમીર
  17. 1 ચમચીગરમ મસાલો
  18. 1 ચમચીમરચું પાઉડર
  19. 1 ચમચીખાંડ પાઉડર
  20. નમક ટેસ્ટ મુજબ
  21. 1 ચમચીવરીયળી
  22. 1 ચમચીતલ
  23. 1મરચું
  24. 1આદુ ટુકડો
  25. 1 ચમચીલીંબુ
  26. તળવા માટે તેલ
  27. 🌸ફરાળી ક્રિસ્પી ચેવડો
  28. 3 નંગમોટા બટેકા
  29. 2 કપમગફળી દાણા
  30. 2 ચમચીખાંડ પાઉડર
  31. 1 નાની ચમચીમરચું પાઉડર
  32. 1 નાની ચમચીઆમચૂર પાઉડર
  33. નમક ટેસ્ટ મુજબ
  34. 🌸 શીંગ પાક
  35. 3વાટકા મગફળી ભુક્કો
  36. દોઢ વાટકો ખાંડ
  37. 2 ચમચીઘી
  38. 3 ચમચીકોપરા પાઉડર
  39. 🌸 ડ્રાય ફૂડ સલાડ
  40. 1 લિટરદૂધ
  41. 1 કપખાંડ
  42. 1 ચમચીઇલાયચી પાઉડર
  43. 2 ચમચીમિલ્ક પાઉડર
  44. 10 નંગબદામ પલાળેલી
  45. 7 નંગકાજુ પલળેલા
  46. 🌸ફરાળી ખીચડી
  47. 1 કપમોરૈયો
  48. 1નાનું બટેટુ
  49. 1મરચું
  50. 1આદુ ટુકડો
  51. 3 કપછાસ
  52. 1/2 નાની ચમચીમરચું પાઉડર
  53. નમક ટેસ્ટ મુજબ
  54. 🌸ફરાળી કઢી
  55. 4 ચમચીરજીગરા લોટ
  56. 2વાટકા છાસ
  57. 1મરચું
  58. 1આદુ ટુકડો
  59. 1નાનું ટમેટું
  60. નમક ટેસ્ટ મુજબ
  61. 2 ચમચીગોળ
  62. 🌸બટેકા નું રસા વાળુ શાક
  63. 2બટેકા
  64. 1ટામેટું
  65. 1 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  66. નમક ટેસ્ટ મુજબ
  67. 1 ચમચીમરચું પાઉડર
  68. 1/૨ ચમચી હળદર પાઉડર
  69. 1 નાની ચમચીખાંડ
  70. 🌸મસાલા આલુ પૂરી
  71. 1વાટકો રજીગરો
  72. 2બટેકા
  73. 1આદુ મરચા પેસ્ટ
  74. 3 ચમચીકોથમીર
  75. નમક ટેસ્ટ મુજબ
  76. 🌸 દહીં વળા
  77. 1વાટકો મોરૈયો
  78. 2બટેકા
  79. 2આદુ મરચાં પેસ્ટ
  80. નમક ટેસ્ટ મુજબ
  81. 3 ચમચીકોથમીર
  82. દહીં માટે.
  83. 1/2 લિટરદહીં
  84. 1 નાની વાટકીદડેલ ખાંડ
  85. નમક ટેસ્ટ મુજબ
  86. 1 નાની ચમચીશેકેલું જીરૂ પાઉડર
  87. કોથમીર
  88. 🌸ગ્રીન ચટણી
  89. 1 કપકોથમીર
  90. 3મરચા
  91. 1આદુ ટુકડો
  92. નમક ટેસ્ટ મુજબ
  93. 1 ચમચીખાંડ
  94. 1 ચમચીલીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    🌸ફરાળી ઢોકળા......સૌ પ્રથમ 200 ગ્રામ મોરૈયા ને મિક્સર જાર મા પાઉડર કરી લેવો..1/4 ભાગ સાબુદાણા લો તેને પણ મિક્સર મા પાઉડર કરી લો..બને નો લોટ થય જાય એટલે એક એર ટાઈટ ડબ્બા મા નાખી દો તેમાં 1 મોટો કપ દહીં નાખો બાકી જરૂર પ્રમાણે લોટ પલ્ડે તેટલું પાણી નાખો. બધુ મિક્સ કરી ડબ્બા ને બંધ કરી અથા માટે ગરમ જગ્યા એ મૂકી દો..(જો તમારે ઇન્સ્ટન્ટ કરવા હોય તો પણ થાય આજ પ્રોસેસ થી જ કરવા ના) 5/6 કલાક પછી ખીરા ને લય લો.

  2. 2

    પછી ખીરા મા આદુ મરચા ની પેસ્ટ તીખી મરચી હોય તો તે નાખવી ટેસ્ટ સારો આવશે ટેસ્ટ મુજબ નમક સાદો 1 નાની ચમચી ઇનો નાખો..

  3. 3

    ત્યાર પછી પલટે મા તેલ લગાડી ઢોકડીયા કુકર માં પાણી મૂકી ઉપર પલટે મૂકી પલટે મા ખીરા ને નાખી દો પછી ઉપર પલટે મા તીખા પાઉડર મરચું પાઉડર તલ છાંટો...5 થી 7 મિનિટ ચડવા દો.પછી છરી ની મદદ થી ચેક કરી લો જો છરી મા ચોટે તો થોડી વાર રહેવા દો..

  4. 4

    કડાઈ મા 2 પવરા તેલ મૂકી લીમડો મરચું તલ નાખી ઢોકળા ને વાઘરી લો રેડી છે ફરાળી ઢોકળા...

  5. 5

    🌸ફરાળી પેટીસ....6 મીડિયામ સાઇઝ ના બટેકા ને બાફી તેને મેસ કરી લો પછી તે માવા મા 5 ચમચી તપકિર નાખો નમક ટેસ્ટ મુજબ નાખો લોટ બાંધી લો જો હાથ માં ચોટે તેવું લાગે તો થોડો તપકિત નાખો 5 મિનિટ ટેસ્ટ આપો..

  6. 6

    1 બાફેલ બટેકુ, 1 કપ મગફળી ભુકો, 1 કપ કોપરા પાઉડર, કોથમીર નમક ટેસ્ટ મુજબ આદુ મરચા ની પેસ્ટ ગરમ મસાલો તલ વળીયાડી અધ્કચડી વાટેલી મરચું પાઉડર ખાંડ પાઉડર નાખી બધુ મિક્સ કરી લો.. પછી તેના નાના નાના ગોળા બનાવી લો..

  7. 7

    પછી બટેકા માંથી ઉપર નું પડ કરવું એટલે તેની પૂરી થાય તેવો સેપ હાથે થી આપવો.તેમાં વચે એક ગોળી મૂકવી પછી તેને વાળી ને પેટીસ ગોળ બનાવી લો સરખી રીતે પેક કરવી નહિ તો તળવા મા ખુલી જશે.. બધી ગોળ બનાવી ને તપકીર મા રગદોળી નાખો

  8. 8

    કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ આવે એટલે તેમાં પેટીસ ને મીડિયામ તાપે તળી લો બ્રાઉન થાય એટલે કાઢી લો રેડી છે ફરાળી પેટીસ....

  9. 9

    🌸ફરાળી ક્રિસ્પી ચેવડો... સૌ પ્રથમ મોટા 3 બટેકા લો છાલ ઉતારી પાણી મા નાખી દો..ત્યાર બાદ તેને પાતળા કાપી લો ફોટા મા આપ્યા તે મુજબ. ત્યાર બાદ ફોટા મા આપ્યા મુજબ બટેકુ રાખી બટેકા પાડવા ના મશીન થી ચિપ્સ કરી જેમ ચિપ્સ પડતી જાય તેમ ચિપ્સ ને પાણી મા નાખતી જવી. બધી ચિપ્સ પડી જાય પછી તેને 4 વાર પાણી થી ધોવી જેથી તેમાં સ્તાર્ચ રહે નહિ પાણી ચોખું થાય જાય ત્યાં સુધી દો ધોવી..ત્યાર બાદ પાણી નિતારી લો

  10. 10

    પાણી નીતર્યા પછી કોટન ના કપડા મા સૂકવી દો થોડી વાર ઉપર કોટન નું કપડું ઢાંકી દો જેથી પાણી ચૂસી લે 5 મિનિટ પછી કપડું કાઢી લો બાદ 20 મિનિટ પંખા નીચે રાખી દો જેથી પાણી સુકાય જાય ચિપ્સ ડ્રાય થાય જાય..ડ્રાય થાય જાય પછી તેને તેલ મા તળી લો મીડિયામાં તેલ મા તળવી ક્રિસ્પી થાય ત્યાં સુધી..માંડવી ના બી ને તળી લો..

  11. 11

    પછી તેમાં નમક ટેસ્ટ મુજબ ખાંડ પાઉડર મરચું પાઉડર આમચૂર પાઉડર નાખી મિક્સ કરી લો ઉપર થી લીમડા ના પણ ને સતડી નાખો

  12. 12

    બધુ મિક્સ કરી લો રેડી છે ફરાળી ક્રિસ્પી ચેવડો...

  13. 13

    🌸શીંગ પાક... સૌ પ્રથમ કડાઈ સીંગદાણા ને ધીમા તાપે સેકી લો..ત્યાર બાદ તેના ફોતડા ઉતારી લો..પછી મિક્સર મા કરકરો ભુકો કરી લો 3 વાટકા મગફળી ભુકો દોઢ વાટકો ખાંડ. ત્યાર બાદ કડાઈ મા ખાંડ નાખો તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી નાખો તેની ચાસની 1 તાર ની લો..પછી તેમાં મગફળી નો ભુકો નાખી દો 2 ચમચી ઘી નાખો મિક્સ કરી લો

  14. 14

    3 ચમચી કોપરા ના ભુકો નાખો. પછી મિક્સ કરી લો અને થાળી મા ઢાળી દો.

  15. 15

    રેડી છે શીંગ પાક...

  16. 16

    🌸દૂધ પાક....સૌ પ્રથમ દૂધ ને તપેલા મા લો ધીમા તાપે હલાવો દૂધ થોડું પાકે એટલે ખાંડ નાખી દો ત્યાર બાદ મિલ્ક પાઉડર ઠંડા દૂધ મા નાખી હલવી પછી દૂધ મા નાખો..દૂધ ચમચા મા ચોટે ત્યાં સુધી હલવો..તેમાં ઇલાયચી નાખી દો

  17. 17

    બદામ ને 5/6 કલાક પલાળી દો.જેથી પોચી પડી જાય પછી દૂધ મા બદામ અને કાજુ નું કતરન નાખી દો કેસર નાખી દો

  18. 18

    રેડી છે દૂધ પાક.....

  19. 19

    🌸ફરાળી ખીચડી....1 કપ મોરૈયા ને 3 ગણા પાણી અને છાસ મિક્સ કરી પલાળી દો..1 બટેકા ને બારીક સમારી લો.મરચું આદુ ની પેસ્ટ કરી લો.. કુકર માં 1 ચમચી તેલ મૂકી લીમડા મરચા નો વઘાર કરી આદું મરચા ની પેસ્ટ બટેકું નાખી થોડી વાર ચડવા દો..પછી મોરૈયો નાખી છાસ નાખી દો નમક ટેસ્ટ મુજબ નાખો..મરચું પાઉડર 1/૨ ચમચી નાખો..કુકર બંધ કરી ધીમા તાપે 3 વિસલ કરો

  20. 20

    રેડી છે ફરાળી ખીચડી...

  21. 21

    🌸 કઢી...2 વાટકા કઢી મા 4 ચમચી રજીગરા લોટ નાખી મિક્સ કરી લો..1 ચમચી ઘી મૂકી લીમડા મરચા નો વઘાર કરી આદુ મરચું ટામેટું નાખી ચડવા દો..પછી છાસ નાખી દો થોડી વાર પાકવા દો નમક ટેસ્ટ મુજબ ગોળ નાખી ચડવા દો કોથમીર નાખી garnish કરો

  22. 22

    🌸બટેકા નું રસા વાળુ શાક..2 બટેટા બાફેલા લેવા તેના ટૂકડા કરી લો..કડાઈ માં 3 પવારા તેલ મૂકી લીમડા મરચા નો વઘાર કરી આદુ મરચું ટામેટું નાખી વાઘરી લો ટામેટા ને ચડવા દો ચડી જાય પછી તેમાં થોડું પાણી નાખો જેથી શાક રસા વાળુ થાય.. પછી બટેટા નાખી દો..નમક ટેસ્ટ મુજબ ખાંડ મરચું પાઉડર નાખી ચડવા દો કોથમીર નાખી દો રેડી છે બટેટા નું રસા વાળુ શાક

  23. 23

    🌸મસાલા આલુ પૂરી...2 બટેકા ને મેસ કરી લો આદુ મરચા પેસ્ટ કરી લો..1 વાટકો રજીગરાં નો લોટ લો..તેમાં બટેકા મેસ કરી નાખો આદુ મરચા પેસ્ટ નાખો કોથમીર નાખો નમક ટેસ્ટ મુજબ નાખો...લોટ બાંધી લો પાણી નાખવા નું નથી..બટેટા થી લોટ બાંધવાનો છે ઘી વાળો હાથ કરી લોટ મસળી લો..5 મિનિટ રે આપો

  24. 24

    રેસ્ટ આપ્યા બાદ નાના લુઆ કરી કોથળી બને બાજુ રાખી વણી લો..તેલ ગરમ થાય એટલે તળી લો રેડી છે ફરાળી આલુ પૂરી

  25. 25

    🌸ગ્રીન ચટણી..1 કપ કોથમીર 3 ચમચી મગફળી ભુકો 3 મરચા 1 આદુ ટુકડો નમક ટેસ્ટ મુજબ 1 ચમચી ખાંડ 1 ચમચી લીંબુ નાખી મિક્સર માં ક્રશ કરી લો રેડી છે ગ્રીન ચટણી

  26. 26

    🌸 ડેઝર્ટ મા દહીં વળા... મોરૈયા મા 3 નાના બટેટા નાખી 2 ગનું પાણી મોરૈયા થી નાખી કુકર મા સિટી કરી લો..પછી વરાળ નીકળવા દો.. વરાળ નીકળી જાય પછી બટેકા ને મેસ કરી લો પછી તેમાં નમક આદુ મરચા પેસ્ટ કોથમીર નાખી મિક્સ કરો લો પછી તેના ગોળા વાડી લો..કડાઈ માં તેલ મૂકો તેલ આવે એટલે વળા ને તળી લો.

  27. 27

    જ્યારે જમવા બેસવું હોય તેની 5 મિનિટ પેલા વળા ને પાણી મા નાખવા અને 5 મિનિટ મા લય લેવા.

  28. 28

    રેડી છે દહીં વળા ના વડા.. દહીં બનાવવા મટે 1/2 લીટર દહીં મોડું લો દહીં ને ગળી લો. ખાંડ પાઉડર નમક ટેસ્ટ મુજબ જીરા પાઉડર નાખો કોથમીર નાખો રેડી છે દહીં...

  29. 29

    વડા ની ઉપર દહીં નાખો તેની ઉપર ગ્રીન ચટણી રેડ ચટણી નાખી garnish કરો રેડી છે દહીં વળા....

  30. 30

    આ રીતે મારી ફરાળી ફૂલ ડિશ રેડી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Badal Patel
Badal Patel @cook_21975328
પર
Rajkot

ટિપ્પણીઓ (29)

Similar Recipes