તિરંગા રાઈસ (Tiranga Rice Recipe In Gujarati)

Pragna Shoumil Shah
Pragna Shoumil Shah @cook_7577
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3નાના બાઉલ ચોખા
  2. ઓરેન્જ રાઈસ માટે ➡️
  3. 3મિડિયમ સાઈઝના ટામેટાં
  4. 1 ચમચીલાલ મરચું
  5. 1/4હળદર
  6. 1/2ચમચી ધાણાજીરું
  7. 2 ચમચીઘી
  8. હિંગ
  9. 1લીલું મરચું ચોપ
  10. મરી સ્પ્રિંકલ કરવા
  11. મીઠું સ્વાદ મુજબ
  12. કોથમીર
  13. વ્હાઇટ રાઈસ માટે ➡️
  14. 10 ચમચીઘી
  15. 2 ચમચીજીરુ
  16. ગ્રીન રાઈસ માટે ➡️
  17. 100 ગ્રામકોથમીર
  18. 8-10લીલા મરચાં
  19. મીઠું સ્વાદ મુજબ
  20. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા ધોઈ ને 1 કલાક પલાળી રાખો કલાક પછી મીઠુ નાખી રાઈસ ને 80% કુક કરી લો અને કોઇ પણ પહોળા વાસણમાં ઠંડો થવા મુકી દો ઠંડો થાય એટલે એક તપેલી માં કાઢી સાઈડમાં મુકી દો

  2. 2

    હવે ઓરેંજ રાઈસ માટે પહેલા એક પેનમાં ઘી મુકી ગરમ થાય એટલે હિંગ નાખી ટામેટાં ની ગ્રેવી નાખી 5 મીનીટ માટે થવા દો પછી રાઈસ નાખી.બધો મસાલો નાખી અને છેલ્લે ચોપ ટામેટાં અને મરચાં નાખી કોથમીર નાખી ગેસ બંધ કરી દો અને ઢાંકી સાઈડમાં મુકી દો

  3. 3

    પ્લેન રાઈસ માટે એક બીજા પેનમાં ઘી મુકી જીરુ નાખી રાઈસ નાખી બધુ મિક્સ કરી ઢાંકીને સાઈડમાં મુકી દો

  4. 4

    ગ્રીન રાઈસ માટે કોથમીર અને મરચાં ની મીઠુ નાખી પેસ્ટ બનાવી લો હવે એક પેનમાં ઘી મુકી પેસ્ટ નાખી 2 થી 3 મીનીટ થવા દો ઘી છૂટે એટલે રઈસ નાખી જરુર પડે મીઠું નાખી બધુ બરાબર મિક્સ કરી લો

  5. 5

    હવે એક પ્લેટમાં પહેલા ઓરેંજ પછી વ્હાઇટ અને છેલ્લે ગ્રીન રાઈસ મૂકો વચ્ચે કાકડી અને એની ઉપર ચકફૂલ મુકી ગાર્નીશ કરો

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pragna Shoumil Shah
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes