સાતમ સ્પેશ્યલ થાળી (satam special dish recipe in gujarati)

Krishna Hiral Bodar
Krishna Hiral Bodar @cook_22735245
Surat

#સાતમ સાતમ ના દિવસે ઠંડુ ખવાતું હોય છે માટે મેં છઠ ના દિવસે સાતમ માટે ની રસોઈ બનાવી છે તેની રેસિપી અહીં શેર કરૂ છું. મિત્રો મેં અહીં પાત્રા, બે શાક તીખી પૂરી, મીઠુ દહીં, કઢી, તીખી ચટણી અને કુલેર બનાવી છે. અને સાથે ઠંડી છાસ પણ છે .

સાતમ સ્પેશ્યલ થાળી (satam special dish recipe in gujarati)

#સાતમ સાતમ ના દિવસે ઠંડુ ખવાતું હોય છે માટે મેં છઠ ના દિવસે સાતમ માટે ની રસોઈ બનાવી છે તેની રેસિપી અહીં શેર કરૂ છું. મિત્રો મેં અહીં પાત્રા, બે શાક તીખી પૂરી, મીઠુ દહીં, કઢી, તીખી ચટણી અને કુલેર બનાવી છે. અને સાથે ઠંડી છાસ પણ છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પાત્રા બનાવા માટે*😋
  2. 10-12અળવી ના પાન
  3. 250 ગ્રામબેસન
  4. 50 ગ્રામચોખા નો લોટ
  5. 50 ગ્રામઘઉં નો લોટ
  6. 3 ચમચીઆદુ લસણ મરચા ની પેસ્ટ
  7. 2 ચમચીતેલ
  8. 1/2 ચમચીહળદર
  9. 1/2 ચમચીહિંગ
  10. 1 ચમચીલાલ મરચું
  11. 1/2 ચમચીસોડા બાય કાર્બ
  12. 2લીંબુ નો રસ
  13. 5 ચમચીગોળ
  14. 1 ચમચીઅજમા મેથી નો ભૂકો
  15. સ્વાદ મુજબ મીઠુ
  16. જરૂર મુજબ પાણી
  17. વઘાર માટે
  18. 3-4 ચમચીતેલ
  19. 1/2 ચમચીરાઈ
  20. 1 ચમચીસફેદ તલ
  21. 7-8મીઠા લીમડા ના પાન
  22. ચણા નું શાક માટે*😋
  23. 1 વાટકીદેશી ચણા
  24. 1 નંગટામેટું
  25. 1 નંગકાંદો
  26. 1લીલું મરચું
  27. ટુકડોનાનો આદુ નો
  28. 1 ચમચીલસણ ની ચટણી
  29. 1/2 ચમચીહળદર
  30. 1 ચમચીધાણાજીરૂ
  31. 1/2 ચમચીગરમ મસાલો
  32. 1/2 ચમચીરાઈ
  33. 1/2 ચમચીજીરૂ
  34. 2પાવરા તેલ
  35. સ્વાદ મુજબ મીઠુ
  36. 1/2 ગ્લાસપાણી
  37. ભરેલ રીંગણ માટે*😋
  38. 8-9 નંગનાના ગુલાબી રીંગણ
  39. 1 વાટકીસીંગ નો ભૂકો
  40. 1 ચમચીખાંડ
  41. 1 ચમચીનો રસ
  42. 1/4 ચમચીહળદર
  43. 1 ચમચીધાણા જીરૂ
  44. 1/2 ચમચીગરમ મસાલો
  45. 1 નંગલીલું મરચું
  46. 1/2 ચમચીલસણ ની ચટણી
  47. 2 ચમચીકોથમીર
  48. 1નાનું કેપ્સિકમ સમારેલું
  49. 1ટામેટું સમારેલું
  50. સ્વાદ મુજબ મીઠુ
  51. વઘાર માટે
  52. 3પાવરા તેલ
  53. 1/2 ચમચીરાઈ
  54. 1/2 ચમચીજીરૂ
  55. 1/2 ચમચીહિંગ
  56. 1/2 ચમચીહળદર
  57. 1 ચમચીલસણ ની ચટણી
  58. સ્વાદ મુજબ મીઠુ
  59. 1 ગ્લાસપાણી
  60. કઢી માટે*😋
  61. 500મીલી છાસ
  62. 3 ચમચીબેસન
  63. 1 ચમચીઆદુ લસણ મરચા ની પેસ્ટ
  64. 1/2 ચમચીરાઈ
  65. 1/2 ચમચીજીરૂ
  66. 1/2 ચમચીહિંગ
  67. 5-6મીઠા લીમડા ના પાન
  68. 2તજ ના ટુકડા
  69. 1બાદિયા નું ફૂલ
  70. 5 ચમચીખાંડ
  71. સ્વાદ મુજબ મીઠુ
  72. 3 ચમચીઘી
  73. તીખી પૂરી માટે*😋
  74. 1 મોટો વાટકોઘઉં નો જીણો લોટ
  75. 2-3 ચમચીઆદુ લસણ મરચા ની પેસ્ટ
  76. 1/2 કપજીણી સમારેલી કોથમીર
  77. 1/2 ચમચીહળદર
  78. 1 ચમચીધાણાજીરૂ
  79. 1/2 ચમચીહિંગ
  80. 1પાવરુ તેલ
  81. સ્વાદ મુજબ મીઠુ
  82. જરૂર મુજબ પાણી
  83. તળવા માટે તેલ
  84. સ્વીટ દહીં માટે*😋
  85. 200 ગ્રામદહીં
  86. 3 ચમચીખાંડ
  87. કુલેર બનાવા માટે*
  88. 1 વાટકીઘઉં નો જીણો લોટ
  89. 1/2 વાટકીચમચી ગોળ
  90. 1/2 વાટકીઘી
  91. તીખી ચટણી
  92. 2 નંગલીલા મરચું
  93. 2-3 ચમચીસમારેલી કોથમીર
  94. 1 ચમચીસીંગ નો ભૂકો
  95. 1 ચમચીખાંડ
  96. 1 ચમચીલીંબુ નો રસ
  97. સ્વાદ મુજબ મીઠુ
  98. છાસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાત્રા માટે =સૌ પ્રથમ અળવીના પાન ધોઈને કોરા કપડાથી લૂંછી લો.હવે મોટા બાઉલ માં બેસન, ઘઉં નો લોટ, ચોખા નો લોટ, અજમા મેથી નો ભૂકો, આદુ લસણ મરચા ની પેસ્ટ, હળદર, હિંગ, લાલ મરચું, મીઠુ, લીંબુ નો રસ, સોડા, તેલ અને જરૂર મુજબ પાણી ઉમેરી ઘટ્ટ બેટર ત્યાર કરી લો. હવે પાન ની નાસો કઢી લો. એક પાન પર બેટર લગાવી તેના પર બીજું પાન મૂકી તેના પર બેટર લગાવો ફરી પાછુ પાન મૂકી બેટર લગાવો ત્યાર બાદ બને બાજુ થી તેને વાળી બેટર લગાવી રોલ વાળી લો આવી રીતે બધા પાન રોલ વાળી લો.

  2. 2

    ત્યાર બાદ ઢોકળીયા માં પાણી ગરમ મૂકી પાત્રા ના રોલ ને 30-35 મિનિટ બાફવા દો. ત્યાર બાદ ચપુ થી ચેક કરી લો લોટ ના ચોંટે તો પાત્રા બફાય ગયા હવે તેને ઠંડા થવા દો. પછી તેના નાના ટુકડા કરી લો. હવે તેલ ગરમ મૂકી રાઈ નાખો રાઈ તતડી જાય એટલે તેમા તલ અને લીંમડો નાખી પાત્રા ને વઘારી લો.

  3. 3

    ચણા શાક માટે =ચણા ને પહેલા પાણી અને મીઠુ નાખી કુકર માં બાફી લો. બફાય જાય એટલે જારી માં કઢી લો. ત્યાર બાદ કાંદા ટામેટા ની પ્યુરી કરી લો, આદુ મરચા ની પેસ્ટ કરી લો હવે 2 પાવરા તેલ ગરમ મૂકી રાઈ નાખો રાઈ તતડી જાય એટલે જીરૂ, લીમડો અને હિંગ નાખી કાંદા ટામેટા ની પ્યુરી નાખો પછી તેમા, આદુ મરચા ની પેસ્ટ, હળદર, મીઠુ, લસણ ની ચટણી, ધાણા જીરૂ, નાખી મિક્સ કરી તેલ છુટુ પડે ત્યાં સુધી થવા દો ત્યાર બાદ તેમા બાફેલા ચણા, ગરમ મસાલો અને અડધો ગ્લાસ પાણી ઉમેરી મિક્સ કરી 4-5 મિનિટ માટે ઢાંકી થવા દો. ત્યાર છે ચણા નું શાક

  4. 4

    ભરેલા રીંગણ માટે =સીંગ નો ભૂકો,ખાંડ, લીંબુ નો રસ, હળદર, ધાણા જીરૂ, મરચા ની પેસ્ટ, ગરમ મસાલો, લસણ ની ચટણી, કોથમીર અને મીઠુ નાખી મસાલો બનાવી લો. હવે રીંગણ ને ધોય લૂછી લો ત્યાર બાદ તેમાં આડા ઉભા ચીરા કરી મસાલો ભરી લો.

  5. 5

    હવે કુકર માં તેલ ગરમ મૂકી રાઈ નાખો તતડી જાય એટલે તેમા જીરૂ અને હિંગ નાખી તેમા સમારેલા ટામેટું અને કેપ્સિકમ નાખી વઘાર કરી લો ત્યારબાદ તેમા ભરેલા રીંગણ, હળદર, લસણ ની ચટણી અને મીઠુ નાખી મિક્સ કરી લો પછી થોડી વાર તેલ માં થવા દો ત્યાર બાદ અડધો ગ્લાસ પાણી નાખી 3-4 વિહસલ કરી ગેસ બંધ કરી દો.ત્યાર છે ભરેલા રીંગણ નું શાક.

  6. 6

    હવે કઢી બનાવા માટે :- છાસ માં બેસન, આદુ લસણ મરચાની પેસ્ટ નાખી બિટર થી મિક્સ કરી લો, હવે પેન માં ઘી ગરમ મૂકી રાઈ નાખો રાઈ તતડી જાય એટલે તેમા જીરૂ, હિંગ, મીઠા લીંમડા ના પાન બાદિયા તજ નાખી છાસ નો વઘાર કરી લો ત્યાર બાદ તેમા ખાંડ અને મીઠુ નાખી 10 -15 મિનિટ સુધી પકવી લો. તો ત્યાર છે હવે કઢી.

  7. 7

    હવે તીખી પૂરી માટે :-કથરોટ માં ઘઉં નો લોટ,આદુ લસણ મરચા ની પેસ્ટ, જીણી સમારેલ કોથમીર, હળદર, હિંગ, ધાણા જીરૂ, મીઠુ અને તેલ નાખી મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી પૂરી માટે નો લોટ બાંધી લો. 10 મિનિટ રેસ્ટ આપો.

  8. 8

    હવે બાંધેલા લોટ ના નાના લુઆ કરી પાટલી પર વેલણ થી પૂરી ને વણી લો પૂરી વણી યે ત્યાં સુધી માં તેલ ગરમ મૂકી દો હવે બધી પૂરી વણાય જાય એટલે ગરમ તેલ માં પૂરી તળી લો.

  9. 9

    સ્વીટ દહીં :-દહીં માં ખાંડ નાખી બરાબર મિક્સ કરી લો.

  10. 10

    કુલેર માટે :-બાઉલ માં વાટકી ઘઉં નો જીણો લોટ લય તેમા ઘી અને ગોળ ઉમેરી બધું મિક્સ કરી કુલેર બનાવી લાડુ જેવી ગોળ વાળી લો.

  11. 11

    તીખી ચટણી :-મિક્ષર જાર માં મરચા, કોથમીર, સીંગ નો ભૂકો, ખાંડ, લીંબુ નો રસ અને સ્વાદ મુજબ મીઠુ નાખી પીસી લો. ત્યાર છે તીખી ચટણી.

  12. 12

    હવે સાતમ ના દિવસે ખાવા માટે ની મારી બધી વાનગી બની ગઈ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Hiral Bodar
Krishna Hiral Bodar @cook_22735245
પર
Surat
# House wife#l like so much cooking
વધુ વાંચો

Similar Recipes