મગની દાળ ની ખસતા કચોરી (Moong Daal Khasta Kachori recipe in Gujarati)

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ કલાક
૮-૧૦ મોટી કચોરી
  1. કચેરીનાં બહારનાં પડ માટે
  2. ૨ મોટા કપમેંદા નો લોટ (લગભગ ૫૦૦ ગ્રામ જેટલો)
  3. ૨ ચમચીઘી
  4. ૧ ચમચીતેલ
  5. મીઠું ટેસ્ટ મુજબ
  6. કચોરીનાં અંદરના સ્ટફીંગ માટે
  7. ૧ વાટકીમગની મોગર દાળ
  8. ૩-૪ ચમચી ચણાનો લોટ (આ લેવું ખુબ જ જરુંરી છે)
  9. ૨ ચમચીતેલ
  10. ૧/૬ ચમચી હીંગ પાઉડર
  11. ૧ ચમચીઆમચુર પાઉડર
  12. ૧ ચમચીખાંડ
  13. મીંઠુ ટેસ્ટ મુજબ
  14. કચેરીનો મસાલા માટે
  15. ૨૦ દાણાં આખા મરી
  16. લવીંગ
  17. તજ નો મોટો ટુકડો
  18. ૧ ચમચીવરિયાળી મસાલાં મીટે + ૧ ચમચી આખી રાખવી
  19. ૨ ચમચીઆખા ધાણાં મસાલાં માટે + ૧ ચમચી અધકચરાં કરેલાં રાખવાં
  20. ૧ ચમચીઆખું જીરું
  21. ૧ ચમચીતલ
  22. ૧/૪ ચમચીહળદર
  23. ૩ ચમચીલાલ મરચું (તીખું તમારી રીતે એડજેસ્ટ કરો)
  24. કચોરી તળવા તેલ
  25. કચોરી જોડે લેવાં
  26. ખજુર આંબલી ની ચટણી
  27. ઝીણી સેવ
  28. વઘારેલાં મમરાં
  29. ઝીણાં સમારેલા કાંદા
  30. કોથમીર ફુદીના ની ચટણી (ઓપ્સન્લ)

રાંધવાની સૂચનાઓ

૨ કલાક
  1. 1

    સૌથી પહેલાં મગ ની દાળ ને ધોઈ ને થોડું પાણી મુકી કુકરમાં મુકી ૨-૩ સીટી મારી ને બાફી લો.

  2. 2

    દાળ બાફવા મુકો એ ટાઈમ પર કચોરી નો મસાલો તૈયાર કરો. આ કોચોરી નો મસાલો ફે્સ બનાવેલો ખુબ સરસ લાગે છે. પહેલાં, તલ, મરીનાં દાણાં, વરીયાળી, ધાણાં તજ અને લવીંગ ને જરા સેકી લો.

  3. 3

    જરા ઠંડું પડે એટલે એને પીસી ને મસાલો તૈયાર કરો. બાકી રહેલાં ધાણા અને વરીયાળી ને જરા અધકચરાં કરી લો.

  4. 4

    હવે, મેંદા ના લોટ માં તેલ અને ઘી નું મોવણ નાંખો, મીઠું ઉમેરો અને થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધો. લોટ રોટલી અને પરોઠા ની વચ્ચે નો બાંધો. હવે, લોટ ને ઠાંકી ને સાઈડ પર મુકી દો.

  5. 5

    હવે, એક તાવડીમાં ચણાં નો લોટ કસું પણ નાંખીયા વગર સરસ ગુલાબી સેકી લો. લોટ ને હવે એક પ્લેટ માં કાઢી લો.

  6. 6

    હવે એ સેમ જ તાવડીમાં તેલ લો. તેલ જરા ગરમ થાય અટલે હીંગ ઉમેરો. હવે, એમાં બાફેલી મગની દાળ ઉમેરો.

  7. 7

    હવે, એમાં કચેરીનો બનાવેલો મસાલો જરુર મુજબ, લાલ મરચું, અધકચરાં કરેલાં ધાણાં અને વરીયાળી, મીઠું, આમચુર પાઉડર અને ખાંડ ઉમેરો. એમાં સેકેલો ચણા નો લોટ ઉમેરી લો. બધું સરસ હલાવી દાળ જોડે મીક્ષ કરી લો. આ પુરણ થોડું તીખું રાખવું. જરુર લાગે તો વધારે કચોરીનો મસાલો કે લાલ મરચું ઉમેરવું.

  8. 8

    હવે, બરોબર હલાવી સરસ મીક્ષ કરેલાં પુરણ ને ઠંડુ પડવા દો. સરસ ઠંડું પડે એટલે એમાં થી થોડું થોડું લઈ ગમતી સાઇઝ નાં ગોળા તૈયાર કરો.

  9. 9

    હું કચોરી બહાર જેવી મોટી બનાવું છું, તમે તમને ગમતી સાઇઝની બનાવો. લોટ નાં લુઆ અને કચોરીનાં પુરણ ગોળા બધું તૈયાર કરી લો.

  10. 10

    હવે, લોટ નું લુવું લો. હાથ થી થોડું પહોળું કરી એમાં કચોરીની ગોટી મુકો. ચારે બાજુ થી બરોબર બંધ કરી લો. અને હાથ થી જ ગોળ ગોળ ફેરવી મોટી પૂરી જેવું કરો. જો હાથ થી ના ફાવે તો હલકા હાથ થી વણી લો.

  11. 11

    હવે, ગરમ કરેલાં તેલમાં ધીમાં ગેસ પર તળો. તળતી વખતે ઉપર ઝારી થી તેલ ઝારો. કચોરી સરસ ફુલી જસે. તળવામાં જરા પણ ઉતાવળ નાં કરો. થોડી વાર લાગસે, બંને બાજુ સરસ ગુલાબી કલર આવે પછી કાઢી લો.

  12. 12

    ગરમ ગરમ કચોરી નો આનંદ લો. એકલી ખાવ, ચટણી જોડે કે પછી કચોરી ચાટ બનાવી ને ખાવ. બહુ જ સરસ લાગે છે. અમારી ઘરે આ બધા ની ફેવરેટ છે.

  13. 13

    મગની દાળ ની ખસતાં કચોરી તૈયાર છે. ગરમ ગરમ એન્જોય કરે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suchi Shah
Suchi Shah @SuchiShah13
પર
USA

Similar Recipes